પાઠ -1 પૂનમે શું જોયું ?
સ્વાધ્યાય
★ નીચેના માટે સાચો વિકલ્પ પર શોધી તેનો જવાબ લખો.
1. જમીન એક પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે ?
(અ) માછલી (બ)જળસાપ (ક) દેડકો
જવાબ - દેડકો
2. સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
(અ) ગરોળી (બ)ખિસકોલી (ક)સાપ
જવાબ- સાપ
3. ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે ?
(અ) વાંદરો (બ) બિલાડી (ક)વાઘ
જવાબ-વાંદરો
4. ઊધઈના રહેઠાણ ને શું કહે છે ?
(અ)દર (બ)રાફડો (ક)બોડ
જવાબ- રાફડો
5. લાંબી પૂંછડી વાળુ પ્રાણી કયું છે ?
(અ) ચામાચીડિયુ (બ)હાથી (ક) ભેંસ
જવાબ- ભેંસ
6. રાતે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે ?
(અ) પોપટ (બ) ઘુવડ (ક) બકરી
જવાબ- ઘુવડ
7. ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે ?
(અ) કરોળિયો (બ) મધમાખી (ક)કીડી
જવાબ- કીડી
8. આઠ પગવાળુ પ્રાણી કયું છે ?
(અ)માખી (બ) કરોળિયો (ક) વંદો
જવાબ- કરોળિયો
★ નીચેની ખાલી જગ્યા પૂરો.
1. ઝાડના મૂળનાં ભાગમાં દર બનાવીને રહેનાર પ્રાણી ________છે.
જ. કીડી
2. કુઉ-કુઉ અવાજ કાઢનાર પ્રાણી_________ છે.
જ. કોયલ
3. દિવાલના ખૂણામાં જાડુ ગૂંથીને રહેનાર પ્રાણી ________ છે.
જ.કરોળિયો
4. વૃક્ષોના_________ મા પ્રાણીઓ આરામ કરે છે.
જ. છાંયડા
5. __________પાણી પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં રાખે છે.
જ. કાંગારું
6. હાથી _________વડે પાણી પીવે છે
જ.સૂંઢ
7. ઝાડ ઉપર ઊંડું લટકનાર પ્રાણી __________છે.
જ. ચામાચીડિયાં
8. રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ___________છે.
જ. ઊંટ
★ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
1. ગાય જંગલમાં રહેનાર પ્રાણી ગણાય છે. | × |
2. દેડકો જમીન અને પાણી બની રહી શકે છે. | ✓ |
3. વાંદન અને છ પગ હોય છે. | ✓ |
4. સાપ રાત્રે જોઈ શકનાર પ્રાણી છે. | × |
5. ચામાચીડિયું ઊડી શકતું નથી. | ✓ |
6. બધા જ પ્રાણીઓ ઘાસ ખાઈને જીવન પસાર કરે છે. | × |
7. ઉંટને રણનું વાહન કહેવામાં આવે છે. | ✓ |
8. મનુષ્ય સસ્તન વર્ગ પ્રાણી છે. | ✓ |
★ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો.
1. તમે કયા કયા પ્રાણીઓ ને જોયા છે ?
જ. મેં ગાય, ભેંસ, બળદ ,ઘોડો, બકરી ,ચકલી ,કૂતરો, પોપટ,મોર ,સાપ, મધમાખી ,મચ્છર ,કાગડો ,ગધેડો પ્રાણીઓ જોયા છે.
2. કયા કયા પ્રાણીઓ સરકીને ચાલે છે ?
જ. સાપ, અજગર, અળસિયું જેવા પ્રાણીઓ સરકીને ચાલે છે.
3. આકાશમાં ઉડતા પ્રાણીઓ કયા કયા છે ?
જ. કાગડો ,ચકલી,પોપટ,કોયલ, કાબર ,અને ચામડી જેવા પ્રાણીઓ આકાશમાં ઊડી શકે છે.
4. જમીન પર રહેનારા પ્રાણીઓ કયા કયા છે?
જ. ગાય-ભેંસ,બળદ,સસલુ,કૂતરો ઉંદર,બિલાડી,બકરી વગેરે પ્રાણીઓ જમીન પર રહેનારા પ્રાણીઓ છે.
5. રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતા પ્રાણીઓ કયા છે?
જ. રાત્રિના સમયે ખોરાક શોધવા નીકળતી પ્રાણીઓ અને ચામાચીડિયું છે.
6. ઝાડ ના થડ માં બખોલ બનાવી રહેનાર પ્રાણીઓ કયા કયા છે?
જ. ઝાડ ના થડ માં બખોલ બનાવી રહેનાર પ્રાણીઓ ખિસકોલી અને લકડખોડ છે.
7. ઠેકડા મારી ને કયા કયા પ્રાણીઓ ચાલે છે?
જ. ઠેકડા મારીને ચાલતા પ્રાણીઓ ડેડકો,સસલું,કાંગારૂ વગેરે છે.
8. લાંબી પૂંછડી વાળા પ્રાણી કયા કયા છે.
જ. વાદરો,ગાય,ભેંસ,બળદ,મોર વગેરે પ્રાણીઓ લાંબી પૂંછડી વાળા પ્રાણીઓ છે.
9. માથે શિંગડા હોય તેવા પ્રાણીઓ કયા છે.
જ. ગાય,ભેંસ,બળદ ને માથે શિંગડા હોય છે.
★ નીચેની બાબતો અનુલક્ષીને પ્રાણીઓના નામ લખો.
1. ઉડી શકે તેવા પ્રાણી:
ચકલી કાબર કબૂતર.
2. પગથી ચાલી શકે તેવા :
ઘોડો, ગાય,બકરી.
3. પેટે ઘસડાઈને ચાલી શકે તેવા :
સાપ સસલું,ગડોડી,અળસિયું.
4. કૂદકા મારીને ચાલી શકે તેવા :
દેડકો સસલુ,કાંગારૂ,વાદરો.
5. પૂછડી હોય તેવા :
કૂતરા.બિલાડી વાંદરો.
6. માથે શિંગડા હોય તેવા :
ગાય,ભેંસ બળદ.
7.દિવાલ પર ચાલી શકે તેવા :
ગરોળી કીડી,મકોડો.
★ બંધબેસતા જોડકા રચો.
વિભાગ-અ વિભાગ-બ
1. જાડુ બનાવનાર. દેડકો.
2. ડાળીઓ પર રહેનાર. કીડી
3. થડ પર જોવા મળે. અજગર
4. કૂદકા મારીને ચાલનાર. કરોળિયો
5. સરકીને ચાલનાર. કાચિંડો
ઉત્તર
(1)કરોળિયો (2)કાચિંડો (3)કીડી
(4) દેડકો (5)અજગર.
0 Comments