પ્રકરણ 15 આપણું પર્યાવરણ
પ્રશ્ન- 1 પર્યાવરણ એટલે શું?
જવાબ-: સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. સંબંધિત અને એકબીજા પર આધારિત છે .
પર્યાવરણના વિવિધ ઘટકો ( જૈવિક અને અજૈવિક ) આંતર સંબંધીત અને એકબીજાપરઆધારિત છે.આથી આ ઘટકો ની સમતુલા પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે. પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા , ભૂમિ - પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતાં રહે છે . તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ બદલાય છે . પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે .
પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે.
પ્રશ્ન-૨ ટૂંકનોંધ લખો: નિવસનતંત્ર
જવાબ: બધા સજીવો ( સૂક્ષ્મ જીવો , વનસ્પતિઓ અને માનવ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસનતંત્ર કહે છે .
વિશિષ્ટતાઓ :
( 1 ) નિવસનતંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે .
( 2 ) નિવસનતંત્રમાં સજીવો (વનસ્પતિઓ , પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો ) તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે .
( 3 ) દરેક નિવસનતંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે .
( 4 ) દરેક નિવસનતંત્ર અન્ય નિવસનતંત્ર સાથે ભળી જાય છે .
પ્રશ્ન-3 બગીચા ( Garden ) ને નિવસનતંત્ર શા માટે ગણવામાં આવે છે ?
જવાબ : એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાઓથી નિવસનતંત્ર રચાય છે.
બગીચામાં વિવિધ વનસ્પતિઓ જેવી કે , ઘાસ , વૃક્ષ , ગુલાબ , મોગરો , સૂર્યમુખી વગેરે જેવા સપુષ્પી છોડ તેમજ વિવિધ પ્રાણીઓ જેવાં કે ; દેડકાં , ખિસકોલી , કાચિંડા , કીટકો , પક્ષીઓ વગેરે જોવા મળે છે. બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તેમની વૃદ્ધિ , પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનીજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે. આથી બગીચાને નિવસનતંત્ર ગણવામાં આવે છે.
પ્રશ્ન-4 નિવસનતંત્ર ના ઘટકો સમજાવો.
જવાબ: દરેક નિવસનતંત્ર મુખ્ય બે ઘટકો ધરાવે છે :
(1) અજૈવિક ઘટકો : નિવસનતંત્રના બધા જ નિર્જીવ ઘટકો સમાવિષ્ટ છે. અજૈવ ઘટકો તરીકે ભોતિક ઘટકો જેવા કે; તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનીજ દ્રવ્યો વગેરેનો સમાવેશ થાય છે.
(2) જૈવિક ઘટકો : નિવસનતંત્રના બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. સજીવોના તેમની ખોરાક મેળવવાની પદ્ધતિને આધારે ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકોના સમૂહ છે.
(I) ઉત્પાદકો: આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલ ની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકેપ્રકાશસંશ્લેષણ બેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ, અને બધી જ લીલી વનસ્પતિઓ
(II) ઉપભોગીઓ: જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગીઓ કહે છે. ઉદાહરણ તરીકે ક્લોરોફિલવિહીન અને વિષમપોષી સજીવો.(III) વિઘટકો: જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થો માં વિઘટન કરતાં સજીવોને વિઘટકો કહે છે. ઉદાહરણ તરીકે કેટલાક બેક્ટેરિયા અને ફુગ
પ્રશ્ન-5. આહાર શૃંખલા અને પોષકસ્તરો સમજાવો.
જવાબ-: નિવસનતંત્રના સજીવો તેમની ખોરાક - જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે . ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહારશૃંખલાની રચના કરે છે . આહારશૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. આહારશૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર ચરણની હોય છે.
આહાર શૃંખલાના દરેક ચરણ, તબક્કે કડી પોષક સ્તર ની રચના કરે છે.
ઉત્પાદકો ( સ્વયંપોષીઓ ) પ્રથમ પોષક સ્તરે હોય છે. તેઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર - ઊર્જાનું શોષણ કરી , તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઊર્જામાં સ્થાયીકરણ કરે છે. ઉપભોગીઓ (વિષમપોષીઓ ) ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઊર્જા મેળવે છે.
તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર, નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે.
પ્રશ્ન-6. આહારજાળ સમજાવો.
જવાબ: સજીવો તેમની ખોરાક ( આહાર ) ની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહારશૃંખલા બનાવે છે. વિવિધ નિવસનતંત્રો પૈકી દરેક નિવસનતંત્ર આગવી આહારશૃંખલા ધરાવે છે.
કુદરતમાં પ્રાણીઓના આહારસંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. વિવિધ આહારશૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે.
આથી એક સીધી આહારશૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. આમ, આહારશૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે. તેને આહારજાળ કહેવામાં આવે છે.
પ્રશ્ન-7 ટૂંકમાં સમજાવો જૈવિક વિશાલન.
જવાબ: સજીવો તેમની આહાર ( ખોરાક ) ની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહારશૃંખલાની રચના કરે છે.
આ આહારશૃંખલા દ્વારા ઊર્જા અને પોષક દ્રવ્યો ક્રમશ: ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. જો નિવસનતંત્રના જેવા ઘટકોમાં કોઈ જેવા અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે, તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશ: વધારો થતો રહે છે.
કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્રોતમાં ભળે છે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ અને માંસાહારીઓના શરીરમાં પ્રવેશે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. તેને જૈવિક વિશાલન ઘટના કહે છે.
પ્રશ્ન-8 ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે ? ઓઝોન સ્તરની અગત્ય જણાવો.
જવાબ: ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર ( સ્ટ્રેટોસ્ફિયર ) માં આવેલું છે. - ઓઝોન ( 03 ) નો અણુ ઑક્સિજનના ત્રણ પરમાણુઓથી બને છે.ઓક્સિજન ( 02) ના અણુ પર પારજાંબલી ( UV ) વિકિરણોની અસરથી ઓઝોન બને છે.
ઊંચી ઊર્જાવાળાં પારજાંબલી વિકિરણો ઑક્સિજન ( O2 ) અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઑક્સિજન ( O ) પરમાણુ બનાવે છે. ઑક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઑક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે.
O2 → O + O
O+O2 →O3(ઓઝોન)
ઓઝોન સ્તરની અગત્ય: સૂર્યમાંથી આવતાં પારજાંબલી ( UV ) વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટેકી લંબાઈ ધરાવતાં પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આમ, પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.
જવાબ : અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજવસ્તુઓને કચરો કહે છે . કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે :
(1) ઘન કચરો : રસોડાના કચરામાં શાકભાજી , ફળ , છાલ , હાડકાં વગેરે. આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પૉલિથીનનો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે.
(2) પ્રવાહી કચરો : ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે.
વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે છે :
( 1 ) જૈવ - વિઘટનીય કચરો : જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ - વિઘટનીય કચરો કહે છે. દા.ત. શાકભાજી, ફળ, કાગળ વગેરે.
( 2 ) જૈવ અવિઘટનીય કચરો : જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. દા. ત. કાચ, પ્લાસ્ટિક, પૉલિથીન, ધાતુ વગેરે.
1 Comments
Nice
ReplyDelete