પાઠ ૨ પ્રાણીઓમાં પોષણ

1. કેટલાક પ્રાણીઓ ............ તથા .......... એમ બંને ખાય છે.
જવાબ: વનસ્પતિ,પ્રાણીઓ

2.સજીવો ને ખોરાકની જરૂરીયાત કેમ રહે છે?
જવાબ:બધા જ સજીવોને વૃદ્ધિ, સમારકામ, અને શરીરના કર્યો માટે ખોરાક ની જરૂરીયાત રહે છે. શક્તિની પ્રાપ્તિ અને જૈવક્રિયાઓ માટે ખોરાક જરૂરી છે.

3.પ્રાણીઓ ના પોષણ માં કઈ કઈ બાબતો નો સમાવેશ થઇ છે?
જવાબ: પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરીયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીર માં વપરાશ વગેરો નોં સમાવેશ થાય છે.

4.ખોરાક ના વિવિધ ઘટકો જણાવો.
જવાબ: ખોરાક ના વિવિધ ઘટકો તરીકે કાર્બોદિત ,પ્રોટીન, ચરબી, વિટામીન, ખાનીક્ષારો, પાણી વગેરે નો સમવેશ થાય છે.

5.વ્યાખ્યા આપો:પાચન
જવાબ: ખોરાક ના જટિલ ઘટકો નું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા ને પાચન કહે છે.

6. નીચે આપેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ લખો :
૧. ગોકળગાય
ખોરાકનો પ્રકાર : વનસ્પતિના વિવિધ ભાગો
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : નળી જેવા મુખાંગો દ્વારા ચુસીને

૨. કીડી
ખોરાકનો પ્રકાર : અનાજના દાણા, લોટ, કીડીના મૃતદેહો
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : ખોતરીને, પકડીને

૩. સમડી
ખોરાકનો પ્રકાર : ઉંદર,સાપ જેવા પ્રાણીઓ
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : ચાંચ અને પંજાથી પકડીને, ચાવીને, ગળીને

૪. હમિંગ બર્ડ
ખોરાકનો પ્રકાર : વિવિધ પુષ્પોનો રસ, પ્રવાહી
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : ચાંચ દ્વારા ચૂસીને

૫. જૂ
ખોરાકનો પ્રકાર : મનુષ્ય જેવા પ્રાણીઓનું રક્ત્ત
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : ચૂસીને

૬. મચ્છર
ખોરાકનો પ્રકાર : મનુષ્ય, સસ્તન પ્રાણીઓનું રુધિર
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : નળી જેવા મુખાંગો દ્વારા ચુસીને

૭. પતંગિયું
ખોરાકનો પ્રકાર : પુષ્પોનો રસ, વનસ્પતિનો રસ
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : નળી જેવા મુખાંગો દ્વારા ચુસીને

૮. માખી
ખોરાકનો પ્રકાર : કાર્બનિક, અકાર્બનિક સડેલા પદાર્થો
ગ્રહણ કરવાનો પ્રકાર/પધ્ધતિ : નળી જેવા મુખાંગો દ્વારા ચુસીને

7. તારામાછલી..................થી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓનો આરોગે છે.
જવાબ : કેલ્શિયમ કાર્બોનેટ

8. તારામાછલી પોતાના જઠરનો ભાગ ............ દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીઓ ખાઈ છે.
જવાબ : મોં

9. પાચનમાર્ગ એટલે શું?
જવાબ : પાચનમાર્ગ મુખગૃહાથી શરૂ કરીને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને મુખગૃહા, અન્નનળી, જઠર, નાનું આતરડું, મોટું આતરડું, મળાશય અને મળદ્વારમાં વિભાજીત કરવામાં આવે છે. આ બધા ભાગો ભેગા મળી પાચનમાર્ગની રચના કરે છે.

10. નીચેની આકૃતિમાં પાચન અંગોના નામ લખી નામનિર્દેશન કરો.





11. પાચનમાર્ગ અને પાચન ગ્રંથીઓ સાથે મળીને.....................રચે છે.
જવાબ : પાચનતંત્ર

12. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થયા છે.
જવાબ : મોં

13. વ્યાખ્યા આપો : અંત:ગ્રહણ
જવાબ : ખોરક શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંત:ગ્રહણ કહેવાય છે.

14. દરેક દાતના મૂળ એ ................ માં અલગ ખાડામાં હોય છે.
જવાબ : પેઠા

15. વ્યાખ્યા આપો : દુધિયા દાંત
જવાબ : પ્રથમ સમૂહના દાંત શૌશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને 6 થી 8 વર્ષની ઉમરે પડી જાય છે. તેઓ ને દુધિયાદાંત કહે છે.

16. ............... જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતના રોગો થતાં પડી જાય છે.
જવાબ : કાયમી દાંત

17. આપણા મોમાં કુલ .............. છેદક દાંત હોઈ છે.
જવાબ : 8

18. ખોરાક ચીરવા અને ફાડવા માટે વાપરતાં દાંત ની સંખ્યા : .......................
જવાબ : 4

19. નીચેના જડબાંમાં અગ્રદાઢની સંખ્યા જણાવો.
જવાબ : 4

20. ખોરાક ચાવવા અને ભરડવા માટે વપરાતા દાંત ની સંખ્યા : ...................
જવાબ : 20