11. ભારતમાં નિરપેક્ષમાં ગરીબીનું પ્રમાણ સમજાવો?

ઉત્તર : NSSO (National Sample Survey Organization) ના 68 માં રાઉન્ડ (2011-12) માં સંયુક્ત કુંટુંબદીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% થયું હતું.

ભારતમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ 

ગરીબી

2004-05 (ટકામાં)

2011-12 (ટકામાં)

ગ્રામ્ય ક્ષેત્રે

41.8

25.7

શહેરી ક્ષેત્રે

25.7

13.7

સમગ્ર ભારતની વસ્તીના

37.2

21.9

ગ્રામ્યક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05 માં 41.8% હતું. તે વર્ષ 2011-12માં ઘટીને 25.7% થયું હતું. જ્યારે શહેરીક્ષેત્રે વર્ષ 2004-05માં ગરીબીનું પ્રમાણ 25.7% હતું. તે ઘટની વર્ષ 2011-12માં 13.7% થયું હતું.

 

12. ભારતમાં રાજ્ય પ્રમાણે ગરીબીનું પ્રમાણ સમજાવો.

ઉત્તર : ભારતમાં વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચના 2011-12ના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ આ મુજબ જોવા મળ્યું હતું :

વર્ષ 2011-12માં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ

ગરીબી હેડળ વસ્તીની ટકાવારી

રાજ્યો

10 % ટકાથી ઓછી

ગોવા, કેરલ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ

10% ટકાથી 20%

જમ્મુ કશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય

20% થી 30%

પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ

30% થી 40%

મધ્યપ્રદેશ, અસમ, ઓડિસા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ, છત્તીસગઢ

ઉપર દર્શાવેલ માહિતી અનુસાર 10 ટકાથી ઓછી ગરીબી દર્શાવતાં રાજ્યોમાં ગોવા, કેરળ. હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.

જમ્મુ કશ્મીર, હરિયાણા, તમિલનાડું, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજ્યોમાં 10% થી 20% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે.

પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તરપ્રદેશમાં 20% થી 30% અને મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિસા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશમાં વધુ એટલે કે 30% થી 40% ગરીબી જોવા મળી હતી.

 વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતનાં વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી 5.09% સાથે ગોવા રાજ્ય હતું અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.33% સાથે છત્તીસગઢ રાજ્યમાં હતું,

 

13. સાપેક્ષ ગરીબી સમજાવો.

ઉત્તર : સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા–જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે.
સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય છે.

સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદાં–જુદાં આવક જુથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે.

સાપેક્ષ ગરીબી સમાજનાં જુદાં જુદાં આવક જુથોની આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે.

ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છેકે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબીરેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઇએ.

સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જુથોની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.

 

14. ગરીબીના નિર્દેશકો જણાવો.

ઉત્તર : ગરીબી કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે.

દેશમાં ગરીબીને દર્શાવતાં વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે.

ગરીબી અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્ક્સ નિર્દેશકો ઉપયોગી છે. જેના દ્રારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે.

ગરીબીના નિર્દેશકો આ પ્રમાણે છે :

(1) માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ

(2) કૃપોષણનું પ્રમાણ

(3) અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુદર

(4) તબીબી સગવડો

(5) પીવાનું પાણી

(6) શૌચાલયની સુવિધા

(7) રહેઠાણ

(8) વીજળીની વપરાશ

(9) શિક્ષણ

(10) આવક અને સંપત્તિની અસમાન વહેંચણી

(11) બેરોજગારીનો ઊંચો દર

 

15. માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ સમજાવો.

ઉત્તર : કોઇ એક વર્ષ દરમિયાન કુંટુબો દ્રારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુઓ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ પ્રાપ્ત થાય છે.

માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન–જરૂરિયાત તેમજ સુખસગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે.

વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવતા ઘણી જ નીચી હોય છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે.

વિશ્વના કેટલાક દેશામાં માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ આ પ્રમાણે જોવા મળ્યો  છે:

માથાદીઠ વપરાશી ખર્ચ

દેશ

વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014 (US $ માં )

યુ.એસ.

31469

યુ.કે.

25828

જાપાન

22149

પાકિસ્તાન

603

ચીન

1420

ભારત

725

આ માહિતી અનુસાર ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ 725 ડોલર હતું. જે યુ.એસ.માં 31,469 ડોલર, યુ.કે.માં 25,828 ડોલર, જાપાનમાં 22,149 ડોલર હતું. પાકિસ્તાનમાં તે 603 ડોલર ખર્ચ જોવા મળતું હતું.

ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ યુ.એસ. અને યુ.કે. જેવા વિકસિત દેશોની તુલનાએ ઘણું જ ઓછું જોવા મળે છે.

 

16. કુપોષણનું પ્રમાણ સમજાવો.

ઉત્તર : કુપોષણ એવી પરિસ્થિતિ છે. જેમાં વ્યક્તિ દ્રારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામીન અને મીનરલ્સનો સમાવેશ થતો નથી.

ભારતમાં કૃષિ–ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી.

ભારતમાં કુપોષિત વ્યક્તિઓની માહિતી આ પ્રમાણે છે.

કુપોષણ વ્યક્તિઓનું પ્રમાણ ટકામાં

વર્ષ

કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ (ટકાવારીમાં)

1990-92

23.7

2000-02

17.5

2005-07

20.5

2010-12

15.6

2014-16

15.2

આ કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર વર્ષ 1990-92ના સમયગાળામાં ભારતમાં કુલ 23.7% વસ્તી કુપોષિત હતી.

આ પ્રમાણે વર્ષ 2000-02, 2005-07 અને 2010-12 ના સમયગાળામાં તે અનુક્રમે 17.5%, 20.5% અને 15.6% હતી.

વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ, 2015 પરના FAO ના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. જે ગરીબીનો નિર્દેશ કરે છે.

 

17. અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુદર સમજાવો.

ઉત્તર : જન્મસમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા છે.

દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે.

ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે.

બાળમૃત્યુદર એટલે દર 1000 જીવિત જન્મતા બાળકમાંથી એક વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતાં બાળકોનું પ્રમાણ છે.

બાળમૃત્યુદરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓથી ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે.

બાળમૃત્યુદર પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશક છે.

વિશ્વના કેટલાક દેશોમાં જન્મસમયે અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુદર આ મુજબનો રહ્યો છે :

આયુષ્ય અને બાળમૃત્યુદર

દેશ

અપેક્ષિત આયુષ્ય (વર્ષ 2014)

બાળમૃત્યુદર (વર્ષ 2014)

નોર્વે

81.6

02

અમેરિકા

79.1

06

શ્રીલંકા

74.9

09

ચીન

75.8

10

ભારત

68

39

આ માહિતી અનુસાર નોર્વેમાં જન્મસમયે અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ હતું. જે અમેરિકામાં 79.1 વર્ષ, શ્રીલંકામાં 74.9 વર્ષ, ચીનમાં 75.8 વર્ષ હતું. જ્યારે ભારતમાં તે 68.0 વર્ષ જોવા મળ્યું હતું. જે ચીન, શ્રીલંકા જેવા દેશો કરતા પણ ઓછું છે.

બાળમૃત્યુદરની બાબતમાં નોર્વેમાં દર હજાર જન્મ લેતાં બાળકોએ બાળમૃત્યુનું પ્રમાણ 2, અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10 જ્યારે ભારતમાં 39 ગણું જ વધારે કહી શકાય તેટલું છે.

 

18. સમજાવો : વિકસતા દેશોમાં લોકોને તબીબી સગવડતાઓ પૂરતી મળતી નથી.

ઉત્તર : ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોકટરોની અછત જોવા મળે છે.

વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. આવ ગરીબોને પૂરતો પોષ્ટીક ખોરાક મળતો નથી. પરિણામે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.

લોકો આવી સેવાઓથી વંચિત રહે છે. પરિણામે ગરીબી વધારે હોય છે.

વિકસતા દેશોમાં દર છ હજારની વસ્તી માટે એક ડોકટરની સેવા ઉપલબ્ધ છે. જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે એક ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે.

વિકસતા દેશામાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે.

દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સના ભોગ બન્યા છે. એમાંથી 90% વિકસતા દેશોમાં છે.

 

19. સમજાવો : દેશમાં પાણીજન્ય રોગો ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે.

ઉત્તર : જનસમુહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે.

દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો રોગોનું કારણ બને છે.

વસ્તી–ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્રારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ  છે. 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી, 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણાં, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે.

શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગદું પ્રદુષણયુક્ત પાણી, દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે.

 

20. ગરીબીમાં શૌચાલયની ભૂમિકા સમજાવો.

ઉત્તર : ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે. અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે.

શૌચાલયની સગવડના પ્રકાર મુજબ ઝૂંપડાવાસી કુંટુંબો

કુલ કુંટુંબો

મકાનમાં જ શૌચાલયની સગવડવાળા કુંટુંબો 

મકાનમાં શૌચાલયની સગવડ ન હોય તેવાં

100 %

66 %

34%

ભારતમાં 66% કુંટુબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે. જ્યારે બાકીનાં 34% કુંટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદુષણ અને શારીરિક નબળાઇ, ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે.જે ગરીબીને વધારવા માટે કારણભૂત પરિબળ બને છે.