1. મનુષ્યમાં ......... સંવેદન ઇન્દ્રિયો હોય છે.
ઉત્તર : પાંચ

2. .......... ઇન્દ્રિયને સ્પર્શેન્દ્રિય કહે છે.
ઉત્તર :
ચામડી

3. જીભની મદદથી આપણે અવાજ કાઢી શકીએ છીએ.
ઉત્તર :
સાચું

4. કઈ ઇન્દ્રિયની મદદથી વસ્તુ જોયા કે સ્પર્શ કર્યા વગર પણ માત્ર ગંધથી ઓળખી શકાય છે?
ઉત્તર :
ઘ્રાણેન્દ્રિય (નાક)ની મદદથી વસ્તુ જોયા કે સ્પર્શ કર્યા વગર પણ માત્ર ગંધથી ઓળખી શકાય છે.

5. કીડી .......... ની મદદથી ગંધ પારખી શકે છે.
ઉત્તર :
એન્ટેના

6. કીડી પોતાના સાથીદાર અને દુશ્મનને અલગ તારવી શકે છે.
ઉત્તર :
સાચું

7. કીડી પોતાના જૂથની કીડીને કેવી રીતે ઓળખે છે ?

ઉત્તર : સુગંધથી

8. મનુષ્યની જેમ કીડી પણ સમૂહમાં રહે છે.
ઉત્તર :
સાચું

9. કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે?
ઉત્તર :
કીડી પોતાને મળેલો ખોરાક પોતાના દરમાં લઈ જાય છે.

10. કીડી પોતાને મળેલા ખોરાકનું શું કરે છે?
ઉત્તર :
કીડી પોતાને મળેલ ખોરાકને દર સુધી લઈ જાય છે અને ત્યાં વહેંચીને ખાય છે.

11. કીડીના માર્ગમાં આડશ મૂકવામાં આવે ત્યારે તે શું કરે છે?
ઉત્તર :
કીડીના માર્ગમાં આડશ મૂકવામાં આવે ત્યારે તે માર્ગ બદલીને અથવા આડશની ઉપર થઈને કે નીચેથી કે બાજુમાંથી પોતાના દર સુધી પહોંચે છે.

12. કીડી જ્યાં જાય ત્યાં પાછળ પોતાની સુગંધ છોડતી જાય છે.
ઉત્તર :
સાચું

13. એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે?
ઉત્તર :
એક કીડી જ્યાંથી પસાર થાય છે ત્યાં એ પોતાની ગંધ છોડતી જાય છે. તેને સૂંઘતી સૂંઘતી બીજી કીડીઓ તેની પાછળ પાછળ પહોંચી જાય છે.

14. .............. તેના માદા કીડાને તેની ગંધથી ઓળખી શકે છે.
ઉત્તર :
રેશમનો કીડો

15. રેશમનો કીડો તેના માદા કીડાને તેની સુગંધથી તે નજીક હોય તો જ સારી રીતે ઓળખી શકે છે.
ઉત્તર :
ખોટું

16. મચ્છર આપણને કેવી રીતે શોધી લે છે?
ઉત્તર :
મચ્છર માણસને માણસના પગની પાનીની ગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે.

17. કૂતરો બીજાં ફૂતરાંને કેવી રીતે ઓળખી લે છે?
ઉત્તર :
કૂતરો બીજાં કૂતરાને તેના પેશાબ અને મળની ગંધથી ઓળખી લે છે.

18. આપણા ઘરની ચોકી કરવામાં કૂતરાની સૂંઘવાની આવડત તેને કેવી રીતે મદદરૂપ થાય છે?
ઉત્તર :
આપણા ઘરની ચોકી કરતો કૂતરો આપણા ઘરના દરેક સભ્યના શરીરની ગંધ જાણતો હોય છે. તેથી જો કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો તેની અલગ ગંધ દ્વારા તે તેને ઓળખે છે અને ભસીને આપણને સાવધાન કરે છે.

19. મનુષ્ય કૂતરાની સૂંઘવાની આવડતનો કઈ રીતે ઉપયોગ કરે છે?
ઉત્તર :
મનુષ્ય કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ વિવિધ રીતે કરે છે :
(1) પોલીસ ચોરને પકડવા તથા ખોવાયેલી વ્યક્તિને શોધવા માટે
(2) બૉમ્બ મૂકવામાં આવ્યો હોય તો તે શોધવા તથા કાટમાળની નીચે દટાયેલ માણસને શોધવા માટે
(3) ઘરની ચોકી કરવા માટે કરે છે.

20. જેમની ઘ્રાણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય છે તેવાં પ્રાણીઓનાં ઉદાહરણ આપો.
ઉત્તર :
કીડી, મચ્છર, રેશમનો કીડો, કૂતરો, બિલાડી, વાઘ વગેરે પ્રાણીઓની ઘ્રાણેન્દ્રિય ખૂબ સતેજ હોય છે.

21. આપણને આપણી સુગંધની ઇન્દ્રિય ક્યાં ક્યાં મદદરૂપ બને છે?
ઉત્તર :
આપણને આપણી સુગંધની ઇન્દ્રિય સારી અને ખરાબ ગંધ, વિવિધ ચીજવસ્તુઓ, પ્રાણીઓ, ખાઘ્યસામગ્રી સારી છે કે બગડી ગઈ છે...વગેરે જાણવા મદદરૂપ બને છે. ગૈસ લીકેજ થતો હોય તો તે જાણવા, વસ્તુ બળતી હોય તો તે જાણવા વગેરે માટે મદદરૂપ બને છે.

22. એવી પાંચ વસ્તુઓનાં નામ લખો, જેની સુગંધ તમને ગમે છે. (નમૂનારૂપ જવાબ)
ઉત્તર :
ગુલાબ, મોગરો, ભીની માટી, ચમેલી, મહેંદી, રાતરાણી વગેરેની સુગંધ મને ગમે છે.

23. એવી પાંચ વસ્તુઓનાં નામ લખો, જેની સુગંધ તમને ગમતી નથી. (નમૂનારૂપ જવાબ)
ઉત્તર :
ઈંડાં, માંસ, પ્રાણીઓનાં મળ-મૂત્ર, કેરોસીન, પેટ્રોલ વગેરેની સુગંધ મને ગમતી નથી.

24. એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી?
ઉત્તર :
એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને ગમતી નથી તે માટે નીચે મુજબનાં કારણો હોઈ શકે :
(1) સુગંધ ગમવી કે ન ગમવી તે વ્યક્તિગત બાબત છે.
(2) પોતાની વ્યક્તિની કોઈ પણ વસ્તુ આપણને બહુ ખરાબ ન પણ લાગે જ્યારે અન્ય કોઈ વ્યક્તિની તે જ વસ્તુ આપણને ન પણ ગમે.
(3) જે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આપણને પ્રેમ કે લાગણી છે તેની ખરાબ ગંધ પણ આપણને એટલી ખરાબ નથી લાગતી જેટલી બીજાને ખરાબ લાગે છે.

25. કચરાના ઢગલા પાસે કામ કરતા માણસોને તે ગંધ ગમતી હોય છે, માટે તે ત્યાં કામ કરતા હોય છે.
ઉત્તર :
ખોટું

26. દરેક પ્રાણીની ઘ્રાણેન્દ્રિય એક સરખી ક્ષમતાથી કાર્ય કરે છે.
ઉત્તર : ખોટું

27. માણસની આંખો ક્યાં આવેલી છે?
ઉત્તર : માણસની આંખો તેના માથા પર આગળની તરફ આવેલી છે.

28. કયા પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળની તરફ આવેલી છે?
ઉત્તર :
ઘુવડની આંખો માણસની જેમ માથા પર આગળની તરફ આવેલી છે.

29. માણસ અને પક્ષીની આંખો સરખી હોય છે.
ઉત્તર :
ખોટું

30. માણસ એક આંખે પણ જોઈ શકે છે.
ઉત્તર :
સાચું