પાઠ-૧ . રોજ નિશાળે જઈએ

પ્રશ્ન ૧. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
1. પુલ કઈ બે મુખ્ય વસ્તુઓથી બનાવવામાં આવે છે ?
ઉત્તર : પુલ સિમેન્ટ અને લોખંડના સળિયાઓ બનાવવામાં આવે છે.

2.  વરસાદના દિવસોમાં બાળકો શાળાએ જવા માટે શાનો ઉપયોગ કરે છે ?
ઉત્તર :  વરસાદના દિવસોમાં બાળકો શાળાએ જવા માટે છત્રી કે રેઇનકોટ નો ઉપયોગ કરે છે.

3. બેટ દ્વારકાના વિસ્તારમાં બાળકો શાળાએ જવા હોડીનો ઉપયોગ શા માટે કરે છે ?
ઉત્તર : બેટ દ્વારકાના વિસ્તારો પાણીમાં હોવાથી ત્યાં રહેતા બાળકો શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે.

4. ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો કેવી રીતે શાળામાં જાય છે ?
ઉત્તર : ગામથી દૂર કે  ખેતરમાંથી આવતા બાળકો બળદગાડામાં બેસીને શાળામાં જાય છે.

5.  કઈ પરિસ્થિતિમાં છોકરીઓ સાઇકલ લઇને શાળામાં જાય છે ?
ઉત્તર :  ઘરથી શાળાનું અંતર વધુ હોય અથવા એક ગામથી બીજે ગામ ભણવા માટે શાળાએ જવાનું હોય ત્યારે છોકરીઓ સાઈકલ લઈને શાળાએ જાય છે.

6. શાળાએ જતા જંગલના રસ્તામાંથી પસાર થતા બાળકોને શું જોવા અને સાંભળવા મળે છે ?
 ઉત્તર :  શાળાએ જતાં જંગલના રસ્તામાંથી પસાર થતા બાળકોને જુદા જુદા પશુઓ અને પક્ષીઓ જોવા મળે છે અને તેમના જુદા જુદા અવાજ સાંભળવા પણ મળે છે .

7. જે લોકો જોઇ શકતા નથી , તેઓ કેવી રીતે વાંચી શકતા હશે ?
ઉત્તર : જે લોકો જોઇ શકતા નથી, તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે.આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે.

8. અંધ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે ?
ઉત્તર : અંધ (પ્રજ્ઞાચક્ષુ) વ્યક્તિ બીજાને તેનો અવાજ સાંભળીને કે તેને સ્પર્શ કરીને ઓળખી શકે છે.

9.  દિવ્યાંગ વ્યક્તિમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા જોવા મળે છે ?
ઉત્તર :  દિવ્યાંગ વ્યક્તિમાં હાથ-પગ ની વિકૃતિ , હાથ કે પગ કપાઈ જવો લકવો કે શરીરના અન્ય ભાગોની વિકલાંગતા જોવા મળે છે.

10.  મૂક-બધિર વ્યક્તિ  પોતાની વાત કેવી રીતે રજૂ કરે છે ?
ઉત્તર :  મૂક-બધિર વ્યક્તિ હાથની આંગળીઓના અને આંખોના ઈશારા કે હોઠોના હલનચલનથી પોતાની વાત રજૂ કરે છે.

પ્રશ્ન 2.  યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો:
1. નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર  ___ બાંધવામાં આવે છે.

2.  ઊંટગાડી નો ઉપયોગ ___  પ્રદેશમાં વધુ જોવા મળે છે.

3.  ____ ના રસ્તામાંથી પસાર થતા બાળકોને પશુ પંખી ના અવાજ સાંભળવા મળે છે.

4.  ____ પર રહેતા બાળકો પથરાળ રસ્તો પસાર કરીને શાળામાં ભણવા જાય છે.

5. અંધ ( પ્રજ્ઞાચક્ષુ ) માનવીને ચાલવામા સહાયરૂપ સાધન ___ છે.

6. બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા કેટલાક રાજ્યોમાં તારના દોરડા સાથે ___  બાંધીને આવન-જાવન કરવામાં આવે છે.

7. શાળા દૂર હોય ત્યારે બે પૈંડાવાળુ સાધન ___  ખૂબ જ ઉપયોગી બની રહે છે.

8. ઊંટગાડીને  ___ પેંડા હોય છે , જ્યારે બળદગાડાને _____  પેંડા હોય છે.

9. મૂક-બધિર વ્યક્તિ ___ ના ઇશારાથી પોતાની વાત સમજાવે છે.

ઉત્તર:  1. પુલ     2. રણ     3. જંગલ      4. ડુંગર
5. ઘંટડીવાળી સફેદ લાકડી   6. ટ્રોલી       7. સાઈકલ
8. ચાર , બે                   9. આંખ અને હાથની આંગળીઓ

પ્રશ્ન ૩. નીચેનાં  વિધાનો માંથી સાચાં  વિધાનો સામે [ ]અને ખોટાં વિધાનો સામે [ × ] ની  નિશાની કરો:

૧. રણ પ્રદેશમાં રહેતા લોકો ઘોડા ગાડીનો ઉપયોગ કરે છે.
[ × ]
૨. ‌ અંધ બાળકોને ભણવા માટે ખાસ પ્રકારની શાળાઓ હોય છે.
[ ]
૩. ‌ શાળામાં ભણવા માટે ચાલીને જ  જવું પડે.
[ × ]
૪.  ઊંટ નો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે.
[ ]
૫.   નદી પરથી આવ-જા  કરવા માટે થાંભલા બાંધવામાં આવે છે.
[ × ]
૬. ‌ મૂક- બધિર વ્યક્તિ જોઈ શકતી નથી.
[ × ]
૭.   સમુદ્રના પાણી પર ઝડપી મુસાફરી કરવા માટે સ્ટીમર ખૂબ જ ઉપયોગી છે.
[ ]
૮.   દિવ્યાંગ બાળકો સામાન્ય શાળામાં ભણી શકે છે.
[ ]

પ્રશ્ન ૪. બંધ બેસતા  જોડકાં રચો:

વિભાગ ' '            વિભાગ   ''

(૧)  હોડી.                (અ) સમુદ્રમાર્ગે માલસામાનની હેર ફેરમાટે
(૨)  પુલ.                (બ) ‌બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે
(૩) ઉડન ખટોલા.        (ક) જંગલમાંથી રસ્તો પસાર કરવા માટે
(૪) સ્ટીમર.               (ડ) પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર માટે
                                     (ઈ) નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે

ઉત્તર : (૧-ડ), (૨-ઈ), (૩-બ), (૪-અ)
પ્રશ્ન ૫ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ [    ] મા લખો.

1. ઘરથી શાળા દૂર હોય ત્યારે નાના બાળકો શાળાએ જવા નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે ? [  બ ]
 અ.  બસ           બ.  રીક્ષા          ક.   સાઈકલ        ડ.  સ્કૂટર

2.  નદી પસાર કરવા તેના પર શું બનાવવામાં આવે છે ?     [    ]
 અ. ડામરનો રસ્તો               બ. દોરડાનો રસ્તો
 ક. પુલ                          ડ. લાકડાનો રસ્તો

3.  લોકો નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે કયા વાહનનો ઉપયોગ કરે છે ?               [  અ ]
અ. હોડીનો           બ. સાઈકલનો       ક. રીક્ષાનો       ડ. બસનો

4. રણપ્રદેશમાં શાળામાં જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે ?         [   ]
અ. બળદગાડું                           બ. ઊંટગાડી 
ક.  ઘોડાગાડી                           ડ.  સાઈકલ

5.  ખેતરમાંથી પાક ઉત્પાદન ને માર્કેટમાં લઈ જવા માટે ગામડાના લોકો મોટે ભાગે કયા વાહનનો ઉપયોગ કરે છે ?        [   ]
અ.  ઘોડાગાડીનો                      બ.   સાઈકલનો
ક.   બળદગાડાનો                     ડ.   બસનો

6.  કેટલાક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા કયું વાહન આપવામાં આવ્યું છે ?                [   ]
અ. સ્કૂટર                              બ. મોટરસાઈકલ
ક.  બસ                               ડ.  સાઈકલ

7.   ડુંગરની ટેકરી પરથી શાળામાં જવાનો રસ્તો કેવો હોય છે ?          [   ]
 અ.  કાંટાળો હોય છે.                 બ. પથરાળ હોય છે.
 ક.   કાદવ વાળો હોય છે.            ડ.  રેતીવાળો હોય છે.

8.  જંગલમાંથી પસાર થતા હોય ત્યારે શાળાના અવાજ સાંભળવા મળે છે ?                  [   ]
અ.  રેલગાડીના                       બ.  બસના
ક.   રિક્ષાના                           ડ.   પશુ- પંખીના

9. અપંગ માણસ હરવા-ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે ?          [   ]
અ.  ઘંટડીવાળી સફેદ લાકડીનો       બ. રીક્ષાનો
ક.   વ્હીલચેરનો                       ડ. સ્કુટરનો

10.  વધુ વરસાદવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીથી ભરાઇ જતાં હોવાથી ત્યાં કેવા પ્રકારના પુલ બનાવવામાં આવે છે ?                  [    ]
અ.   સિમેન્ટના                       બ. વાસના
ક.    ડામરના                         ડ.  રેતીના