પ્રકરણ 1 આપણી આસપાસ માં દ્રવ્ય
નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો
પ્રશ્ન 1 ગલનબિંદુ એટલે શું?
જવાબ- જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ ની પ્રવાહી પદાર્થોમાં રૂપાંતરથાય છેતે તાપમાનેતે પદાર્થનું ગલનબિંદુ કહે છે.
પ્રશ્ન-૨. ઉત્કલનબિંદુ એટલે શું?
જવાબ – જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી પદાર્થોનું વાયુ પદાર્થોમાં રૂપાંતર થાય છે તે તાપમાને તે પદાર્થનું ઉત્કલનબિંદુ કહે છે.
પ્રશ્ન 3 બાષ્પીભવન એટલે શું?
જવાબ-ઉત્કલનબિંદુ થી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ માં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે.
પ્રશ્ન 4 બાષ્પીભવન ને અસર કરતા પરિબળો જણાવો.
જવાબ-1-સપાટીનું સંપર્ક ક્ષેત્રફળ
2-તાપમાન
3-પવનની ઝડપ
4-ભેજની માત્રા માં ઘટાડો થવો
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.
પ્રશ્ન 1 બાષ્પીભવન ને કારણે ઠંડક કેવી રીતે ઉદભવે છે?
જવાબ-ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાંદરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાનેપુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું ઓ શોષણ કરે છે. જેને લીધે આસપાસ ઠંડક ઉદભવે છે.
પ્રશ્ન ૨ ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય છે?
જવાબ-જ્યારે આપણે ઠંડું પાણી ભરીએ છીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ દેખાય છે. હવામાં રહેલપાણીની બાષ્પનીઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાનું લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થા માં ફેરવાઈ જાય છે જે આપણને પાણીના ટીપાના સ્વરૂપમાં દેખાય છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો.
પ્રશ્ન 1 દ્રવ્યનો ભૌતિક સ્વભાવ સમજાવો.
- દ્રવ્ય કણોનું બનેલું છે. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકો દ્રવ્ય વિષે બે વિચારધારા ધરાવતા હતા. જેમાં એક સમૂહ એમ માનતો હતો કે,દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે .જયારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના-નાના કણોનો બનેલો છે . આ પ્રશ્નોના ઉતર મેળવવવા માટે એક પ્રવૃત્તિ જોઈએ.
- જયારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે મીઠાના કણો અદ્રશ્ય થઈ જાય છે.જે દર્શાવે છે,કે પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનોમાં મીઠાના કણો સમાય જાય છે . આમ દ્રવ્ય એ કણોનું બનેલું છે.
- દ્રવ્યના આ કણો એટલા સુક્ષ્મ હોય છે જ આપણી કલ્પનાની બહારના છે.
પ્રશ્ન 2 દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. સમજાવો.
- વર્ગમાં કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબતી મુકતા તેની સુગંધ લેવા તેની નજીક જવું પડે છે.જયારે સળગાવેલી અગરબતી મુકવામાં આવે ત્યારે તેની ગંધ આખા વર્ગમાં ફેલાઈ જાય છે
- પાણીમાં શાહીનું ટીપું ઉમેરતા તે ઝડપથી તેમાં ફેલાય જાય છે .
- આ બાબતો પરથી કહી શકાય કે દ્રવ્યના કણો સતત ગતિ શીલ હોય છે .
- એટલેકે તે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા દ્રવ્યના કનોની ગતિ ઉર્જા વધે છે.
3. દ્રવ્યના કણો એકબીજા સાથે શાના વડે જોડાયેલા હોય છે?
- દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે. આ બળ કણોને એકબીજા સાથે જકડી રાખે છે.
- દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતા બીજા દ્રવ્યમાં અલગ હોય છે.
- ઉદા .લોખંડ ની ખીલી ,ચોકનો ટુકડો અને રબર વગેરે ને હથોડી વડે, કાપીને,ખેચીને તોડવાનો પ્રયાસ કરો.
- દરેક વસ્તુને ચોક્કસ આકાર, ચોક્કસ સીમા ,અને ચોક્કસ કદ હોય છે.એટલેકે અવગણી શકાય તેવું સંકોચન છે.
- ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે,તેના પર બળ લગાવતા તે તૂટી શકે છે , પરંતુ તેના આકાર માં ફેરફાર થવો મુશ્કેલ છે.
- તે દ્રઢ હોય છે.
- ઉદા. બાહ્ય બળ લગાવતા રબરબેન્ડનો આકાર બદલાય છે.અને બાહ્ય બળ દુર કરતા તે પુનઃ પોતાનો મૂળ આકાર ધારણ કરે છે. અતિશય બળ લગાવવાથી રબરબેન્ડ તૂટી જાય છે.
- મીઠું અને ખાંડને આપણા હાથમાં રાખિયે કે પછી કોઈ રકાબી કે બરણીમાં રાખીએ તો પણ તેના સ્ફટીકોના આકાર બદલાતા નથી.
- વાદળી માં ખુબજ નાના છિદ્રો હોય છે.જેમાં હવા ભરાયેલી હોય છે.જયારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નિકળે છે, જેને કારણે તેનું સંકોચન થાય છે.
5. દ્રવ્યની પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો.
- પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી ,પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે.
- તેને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે .
- તે વહનશીલતાનો ગુણ ધરાવે છે. તેથી જ તેનો આકાર બદલાય છે,એટલે જ પ્રવાહી સખત નહિ પરંતુ તરલ હોય છે .
6. પ્રવાહીમાં પ્રસરણ સમજાઓ.
- ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે.
- વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે .
- ઉદા.વાયુઓ ખાસ કરીને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે આવશ્યક છે.
- ઘન,પ્રવાહી,અને વાયુ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે.
- ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે.
- પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે .એટલેકે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છુટા છવાયા ગોઠવાય છે.
- ઘન તેમજ પ્રવાહી કરતા વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય છે .
- વાયુના કણોની ગતિ ઝડપી હોવાના કારણે તેનો પ્રસરણદર વધુ હોય છે.
- વાયુનું અન્ય વાયુમાં પ્રસરણ પણ ઝડપી થાય છે.
- વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત હોય છે.
8. ઘન પદાર્થ પર તાપમાનના ફેરફારની અસર વર્ણવો .
- ઘન પદાર્થોનું તાપમાન વધારતા તેના કણોની ગતિઉર્જા વધે છે. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે ઉષ્મા દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળ ને નબળું પાડે છે .જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડી ને ગતિ કરવા લાગે છે. એક અવસ્થા એવી આવે છેકે જયારે ઘન પદાર્થ પીગળી ને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામે છે
- જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળી ને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે.
- કોઈ પણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેનાં આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે.
- બરફનું ગલન બિંદુ ૨૭૩.૧૫K છે. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન પણ કહે છે.
- ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન આપણે અવલોકન કરી શકીએ કે ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી ,બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપર વટ જઈને દ્રવ્યની અવસ્થા ને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે પરંતુ તાપમાનમાં કોઈપણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જા ને શોષી લે છે એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકો માં છુપાયેલી હોય છે જેને ગુપ્તા ઉષ્મા કહે છે અહીં ગુપ્તા ઉષ્માનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે.
૧૦. ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું?
- પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા ને ગલનગુપ્ત ઉષ્મા કહે છે એટલે કે ૦°C(૨૭૩K) તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતા વધુ હોય છે.
૧૧. પ્રવાહી પદાર્થ પર તાપમાનની અસર વર્ણવો.
- જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલનબિંદુ કહે છે. ઉત્કલનબિંદુ જથાત્મક ઘટના છે, પ્રવાહીના તમામ કણો એટલી ઉર્જા પ્રાપ્ત કરી લે છે કે તેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે.
- પાણી માટે આ તાપમાન 373K (૧૦૦°C=273+100=373K) છે.
૧૨. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું?
- પદાર્થના ઉત્કલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા ને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે.
- 373K તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતા વધુ ઉર્જા હોય છે આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઊર્જા શોષી લીધી છે.
- તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કેલ્વિન (K) છે.
- ૦°C=273.15K થાય છે.
- સરળતા ખાતર આપણે ,૦°C=273K લઈએ છીએ.
- તાપમાન નું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસ માં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે અને અંશ સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવા આપેલ તાપમાનમાં 273 ઉમેરવામાં આવે છે
14. ઉધ્વપાતન એટલે શું? સમજાવો.
- પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉધ્ર કહે છે.
- ઉદાહણરૂપે કપૂર ને ગરમ કરતા તેનું સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે.
૧૫. નિક્ષેપન એટલે શું?
- પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થામાંથી સીધે સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નિક્ષેપન કહે છે.
૧૬. દ્રવ્ય પર દબાણની અસર વર્ણવો.
- ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાના કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે.
- દબાણ વધારવાથી દ્રવ્યના કણોને વધુ નજીક લાવી શકાય છે.
- દબાણ વધારવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન થઈ શકે છે.
- ઉદાહણરૂપે ઘન કાર્બન ડાયોક્સાઇડ ને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે તે જ કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડ ને સુકો બરફ કહે છે.
18. વાયુનું દબાણ માપવા માટેના એકમ જણાવો.
- વાયુનું દબાણ માપવા માટે નો એકમ વાતાવરણ(atm) છે. દબાણનો SI એકમ પાસ્કલ(pa) છે.
- 1atm = 1.01×10^5pa છે.
- વાતાવરણમાં હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે.
19. બાષ્પીભવન એટલે શું ઉદાહરણ સહિત સમજાવો.
- ઉત્કલનબિંદુ થી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે.
- ઉદાહરણ રૂપે પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થાય છે
- ભીના કપડા ખુલ્લા વાતાવરણમાં સુકાઈ જાય છે
- આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિજ ઉર્જા હોય છે પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણોને કેટલેક અંશે એટલી વધુ ગતિજ ઊર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે અને વાયુમાં રૂપાંતર થઈ જાય છે
1.સપાટીનું ક્ષેત્રફળ
- બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવન નો દર પણ વધે છે જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સુકવીએ છીએ.
2. તાપમાનનો વધારો
- તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે.
- હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતા વધુ પાણીની બાષ્પ પર રહી શકે નહીં જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધારે હોય તો બાષ્પીભવન નો દર ઘટી જશે.
- વધુ પડતા પવનમાં કપડા ઝડપથી સુકાઈ જાય છે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે.
- બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે
- ઉદા. ૧)એસિટોન ને હથેળી પર મુકતા હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે કારણ કે એસિટોનના કણ હથેળી કે તેની આસપાસ માટે ઉર્જા મેળવે છે અને બાષ્પીભવન પામે છે જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે.
- ૨) ખૂબ ગરમીના દિવસને અંતે લોકો પોતાની જાત અથવા ખુલી જગ્યા ઉપર પાણીનો છટકાવ કરે છે કારણ કે પાણીની બાષ્પીભવન ગુપ્તા ઉષ્મા ગરમ સપાટીને ઠંડી બનાવે છે.
- શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે જેનાથી આપણને ઠંડક મળે છે જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસ થી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે બાષ્પીભવન ગુપ્તા ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જા નું આપણા શરીરમાંથી શોષણ થાય છે અને શરીરને ઠંડક મળે છે જોકે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે છે.
- કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે હવામાં રહેલ પાણીની બાષ્પ ની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાના લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે જે આપણને પાણીના ટીપાના સ્વરૂપમાં દેખાય છે.
- તેને દ્રવ્યની ચોથી અવસ્થા માનવામાં આવે છે.આ અવસ્થા અતિશય ઉર્જા વાળા તેમજ અતિ ઉત્તેજિત કણો ધરાવે છે આ કણો આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં હોય છે ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર પ્લાઝમા હોય છે નિયોન બલ્બમાં નિયોન વાયુ અને ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ અથવા બીજો કોઈ વાયુ ભરેલ હોય છે વિદ્યુત ઉર્જા પસાર કરવાથી વાયુનું આયનીકરણ પામીને વીજભાર ગ્રહણ કરે છે વીજભાર ગ્રહણ કરવાને લીધે ટ્યુબ અથવા બલ્બમાં પ્રકાશ પ્લાઝમા તૈયાર થાય છે વાયુના સ્વભાવ અનુસાર પ્લાઝમામાં એક વિશેષ રંગ પ્રકાશિત થાય છે પ્લાઝમા ના કારણે જ સૂર્ય અને તારાઓ પ્રકાશ આપે છે સૂર્ય અને તારાઓમાં પ્લાઝમા ઉત્પન્ન થવાનું કારણ તેમનું ઘણું જ ઓછું તાપમાન છે.
૨૫. બોઝ આઈન્સ્ટાઈન (BEC) સંઘટક એટલે શું?
- બોઝ આઈન્સ્ટાઈન સંઘટક ને દ્રવ્યની પાંચમી અવસ્થા તરીકે ગણતરી કરવામાં આવે છે. હવાની સામાન્ય ઘનતાના એક લાખમાં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાથી બોઝ આઈન્સ્ટાઈન સંઘટક તૈયાર થાય છે.
0 Comments