પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
(1) ચંદાએ ગામના લોકોને ઉંદર-બિલાડીની કઈ વાર્તા કહી? એ વાર્તા કહેવાનું કારણ શું હતું?
ઉત્તર
– ચંદા નિશાળમાં ભણતી હતી ત્યારે તેના માસ્તરે કહેલી ઉંદર-બિલાડીની વાર્તા તેણે ગામના લોકોને કહી : ગામના લોકો જેવા ઉંદરો એક વખત બિલાડીના દુઃખનો ઉપાય કરવા ભેગા થયા હતા. એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના ગળે ઘંટ બાંધ્યો હોય તો તેના આવવાની ખબર પડતાં જ બધા ઉંદરો દરમાં સંતાઈ જાય. એ વાત બધા ઉંદરોએ વધાવી લીધી. તેઓ એકસાથે બોલી ઊઠ્યા : ‘હા હા, એ સારો ઉપાય છે! પણ બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય?’ તેમ અહીં આ સાંઢને ડહકલો નાખવાય કોણ જાય? ‘એ પુંછડાવાળા ઉંદર અને તમે વગર પુંછડાના!’ આમ કટાક્ષ કરી ચંદાએ સૌની હાંસી ઉડાડી.

(2) ‘વધતો વિજય ઊગતી દયાને ગળી ગયો.’ આ વિધાન પાઠના આધારે સમજાવો.
ઉત્તર
– તોફાની, મદમસ્ત આખલો આડફેટે આવતાં લોકો પર કેર વર્તાવતો. એ સીમનો પાક બગાડતો. એને જોઇને સૌ જીવ લઈને નાસતા. આ આખલાને કોઈ નાથી શક્યું નહોતું, પણ ગામના રયજીની બહાદુર દીકરીએ એ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું. ચંદા નવો ચણિયો, ઓઢણી ને કાપડું પહેરી, કમરે છરો ખોસી અને હાથમાં ડહકલો લઈને નીકળી. આખલાની પાસે જઈ તેણે આખલાની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. આખલો એનાથી અંજાઈ ગયો હોય એમ એની સામે તાકી રહ્યો. પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેનાં કપાળ પર અને આંખો ઉપર પોતાનો હાથ ફેરવીને તેની સાથે ગેલ કરવા લાગી. તેના કુમળા હાથનો સ્પર્શ પોતાના શરીરને સતત થતો રહે એ માટે આખલો ડોક જમીન ઉપર નાખી નિરાંતે સૂઈ રહ્યો. આથી ચંદાનો રહ્યો-સહ્યો ભય પણ જતો રહ્યો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ તેના માથે અને પગે હાથ ફેરવતાં તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. એ વખતે ચંદાને આટલા ગરીબડા થઈ ગયેલા આખલાને જોઇને દયા આવી, પણ એને નાથવાની એ વિજયી ક્ષણ પાસે તેના હદયમાં જાગેલી દયા ઓગળી ગઈ. ધીમે રહીને એના બંને પગે વારાફરતી ડહકલાનો ગાળો ભેરવવામાં એ સફળ થઈ. આમ, ચંદાનો વિજય થયો, પણ આખલા પ્રત્યે જાગેલી એની દયાને દબાવી દીધી.

(3) ચંદાનું પાત્રાલેખન કરો.
ઉત્તર
– ચંદા એ રયજીનાં સંતાનોમાં સૌથી છેલ્લું સંતાન હતી. તેનામાં તેના પિતાની જુવાનીનો જુસ્સો અને જોમ ઊતર્યા હતા. ભમ્મર ચઢાવેલો એનો ગુમાની ચહેરો, અભિમાનથી ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, ઊંચી ટટ્ટાર ડોક, ખડકની જેમ અણનમ રહેતા તેના ખભા, ફલાંગ ભરીને ચાલે ત્યારે ‘છટાક-છટાક’ થતો તેનો ચણિયો અને એમાંય રાતા રંગની ઓઢણીમાં શોભતો તેનો દેહ - આવું વર્ણન લેખકે ચંદાનું કર્યું છે. ચંદા ગુમાની, આત્મવિશ્વાસ ધરાવતી, નિર્ભય તેમજ ગામના ભલભલા પુરુષોને પોતાના પરાક્રમથી શરમાવી દે એવી છે. એણે આખલાની આંખમાં આંખ પરોવી કરેલું ત્રાટક, આખલાને આંજી દેતું એનું સૌંદર્ય, તેનો કોમળ સ્પર્શ અને તેના બુદ્ધિચાતુર્યથી પરાસ્ત થયેલા સાંઢને નાથવામાં એને સફળતા મળે છે. આ પાત્ર દ્વારા લેખકે એક સબળા સ્ત્રીના અદ્દભુત પરાક્રમ પાસે પુરુષો ઝાંખા પડે એવી નારીશક્તિનો પરિચય કરાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘દીકરો’નું હીરબાઈ પાત્ર અને ‘જનમટીપ’ નવલકથાનું ‘ચંદા’નું પાત્ર નારીશક્તિનાં ઉત્તર ઉદાહરણરૂપ છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો.
(1) ગામમાં શી આફત આવી પડી?
ઉત્તર
– એક તોફાની, મદમસ્ત સાંઢ રખડતો-રખડતો ગામમાં આવી ચડ્યો હતો. એને જોઇને સીમાડામાં જતાં ઢોર જીવ લઈને નાસતાં. દિવસે-દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો. સાંઢ સીમનો પાક બગાડી નાખતો, પણ કોઈ ચૂં કે ચાં કરી શકતું નહિ. ગામમાં આ આફત આવી પડી હતી.

(2) આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો?
ઉત્તર
– ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો-પડ્યો ચંદાને તાકી રહ્યો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દુરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો તેની પાછળ પડતો, પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાને એ સ્ત્રી ક્ષુલ્લક લાગી હતી કે પછી એનાં સ્ત્રીશક્તિ અને સૌંદર્યથી એ અંજાય ગયો હતો. ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો.

(3) ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી જતાં લોકોના ટોળામાં શો ગણગણાટ થવા માંડ્યો? અથવા રયજીનો જીવ પડીકે શા માટે બંધાયો?
ઉત્તર
– ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી જતાં લોકોના ટોળામાં ગણગણાટ થવા માંડ્યો. કોઈને થયું, ‘આખરે બી ગઈ!’ કોઈ હળવેથી બોલ્યું, ‘એ તો મોંએ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ!’ ત્રીજું બોલ્યું, ‘આખલાની વિકરાળ આંખો જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું?’ આ ગણગણાટ સાંભળીને રયજીનો જીવ પડીકે બંધાયો.

(4) આખલો ઊંચી ડોક જમીન ઉપર નાખી નિરાંતે શા માટે સૂતો હતો?
ઉત્તર
– ચંદા આખલાની પાસે બેસી હિંમતથી તેના કપાળ પર અને આંખો ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. તેના કુમળા હાથનો સ્પર્શ આખલાને ગમતો હતો. ચંદાના હાથનો સ્પર્શ તેના શરીરને સતત થતો રહે, એ માટે આખલો ઊંચી ડોક જમીન ઉપર નાખી નિરાંતે સૂતો હતો.

(5) ચંદાએ આખલાના બંને પગે ડહકલાનો ગાળો ક્યારે ભેરવી દીધો?
ઉત્તર
– આખલો નિરાંતે બેસી રહ્યો એટલે ચંદાનો રહ્યો-સહ્યો ભય પણ જતો રહ્યો. તેણે તેના માથે અને પગે હાથ ફેરવતાં ફેરવતાં ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. ચંદાને ખાતરી થઈ ગઈ કે આખલો અત્યારે સાવ ગરીબડો થઈ ગયો છે. આ પરિસ્થિતિનો લાભ લઈ ચંદાએ ધીમે રહીને બંને પગે વારાફરતી ડહકલાનો ગાળો ભેરવી દીધો.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો.
(1) એક ડાહ્યા ઉંદરે બિલાડીના દુઃખનો કયો ઉપાય બતાવ્યો?
ઉત્તર
- એક ડાહ્યા ઉંદરે બિલાડીના દુઃખનો ઉપાય બતાવતાં કહ્યું કે બિલાડીના ગળે ઘંટ બાંધ્યો હોય તો તે આવે એની આપણને ખબર પડે. એટલે બિલાડી આવે તે પહેલાં બધા ઉંદર દરમાં સંતાઈ જાય.

(2) ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા?
ઉત્તર
– જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી એમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને ‘વગર પૂંછડાના ઉંદર’ કહ્યા.

(3) સાંઢને નાથવા અંગે લોકોના મનમાં શો ભય હતો?
ઉત્તર
- સાંઢને નાથવા અંગે લોકોના મનમાં શો ભય હતો કે સાંઢને નાથવા જનારને સાંઢ મારી નાખશે. જાનવરની જાતનો શો ભરોસો?

(4) રયજી કેમ નિરાશ થયો?
ઉત્તર
– ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રયજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો. આથી રયજી નિરાશ થયો.

(5) પોતાના પગ બંધાઈ ગયા છે એ જાણીને આખલાએ છૂટવા શું કર્યું?
ઉત્તર
- પોતાના પગ બંધાઈ ગયા છે એ જાણીને પાંજરામાં સિંહ તાડુકે તેમ આખલો બરાડ્યો અને ઉધામા મારી એ બેઠો થયો. એણે દોડવાનો પ્રયત્ન કર્યો, પણ એના પગ સામસામાં ખેંચાયા એટલે એણે બીજો બરાડો પાડ્યો.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) ગામના એક માણસે સાંઢથી બચવા શું સૂચવ્યું?
ઉત્તર
- ગામના એક માણસે સાંઢથી બચવા સાંઢના પગે ડહકલો નાખવા સૂચવ્યું.

(2) ચંદાએ ગામના લોકોને કઈ વાર્તા કહી?
ઉત્તર
– ચંદાએ તેના નિશાળમાં માસ્તરે કહેલી ઉંદર-બિલાડીની વાર્તા ગામના લોકોને કહી.

(3) બધા ઉંદરોના મનમાં શી દ્વિધા હતી?
ઉત્તર
– બધા ઉંદરોના મનમાં બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય એ દ્વિધા હતી.

(4) ઉંદર-બિલાડીની વાર્તા કહીને ચંદાએ ગામના લોકો પર શો કટાક્ષ કર્યો?
ઉત્તર
- ઉંદર-બિલાડીની વાર્તા કહીને ચંદાએ ગામના લોકો પર શો કટાક્ષ કર્યો કે એ પૂંછડીવાળા ઉંદર ને તમે વગર પૂંછડીના!

(5) ચંદા કઈ શરતે સાંઢને નાથવા તૈયાર થઈ?
ઉત્તર
– ગામના લોકો મૂછો મૂંડાવે એ શરતે ચંદા સાંઢને નાથવાનું કામ કરવા તૈયાર થઈ.

(6) ચંદાએ તેના પિતા રયજી આગળ પોતાનો વિચાર શા માટે ન ફેરવ્યો?
ઉત્તર
- ચંદાએ તેના પિતા રયજી આગળ પોતાનો વિચાર ન ફેરવ્યો; કારણ કે એ જીવથી જશે તોય પિતાનો વંશ જવાનો નહોતો.

(7) સૂર્યનારાયણે આંખ ખોલતાં પૂર્વ દિશામાં શું છંટાયું?
ઉત્તર
- સૂર્યનારાયણે આંખ ખોલતાં પૂર્વ દિશામાં તેજપૂંજ છંટાયું.

(8) ચંદાના રક્ષણ માટે રયજીએ શું કર્યું?
ઉત્તર
– રયજી પોતાની દીકરી ચંદાના રક્ષણ માટે ભાલોડા લઈને નીકળ્યા.

(9) ચંદાનો જીવ ન જાય એ માટે ગામના લોકોએ શું કર્યું?
ઉત્તર
- ચંદાનો જીવ ન જાય એ માટે ગામના કેટલાક લોકોએ હાથમાં કામઠા ઉપર તીર તૈયાર રાખ્યાં હતાં.

(10) રયજીની નજર ચંદા અને આખલા ઉપર કઈ રીતે મંડાઈ હતી?
ઉત્તર
– જેમ અર્જુન લક્ષ્યપક્ષીનું માથું જ દેખતો હતો તેમ રયજીની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી.

(11) ચંદા સાંઢ આગળ કેવી રીતે બેઠી?
ઉત્તર
– જેમ પાળેલા પશુ આગળ માલિક બેસે એમ ચંદા સાંઢ આગળ બેઠી.

(12) ચંદા સાંઢની નજીક બેસીને શું કરવા લાગી?
ઉત્તર
- ચંદા સાંઢની નજીક બેસીને તેના કપાળ અને આંખ ઉપર હાથ ફેરવી, તેની સાથે ગેલ કરવા લાગી.

(13) આખલાને ઉધામા કરતો જોઈ ચંદાએ શું કર્યું?
ઉત્તર
– આખલાને ઉધામા કરતો જોઈ ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું.

(14) આખલો શા માટે નીચું જોઈ રહ્યો?
ઉત્તર
– પોતે છેતરાયો છે એ જાણીને આખલો શરમથી નીચું જોઈ રહ્યો.

(15) લોકોને નજીક આવતાં જોઈ ચંદાએ સત્તાવાહી સ્વરે શો હુકમ કર્યો?
ઉત્તર
- લોકોને નજીક આવતાં જોઈ ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો કે કોઈએ એને મારવાનો નથી.

(16) રયજીએ દીકરી ચંદાને ભેટીને શું કહ્યું?
ઉત્તર
– રયજીએ દીકરી ચંદાને ભેટીને કહ્યું, “બેટા! પુરુષથી ન થાય તે કામ આજે તેં કર્યું છે.”

(17) સાંઢને નાથ્યા પછી ચંદાએ તેના પિતાને શું કહ્યું?
ઉત્તર
- સાંઢને નાથ્યા પછી ચંદાએ ગામના લોકો પર કટાક્ષ કરતાં તેના પિતાને કહ્યું, “હું તો અહીં કોઈને પુરુષ દેખતી નથી.”

(18) ચંદાનો કટાક્ષ સાંભળી ગામના લોકોની શી હાલત થઈ?
ઉત્તર
– ચંદાનો કટાક્ષ સાંભળી ગામના લોકોને ભોંયમાં પેસી જવાનું મન થયું.

(19) ચંદાના પરાક્રમની વાતની તેની નાતમાં શી અસર થઈ?
ઉત્તર
– ચંદાના પરાક્રમની વાત તેની નાતમાં રામાયણ-મહાભારતની કથા બની ગઈ.

પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) રયજીનાં સંતાનોમાં છેલ્લી દીકરીનું નામ શું છે?
ઉત્તર
– ચંદા

(2) ગામમાં કયું તોફાની પ્રાણી આવ્યું હતું?
ઉત્તર
– સાંઢ

(3) તોફાની સાંઢના પગે ડહકલો નાખવાથી તે શું બની જાય?
ઉત્તર
– બકરી

(4) ચંદાએ પોતાનું પરાક્રમ જોવા જુવાનિયાઓને ક્યારે આવવાનું કહ્યું?
ઉત્તર
– ઊગતા સૂરજે

(5) ચંદાનું પરાક્રમ નિહાળવા કોણ ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો?
ઉત્તર
– સૂર્ય

(6) આખલાને શેનું ગુમાન હતું?
ઉત્તર
– એના બળનું

(7) ચંદાને શેનું ગુમાન હતું?
ઉત્તર
– જુવાનીનું

(8) ચંદાનો જીવ ન જાય એટલા માટે કેટલાક લોકોએ હાથમાં શું રાખ્યું હતું?
ઉત્તર
– તીર-કામઠા

(9) ચંદાએ કમરમાં શું ખોસ્યું હતું?
ઉત્તર
– છરો

(10) આ પાઠમાં આખલો અને સાંઢ જેવો ત્રીજો કયો શબ્દ વાપર્યો છે?
ઉત્તર
– વૃષભરાજ

(11) આખલો કોની જેમ બરાડ્યો?
ઉત્તર
– સિંહની જેમ

(12) સાંઢને નાથ્યા પછી ચંદાએ એની સામે કેવું હાસ્ય કર્યું?
ઉત્તર
– વિજયી

(13) ચંદાની નાતમાં તેની સ્ત્રીશક્તિની વાત કોની કથા જેવી થઈ પડી?
ઉત્તર
– રામાયણ-મહાભારત

પ્રશ્ન 6. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
(1) ................. ની જાત, એનો શો ભરોસો?
ઉત્તર
– જાનવર

(2) એ ................ વાળા ઉંદર, ને તમે વગર ............... ના!
ઉત્તર
– પૂંછડા, પૂંછડા

(3) ................ હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ.
ઉત્તર
– ચંદા

(4) ............... ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી.
ઉત્તર
– સૂર્યનારાયણે

(5) બળના અભિમાનમાં મસ્ત ................ દ્રષ્ટિ ઊંચી કરી.
ઉત્તર
– વૃષભરાજે

પ્રશ્ન 7. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) એક તોફાની, મદમસ્ત હાથી રખડતો-રખડતો ગામમાં આવી પહોંચ્યો.
ઉત્તર
– ખોટું

(2) પણ બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે.
ઉત્તર
– ખરું

(3) પણ બંધનમાં પડ્યા પછી પણ તેનું વીરત્વ કામ લાગ્યું.
ઉત્તર
– ખોટું

(4) રયજીનો જીવ પડીકે બંધાયો હતો.
ઉત્તર
– ખરું

(5) છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો.
ઉત્તર
– ખરું

પ્રશ્ન 8. નીચેનાં જોડકાં જોડો.

           વિભાગ ‘અ’                                        વિભાગ ‘બ’
(1) ટોળે વળેલા લોકો                     (1) પલાણેલો અશ્વ
(2) ચંદાની ચાલવાની છટા               (2) અર્જુનને દેખાતું લક્ષ્યપક્ષીનું માથું
(3) આખલા પાસે ચંદાનું બેસવું          (3) પાણી જતાં રહેલી ભીનાશ
(4) રયજીને દેખાતા ચંદા અને આખલો (4) પાળેલા પશુ આગળ માલિકનું બેસવું
(5) ચંદાના પગલાં                         (5) પાણીનો રેલો
(6) આખલા પાસેથી ચંદાનું ઊભા થવું (6) વગર પૂંછડાના ઉંદરો
(7) હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર  (7) ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા

ઉત્તર : (1) –> (6),(2) –> (5),(3) –> (4),(4) –> (2),(5) –> (3),(6) –> (7),(7) –> (1),

પ્રશ્ન 9. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો.
(1) ‘ત્યારે તો બકરી બની જાય.’
ઉત્તર
– આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે.

(2) ‘પણ ડહકલો નાખવા કોણ જશે?’
ઉત્તર
– આ વાક્ય ચંદા બોલે છે અને ગામના લોકોને પૂછે છે.

(3) ‘બેટા! પુરુષથી ન થાય તે કામ આજે તેં કર્યું.’
ઉત્તર
– આ વાક્ય રયજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે.

(4) ‘તમે પુરુષ દેખતા હો તો - હું તો કોઈને પુરુષ દેખતી નથી.’
ઉત્તર
– આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રયજીને કહે છે.

* અન્ય પ્રશ્નોત્તર *

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો.
1. પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તર : ‘સાંઢ નાધ્યો’ પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર છે.

2. ‘સાંઢ નાથ્યો’ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
(A) નવલકથાખંડ     

(B) નવલિકા
(C) લઘુનવલ
(D) ટૂંકીવાર્તા સાંઢ નાથ્યો

3. ‘સાંઢ નાથ્યો’ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર : 
‘સાંઢ નાથ્યો’ પાઠ જનમટીપ’ નવલકથામાંથી લેવામાં આવ્યો છે.

4.ચંદા એ રયજીનાં સંતાનોમાં....... હતી.
(A) પહેલી
(B) બીજી
(C) છેલ્લી     
(D) ત્રીજી

5. ચંદાના પિતાજીનું નામ જણાવો .
ઉત્તર :
 ચંદાના પિતાનું નામ રયજી હતું.

6. રયજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઊતર્યા હતાં. (✓ કે X )
ઉત્તર :
 √

7. ચંદાના લંબાવેલા હાથ પકડવાની હામ કેમ કોઈનામાં ન હતી?
ઉત્તર : 
ચંદાને પરણવાના કોડ નાતના જુવાનિયામાં ઘણાને હતા. પણ ‘સાંઢ નાથવા’નો વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો, ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ પકડવાની હામ કોઈનામાં ન હતી.

8. ગામમાં શી આફત આવી પડી?
ઉત્તર : 
એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો – રખડતો ગામમાં આવી ચડ્યો હતો. એને જોઈને સીમાડામાં જતાં ઢોર જીવ લઈને નાસતાં. દિવસે દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો. સાંઢ સીમનો પાક બગાડી નાખતો.પણ કોઈ ચુ કે ચાં કરી શક્યું નહિ. ગામમાં આ આફત આવી પડી હતી.

9. એક તોફાની, મદમસ્ત સાંઢ રખડતો – રખડતો ગામમાં આવી પહોંચ્યો. ( ✓ કે X)
ઉત્તર : 


10. ભેગા થયેલા ગામલોકોએ સાંઢથી બચવાનો કયો ઉપાય બતાવ્યો હતો?
ઉત્તર : 
ભેગા થયેલા ગામલોકોએ સાંઢથી બચવા સાંઢના પગે ડહકલો નાખવાનો ઉપાય બતાવ્યો.

11. “ત્યારે તો બકરી બની જાય.” – આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો.
ઉત્તર : 
ભેગા થયેલા લોકોમાંથી એક માણસ બોલે છે અને બીજા લોકોને કહે છે.

12. “પણ ડહકલો નાખવા કોણ જશે? આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો.
ઉત્તર : 
બોલ્યા વિના સાંભળતા એક વ્યક્તિએ ગામના બીજા લોકોને કહ્યું.

13. ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને........ કહેલી વાત સાંભરી આવી.
(A) શિક્ષકે     ✓

(B) આચાર્યશ્રીએ
(C) બહેનપણીએ
(D) વર્ગમિત્રોએ

14. ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા?
ઉત્તર : 
ગામના લોકો સાંઢને ડહકલો બાંધવા જતાં ડરતા હતા આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો. માત્ર અંદર અંદર વાતો કરતા હતા કે કોણ જાય છે? ત્યારે ચંદાએ ઉંદર – બિલાડીનો વાત સંભળાવી તેમને પૂંછડા વગરના ઉંદર કહ્યા.

15. ‘સાંઢને નાથવા’ બાબત લોકોને કયો ભય હતો?
ઉત્તર : 
સાંઢને નાથવા અંગે લોકોના મનમાં ભય હતો કે સાંઢને નાથવા જનારને તોફાની સાંઢ મારી નાખશે. જાનવરની જાતનો શો ભરોસો?

16. મને તમારી દયા આવે છે. (✓કેX)
ઉત્તર : 


17. ચંદા વે સાંજને નાથવા માટે કઈ શરત રાખી?
ઉત્તર : 
ગામના લોકો મૂછો મુંડાવે એ શરતે ચંદા સાંઢને થવાનું કામ કરવા તૈયાર થઈ.

18.ચંદા એ પોતાની શરતનું પાલન કરવાનું ક્યારે કર્યું?
(A) રાતે
(B) બપોરે
(C) ઉગતા સુરજે     
(D) સાંજે

19. સાંઢ નાથવા બાબતે ચંદા એ પિતાની દલીલ છતાં પોતાનો વિચાર કેમ ન ફેરવ્યો?
ઉત્તર :
 ચંદા એના પિતાજી હજી આગળ પોતાનો વિચાર ન ફેરવ્યો, કારણકે એ જીવથી જશે તોય પિતા નો વંશ જવાનો નહોતો.

20. ............ સમજાવટ છતાં ચંદા એકની બે ના થઈ.
(A) પિતાની     

(B) માતાની
(C) સરપંચની
(D) ગામલોકોની

21. રયજી કેમ નિરાશ થયો ?
ઉત્તર :
 ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રયજીએ ચંદાને ઘણી સમજાવી , પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો . આથી રયજી નિરાશ થયો.

22. કોનું પરાક્રમ નીરખવા સૂર્યનારાયણ ઉતાવળે ચઢી રહ્યા હતા?
(A) ચંદાનું     

(B) રયજીનું
(C) યુવાનોનું
(D) ગામના લોકોનું

23. સૂર્યનારાયણનું પુંજ ..... માં છંટાયું.
ઉત્તર : પૂર્વ

24. રયજી ચંદાના રક્ષણ માટે શું લઈને નીકળ્યો હતો?
(A) તલવાર
(B) બંદૂક
(C) ભાલોડાં
(D) ધારિયું

25. ગુમાન તો બંનેને હતું ? (✓ કે X)
ઉત્તર :
 √

26.ચંદાને પોતાની ...... નું ગુમાન હતું .
ઉત્તર : 
જવાની

27. આખલાને શેનું ગુમાન હતું?
(A) શરીરનું
(B) શિંગડાંનું
(C) બળનું          √
(D) પોતાના સ્વભાવનું

28. ચંદાનો જીવ ન જાય તે માટે ગામલોકો કઈ તૈયારી સાથે આવ્યાં હતાં?
ઉત્તર : ચંદાનો જીવ ન જાય એ માટે ગામના કેટલાક લોકો હાથમાં કામઠાં ઉપર તીર તૈયાર કરીને આવ્યા હતા.

29. ચંદા ને આવતી જોઈ હોવા છતાં વૃષભરાજની પ્રકૃતિમાં કેવી રીતે પરિવર્તન આવ્યું હતું?
ઉત્તર :
 ચંદા ને આવતી જોઈ હોવા છતાં બનો અભિમાની વૃષભરાજ ઊંચી દૃષ્ટિ કરીને તેને જોઈ રહ્યો. પુરુષને આજ થી અણીયાળી આંખે એ પણ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો. દૂરથી જ મનુષ્યને કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરીને પડી રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે, એના સૌંદર્યથી અંજાયો હતો? ગમે તેમ પણ આજે તેની પ્રકૃતિ માં પરિવર્તન આવ્યું હતું.

30. લોકોના ટોળામાં ગણગણાટ કેમ શરૂ થયો?
ઉત્તર : ચંદાએ આખલાની એક રાશવા છેટુ રહીને પોતાના ત્વરિત પગલા થંભાવી દીધા આ જોઇને ગામના લોકોને એમ લાગ્યું કે તે ડરી ગઈ. આથી ગણગણાટ શરૂ થયો.

31. રયજી નો જીવ પડીકે શા માટે બંધાયો?
ઉત્તર : 
ત્વરિત પગલા ઉપાડતી ચંદા ના પગ થંભી જતા ટોળામાં ગણગણાટ થવા માંડ્યો. કોઈને થયું,’આખરે બી ગઈ!’કોઈ હળવેથી બોલ્યુ, ‘એ તો મો એ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં એ ગુમાનમાં ત્યાં સુધી ગઈ!’ત્રીજું બોલ્યુ,’આખલાની વિકરાળ આંખો જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજુ?’આ ગણગણાટ સાંભળી નો જીવ પડીકે બંધાયો.

32. ચંદાને આખલા પર રયજીની નજર કેવી રીતે મંડાઇ હતી?
ઉત્તર : જેમ અર્જુન લક્ષ્યપક્ષીનુ માથુ જ દેખતો હતો તેમ રયજી ની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી.

33. આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો?
ઉત્તર : 
ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય તેમ આખલો પડ્યો પડ્યો તેને તાકી રહ્યો હતો. ચંદા હે તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી મનુષ્ય કે પશુઓ ને આવતો જુએ એટલે તેની પાછળ પડતો. પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાને એ સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે પછી એના સ્ત્રીશક્તિ અને સૌંદર્યથી અંજાયો હતો. ગમે તે કારણ હોય પણ આખલા એ ચંદા પર હુમલો ન કર્યો.

34. સ્પર્શ વાંચતો આખલો ......... ચહેરે તાકી રહ્યો.
ઉત્તર : 
દયામણા

35. આખલો જમીન પર મોં રાખીને શા માટે શાંતિથી સૂઈ રહ્યો હતો?
ઉત્તર : 
ચંદા આખલા ની પાસે બેસી હિંમતથી એના કપાળ પર અને આંખો ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. તેના કૂમળા હાથનો સ્પર્શ આખલાને ગમતો હતો. ચંદાના હાથનો સ્પર્શ તેના શરીરને સતત થતો રહે એ માટે આખલો ઊંચી ડોક જમીન ઉપર રાખીને નિરાંતે સૂતો હતો.

36. ચંદાએ સાંઢ ના પગે ડહકલો ગાળો ક્યારે ભેરવી દીધો?
ઉત્તર : 
આખલો નિરાંતે બેસી રહેતા ચંદા નો ભય જતો રહ્યો. તેણે માથે અને પગે હાથ ફેરવતા પગ વારાફરતી ઊંચા કરી જોયા. ચંદા ને ખાતરી થઇ ગઈ કે, આંખનો દયામણો બની ગયો છે, ત્યારે આ તકનો લાભ લઇ ચંદાએ સાંજના પગે ડહકલો ફેરવી દીધો.

37. ‘વધતો વિજય ઉગતી દયા ને ગળી ગયો.’ આપેલ વિધાન પાઠના આધારે સમજાવો.
ઉત્તર : 
તોફાની આખલાના કેરના કારણે લો કો જીવને લઈ નાસતા હતા ત્યારે ચંદાએ તેને નાથવાનું બીડું ઝડપ્યું. ચંદાએ કમરે છે. ખાસી જીવમાં હહકલો લઈને નીકળી આલા પાસે જઈ એની આંખમાં ત્રાટકે રચ્યું. આખલો તેનાથી અંજાઈ ગયો અને તેની સાથે કરવા. કાયે, ચંદાએ ડહ કલો પગમાં ભેરવી દીધો. આટલા ગરીબડા થયેલા આખલાને જોઈને ચંદાને દયા આવી. એને નાથવાની એ વિજથી છે. પાકે તેના કુમળા હાથનો સ્પર્શ સતત થતો રહે એ માટે એ નિરાંતે સૂઈ રહ્યો, એનાથી ચંદાનો ભય જતો રહ્યો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીન. તેના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ અને તેણે આખલાના પગમાં ડહકલો ભેરવી દીધો.

38. પગના બંધન અનુભવ્યા! પછી વૃષભ રાજ ક્યાં ઉતામાં મારી બેઠો?
ઉત્તર : 
પગના બંધન અનુભવ્યા પછી જાણે પાંજરામાં સિંહ તાડુકે એમ આખલો બરાડ્યો અને ઉધામા મારી બેઠો થયો. એણે દોડવા નો પ્રયત્ન કર્યો, પણ એના પગ સામે ખેંચાયા એટલે એણે બીજો બરાડો પાડ્યો.

39. પાઠ માં સાંઢ માટે બીજા કયા શબ્દો વપરાયા છે?
ઉત્તર :
 વૃષભ

40. ચંદા ની દ્રષ્ટિ અને વિજય હાસ્ય જોઈ વૃષભ શા માટે નીચું જોઈ રહ્યો?
ઉત્તર : 
ચંદા ની દ્રષ્ટિ અને વિજય હાસ્ય જોઈ છેતરાયેલો વૃષભ રાજ શરમનો માર્યો નીચું જઇ રહ્યો.

41. લોકોની નજીક આવી ચંદાએ સત્તાવાહી સ્વરે કયો હુકમ કર્યો?
ઉત્તર 
: લોકોની નજીક આવી ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો કે, કોઈ એને મારવાનો નથી.

42. ‘‘બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું” આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
ઉત્તર :
 આ વાક્ય રયજી બોલે છે અને ચંદા ને કહે છે.

43. રયજી એ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા શું કહ્યું?
ઉત્તર :
 રયજી એ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું, “આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી?”

44. “તમે પુરુષ દેખતા હો તો-હું તો કોઈને પુરુષ દેખતી નથી”આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે.
ઉત્તર :
 ચંદા બોલે છે અને તેના પિતા રયજી ને કહે છે.

45. ચંદા ના કયા કટાક્ષ થી લોકોને શરમના કારણે મરી જવાનું મન થયું?
ઉત્તર :
 ચંદાના આ કટાક્ષથી લોકોને શરમના કારણે મરી જવાનું મન થયું: “હું તો અહીં કોઈને પુરુષ દેખતી નથી.”

46.ચંદાના પરાક્રમની વાતની તેની નાતમાં શી અસર થઈ?
ઉત્તર :
 ચંદાના પરાક્રમની વાત તેની નાતમાં રામાયણ – મહાભારતની કથા બની ગઈ.

47.પાઠના આધારે ચંદાનું પાત્રાલેખન તમારી નોટબુકમાં કરો.
ઉત્તર :
 ચંદા એ રયજીનાં સંતાનોમાં સૌથી છેલ્લું સંતાન હતી. ચંદા ગુમાની આત્મવિશ્વાસ ધરાવતી નિર્ભય તેમજ ગામના ભલભલા પુરુષોને પોતાના પરાક્રમથી શરમાવી દે એવી છે. એને આખલા ની આંખ માં આંખ પરોવી કરેલું ત્રાટક , આખલાને આંજી દેતું એનું સૌંદર્ય તેનો કોમળ સ્પર્શ અને તેના બુદ્ધિચાતુર્યથી પરાસ્ત થયેલા સાંઢને નાથવામાં એને સફળતા મળે છે. આ પાત્ર દ્રારા લેખકે એક સબળા સ્ત્રીના અદ્ભુત પરાક્રમ પાસે પુરુષો ઝાંખા પડે એવી નારી શક્તિનો પરિચય કરાવ્યો છે.

48. તમારા ગામમાં આવો સાંઢ હોય, તો તેને નાથવા તમે શું કરો?
ઉત્તર
– મારા ગામમાં આવો સાંઢ હોય તો મારી શૂરવીર બહેનપણીઓને હાથમાં તીર-કામઠા લઈને સાંઢ ન દેખે તેમ ખૂણામાં ઊભી રાખું, જેથી જરૂર પડ્યે તેમની મદદ લઈ શકાય. પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં. ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવી તેના પર ત્રાટક કરું. તેના શરીર પર હેતથી હાથ ફેરવું. પછી હળવેકથી તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરું અને તેના બંને પગમાં ડહકલાનો ગાળો ભેરવી દઉં.

49. ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘૂસી આવે તો, તમે શું કરશો?
ઉત્તર
– મારા ઘરમાં હું એકલી સૂતી હોઉં અને ધીરેથી એક ચોર ઘરમાં ઘૂસી આવે તો હું ઘસઘસાટ ઊંઘી રહી છું એવો ડોળ કરીશ. પછી ચોર ચોરી કરવામાં મશગૂલ હશે ત્યારે હળવેકથી હું રસોડામાં જઈશ, ખાયણી ઉપાડી ચોર પગલે પાછી આવીશ અને પાછળથી તેના માથા પર જોરથી ખાયણી ફટકારીશ. ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ‘ચોર ચોર’ ની બૂમ પાડીશ.

* વ્યાકરણ *

પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) કોઢી
= કુહાડી
(2) કોટે = ગળે
(3) છટા = અદા, ખુમારી
(4) પુંજ = ઢગલો
(5) ગુમાન = ઘમંડ, ગર્વ
(6) કામઠું = ધનુષ્ય
(7) વિકરાળ = બિહામણું, ભયાનક
(8) ગજુ = હિંમત
(9) ચેતન = ચેતના, પ્રાણ
(10) ઉધામા = ધમપછાડા
(11)વૃષભ = સાંઢ
(12) પરિવર્તન = ફેરફાર
(13) ક્ષુલ્લક = તુચ્છ
(14) નેત્ર = નયન 
(15) ભરોસો = વિશ્વાસ
(16) નિશાળ = શાળા
(17) પાણી = જળ

પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
(1) તોફાની
* શાંત
(2) આનંદ * શોક
(3) પરાક્રમ * કાયરતા
(4) શક્તિ * અશક્તિ
(5) દ્રશ્ય * અદ્રશ્ય
(6) કુમળું * કઠોર
(7) વિજય * પરાજય
(8) સ્વર્ગ * નરક
(9) ઊંચું x નીચું
(10) યુવાન x ઘરડું 
(11) રક્ષણ x ભક્ષણ

પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો.
(1) બીલાડી
– બિલાડી
(2) પુછડું – પૂંછડું
(3) વ્રસભ – વૃષભ
(4) પ્રક્રતી – પ્રકૃતિ
(5) સત્તાવહિ – સત્તાવાહી
(6) કૂતુહલ – કુતૂહલ
(7) અભીમાન – અભિમાન
(8) દ્રષ્ટિ - દૃષ્ટિ
(9) સપરશ – સ્પર્શ
(10) અપસરા – અપ્સરા

પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો.
(1) સૂર્યનારાયણ
–> સૂર્ય એ જ નારાયણ – કર્મધારય
(2) વૃષભરાજ –> વૃષભોનો રાજા – તત્પુરુષ
(3) રામાયણ-મહાભારત –> રામાયણ અને મહાભારત – દ્વન્દ્વ

પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
(1) યમરાજા, અજિત, સાંઢ, વિકરાળ, ચંદા, મહાભારત, ભોંય
ઉત્તર
– અજિત, ચંદા, ભોંય, મહાભારત, યમરાજ, વિકરાળ, સાંઢ

(2) સાંઢ, ચંદા, ગુમાન, દૃષ્ટિ, બિલાડી, કુતૂહલ
ઉત્તર :
 કુતૂહલ, ગુમાન, ચંદા, દૃષ્ટિ, બિલાડી, સાંઢ

પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો.
(1) ઘણાઘણાને
– દ્વિરુક્ત
(2) પડ્યો-પડ્યો – દ્વિરુક્ત
(3) ગણગણાટ – રવાનુકારી
(4) વારાફરતી – દ્વિરુક્ત
(5) પંપાળવું – દ્વિરુક્ત
(6) ધીમેધીમે – દ્વિરુક્ત
(7) સામસામા – દ્વિરુક્ત
(8) જોતજોતામાં – દ્વિરુક્ત
(9) ખંખેરવું – દ્વિરુક્ત
(10) ગગડવું – રવાનુકારી

પ્રશ્ન 7. નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો.
(1) હામ ભીડવી
– હિંમત કરવી
વાક્ય : મૃગેશે બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે આવવાની હામ ભીડી.

(2) જીવ લઈને નાસવું – જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું
વાક્ય : સ્ટેશન પાસે બોમ્બ ફાટતાં લોકો જીવ લઈને નાસી ગયા.

(3) કેર વધવો – જુલમ કે ત્રાસ વધવો
વાક્ય : હાલમાં ભ્રષ્ટાચારીઓનો કેર વધી ગયો છે.

(4) ચૂં કે ચાં ન થવું – કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું
વાક્ય : પોલીસને જોતાં જ ચોર ચૂં કે ચાં ન થયો.

(5) ટેકો આપવો
– સમર્થન આપવું
વાક્ય : વર્ગમાં પ્રતીકને મોનિટર બનાવવાની વાતને બધા વિદ્યાર્થીઓએ ટેકો આપ્યો.

(6) રસ્તો કાઢવો – ઉપાય શોધવો
વાક્ય : પર્યટનમાં જવા માટે માને મનાવવા નિલેશે રસ્તો કાઢ્યો.

(7) એકના બે ન થવું – પોતાની વાતમાં મક્કમ રહેવું
વાક્ય : માએ સ્મિતાને ફિલ્મ જોવા જવાની ના પાડી, પણ એ એકના બે ન થઈ.

(8) જીવથી જવું – મૃત્યુ પામવું
વાક્ય : આજકાલ કેટલાંય બાળકો અચાનક ખુલ્લા બોરવેલમાં પડી જતાં જીવથી જાય છે.

(9) ઊંઘ ખંખેરવી – આળસ મરડવી, જાગી જવું
વાક્ય : વહેલી સવારનું વિમાન પકડવાનું હોવાથી મયૂર ઊંઘ ખંખેરીને જલદીથી ઊઠ્યો.

(10) આંખમાં આંખ પરોવવી – કોઈની સામે એકીટશે જોવું
વાક્ય : મા પોતાના નવજાત શિશુને આંખમાં આંખ પરોવીને જોયા કરે છે.

(11) અંજાઈ જવું – વશ થઈ જવું, પ્રભાવિત થઈ જવું
વાક્ય : શિક્ષક પ્રવીણની અદ્દભુત વાકછટાથી અંજાઈ ગયા.

(12) હાંજા ગગડી જવાં – બીકથી થથરી જવું
વાક્ય : વસ્તીમાં અચાનક દીપડો ઘુસી જતાં સૌના હાંજા ગગડી ગયાં.

(13) જીવ પડીકે બંધાવો – ભારે ચિંતા થવી, ભયભીત થવું
વાક્ય : નાનો નીલય અગાશી પરથી પડી જતાં માનો જીવ પડીકે બંધાયો.

(14) દયાને ગળી જવી
– નિર્દય થઈ જવું
વાક્ય : ખૂની પાસે એનો ગુનો કબૂલ કરાવવા માટે પોલીસ દયાને ગળી જાય છે.

(15) હુકમ માથે ચઢાવવો – આજ્ઞા સ્વીકારવી
વાક્ય : પિતાનો હુકમ માથે ચઢાવી હિતેશ લગ્ન કરવા તૈયાર થયો.

(16) ભોંયમાં પેસી જવાનું મન થવું
– ખુબ શરમાવવું, લાજવું
વાક્ય : રણજીતે ખૂન કર્યું છે એ જાણીને એના માબાપને ભોંયમાં પેસી જવાનું મન થયું.

પ્રશ્ન 8. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
(1) તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું
– ડહકલો
(2) સાપ, ઉંદર જેવાં પ્રાણીઓએ જમીન ખોતરીને બનાવેલું રહેઠાણ – દર
(3) વિવાદના મુદ્દાની રજૂઆત – દલીલ
(4) તીર કે તેનું પાનું, એક હથિયાર – ભાલોડું
(5) ગાડાના બળદોના દોરડાના જેટલું અંતર – રાશવા
(6) એક જ સ્થાને તાકીને મનને એકાગ્ર કરવાની હઠયોગની એક ક્રિયા – ત્રાટક
(7) યમલોકનો અધિષ્ઠાતા દેવ – યમરાજ

પ્રશ્ન 9. નીચે આપેલાં વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવો.
(1) તેને માસ્તરે કહેલી વાત સાંભરી આવી.
ઉત્તર
– સાદું વાક્ય

(2) રયજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા શાની?
ઉત્તર
– સંયુક્ત, સંકુલ વાક્ય

(3) સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા.
ઉત્તર
– સંયુક્ત વાક્ય

(4) એક વખતે જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે.
ઉત્તર
– સંકુલ, સંયુક્ત વાક્ય

(5) એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાય ગયો હતો?
ઉત્તર
– સંયુક્ત વાક્ય

(6) આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહિ.
ઉત્તર
– સાદું વાક્ય

(7) ચંદાને નીરખવા આખલો ઊંચો થવા ગયો. 
ઉત્તર : સાદું વાક્ય

(8) ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઊગતી દયાને ગળી ગયો. 
ઉત્તર : સંયુક્ત વાક્ય

(9) ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો.
ઉત્તર : સાદુવાક્ય

(10) સરસ ઉજાણી થાય. 
ઉત્તર : સાદું વોક્ય

પ્રશ્ન 10. નીચેના ત્રણેય રૂઢિપ્રયોગોનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો.
(1) હાંજા ગગડી જવા (2) જીવ પડીકે બંધાવો (3) ચૂં કે ચાં ન કરવું
ઉત્તર
– અચાનક વાઘને આવતો જોઈ સૌનાં હાંજા ગગડી ગયા અને સૌના જીવ પડીકે બંધાયા, કોઇથી ચૂં કે ચાં થયું નહિ.

પ્રશ્ન 11. ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને બે અક્ષરવાળા શબ્દોની યાદી બનાવો.
(1) ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા શબ્દોની યાદી :
ઉત્તર
– શ્રી, પી, બી, બૂ, રૂ, શી વગેરે.

(2) ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી બે અક્ષરવાળા શબ્દોની યાદી :
ઉત્તર
– કીર, ખીર, ખૂંટ, ગૂટી, ગૂઢ, ચીડ, ચૂડી, છીંક, છૂટ, તીડ, દૂર, ધૂમ, નીડ, પીડ, પુત્ર, વીણા વગેરે.