કાવ્ય - 2 આજની ઘડી રળિયામણી (ભક્તિગીત)
              કવિ- નરસિંહ મહેતા


પ્રશ્ન-1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો:
(1) ગંગા-જમનાનું નીર મંગાવવાનું કારણ...       
(A) ચોકમા છાંટવા               (B) પવિત્ર પાણી પીવા માટે
(C) ભગવાનના સ્નાન માટે   (D) ભગવાનના પગ પખાળવા
જવાબ :  (D)

(2) અહીં કાવ્યમાં "પૂરો પૂરો" એટલે.....           
(A) ભરો  (B) સંપૂર્ણ  (C) આખેઆખો  (D) દોરો
જવાબ :  (A)

(3) અહીં નરસૈયાનો સ્વામી એટલે.......            
(A) સખી  (B) શ્રી કૃષ્ણ  (C) ભગવાન  (D) હાથિયો
જવાબ : (B)

(4) સખી શાનાથી ચોક પૂરશે ?                      
(A) રંગ  (B) મોતી  (C) પાંદડાં  (D) વાંસ
જવાબ :  (B)

(5) આ કાવ્ય કયા પ્રકારનું છે?                        
(A) ઊર્મિકાવ્ય (B) ભક્તિ ગીત  (C) રાસ  (D) ગઝલ
જવાબ : (B)

પ્રશ્ન -2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો:
(1) ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે?
જવાબ- ગોપીઓને સમાચાર મળ્યા છે કે તેમના વ્હાલા એવા શ્રી કૃષ્ણ આજે તેમના ઘરે આવવાના છે અને આ સમાચાર ખૂબ જ મૂલ્ય હોવાથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે .

(2) વ્હાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે?
જવાબ- વ્હાલાજી માટે થોડાંલીલાં-થોડાંસૂકા એટલે કે આલાલીલા વાસ માંથી મંડપ બનાવવામાં આવી રહ્યો છે.

(3) તરિયાતોરણમાં કયાં- કયાં વૃક્ષોનાં પાંદડા હોય છે?
જવાબ- તરિયાતોરણ માં ત્રણ પ્રકારના વૃક્ષનાં પાન નો ઉપયોગ થાય છે.
(1)આંબાનું વૃક્ષ,
(2)આસોપાલવનું 
(3)નારિયેળીનાં વૃક્ષનાં પાન નો ઉપયોગ થાય છે.

(4) સખી શાનાં નીરથી પ્રભુનાં પગ ધોશે?
જવાબ- સખી ગંગા-જમનાનાં નીર થી પ્રભુનાં પગ ધોશે.

(5) આખુંય વાતાવરણ કેવું બની રહ્યું છે?
જવાબ- આખુંયબવાતાવરણ ભક્તિમય,સ્વતંત્રમય અને ઉત્સાહમય બની રહ્યું છે.

(6) ગોપી કઈ ઘડીને  રળિયામણી કહે છે?
જવાબ- ગોપી આજની ઘડી ને રળીયામણી કહે છે.

(7) 'વધામણી' નો અર્થ આપો.
જવાબ- આવકાર આપવો, સ્વાગતની તૈયારી કરવી.

(8) ગોપી ને સૌથી વધારે વ્હાલું કોણ છે?
જવાબ- ગોપી ને સૌથી વધારે શ્રીકૃષ્ણ વ્હાલા છે.

પ્રશ્ન-3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
(1) તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો? ક્યારે ક્યારે ? કેવી રીતે?
જવાબ- અમે અમારા ઘરને લગ્ન પ્રસંગે, દિવાળીએ અને મહેમાન આવવાના હોય ત્યારે શણગારીએ છીએ. અમે અમારા ઘરને ફરીથી કલર કરાવીએ છીએ અને સાથીયા પુરાવીએ છીએ. નવાં નવાં તોરણ અને ઝુમ્મરો લગાવીએ છીએ.આ રીતે લગ્ન પ્રસંગે અમે અમારું ઘર શણગારીએ છીએ અને દિવાળીમાં રંગોળી પૂરીને ઘરના આંગણે દીવા મૂકીએ છીએ. તોરણ બાંધીએ છીએ રાત્રિના સમયે રંગબેરંગી બલ્બ દ્વારા પણ અમે અમારા ઘરને શણગારીએ છીએ.

(2) તમારા ઘરે કોઇ મહેમાન આવે એ પહેલા તમે કઈ કઈ તૈયારીઓ કરો છો?
જવાબ- અમારા ઘરે કોઇ મહેમાન આવવાના હોય તે પહેલા અમે ઘર સાફ કરીશું અને તે પછી સોફા, પડદા, પલંગ તે બધી જગ્યાએ ચાદર વ્યવસ્થિત કરશું. સોફા પર કવર લગાવીશું. દરેક વસ્તુ વ્યવસ્થિત સ્થાને મૂકીશું અને મહેમાન જમવાના હોય તો રસોઈ અંગે વિચાર કરીને નવી નવી વાનગીઓ બનાવશું અને તેમની સંભાળ રાખવા માટે દરેક તૈયારીઓ કરીશું.

(3) કવિ વાંસ વઢાવવાનું શા માટે કહે છે?
જવાબ- કવિ વાસ વઢાવવાનું કહે છે કારણ કે શ્રી કૃષ્ણ આવવાના છે અને તેમની વધામણી માટે મંડપ બનાવવાનો છે અને બારણે તોરણ બાંધવાનું હોવાથી તેમાં વાંસ નો પ્રયોગ થાય છે તેથી કવિ વાંસ વઢાવવાનુંકહે છે.

(4) આ કાવ્યમાં સખી પ્રભુનાં આગમનની કેવી કેવી તૈયારીઓ કરવાનું કહે છે? વિસ્તારથી લખો.
જવાબ- આ કાવ્યમાં સખી પ્રભુનાં આગમનની તૈયારી માં સર્વ પ્રથમ તો એક સખી બીજી બધી સખીઓ ને વ્હાલાજીનાં આવવાના સમાચાર આપે છે. પછી દરેક સખીઓ એકત્ર થઇને પ્રભુજી ને બેસવા માટે આલાલીલાં વાંસ ના મંડપ બનાવે છે અને ઘરનાં બારણે તરિયાંતોરણ બંધાવે છે.અને મોતી દ્વારા ચોક પુરાવી બધી સખીઓ એકત્ર થઇ ગંગા જમનાનાં નીર મંગાવી પ્રભુનાં પગ પખાળવા ની તૈયારી કરે છે.સૌ સખીઓ મળીને વ્હાલાજીના મંગળ ગાય છે અને સોહાગણ સખીઓ સાથિયો પૂરે છે.આ પ્રમાણે પ્રભુનાં આગમનની તૈયારીઓ કરે છે.

પ્રશ્ન-4. નીચે આપેલ કાવ્યપંક્તિ પૂર્ણ કરો:
 (1) સખી,આજની ઘડી........................... મંડપ રચાવીએ જી રે.
=>                       સખી,  આજની  ઘડી  રળિયામણી;
           મારો  વહાલોજી  આવ્યાની  વધામણી  જી  રે .સખી........
                           સખી,  આલાલીલા  વાંસ  વઢાવીએ;
            મારા  વહાલાજીના  મંડપ  રચાવીએ  જી  રે . સખી..........

(2) તરિયાતોરણ બારે........................... ચરણ પખાળીએ જી રે.
=>                          તરિયાતોરણ  બારે  બંધાવીએ;
                      મોતીડે  ચોક  પુરાવીએ  જી  રે  સખી..........
                               ગંગા-જમનાના નીર મંગાવીએ;
                     મારા વહાલાજીનાં ચરણ પખાળી એ જી રે સખી.....

પ્રશ્ન-5. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો:

1. અતિ

 વધારે,પુષ્કળ   

2. નીર

પાણી,જળ  

3. ચરણ

પગ,પાય

4. સખી

સહેલી,સહિયર  

5. મંગળ

શુભ,પવિત્ર  

6. ઘડી

ક્ષણ, પળ

7. રળિયામણી

સુંદર,ખૂબસૂરત 

8. બાર

બારણું, દ્વાર


પ્રશ્ન-6. વિરુદ્ધાર્થી શબ્દ લખો:

1. લીલું

 સૂકું  

2. અતિ

 અલ્પ  

3. વ્હાલું

 અપ્રિય  

4. મંગળ

 અમંગળ

5. સોહાગણ

 વિધવા 

6. રચવું

નાશ કરવું 

7. સ્વામી

 દાસ 

8. આવવું

જાવું


પ્રશ્ન-7. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો:
       (1) મંગળ દર્શાવતી આકૃતિ  -  સાથીયો
       (2) જેનો પતિ જીવિત હોય તેવી સ્ત્રી   -   સૌભાગ્યવતી
       (3) થોડા સૂકા થોડા લીલા   -  આલાલીલા
       (4) ત્રણ જાતના પાનનું તોરણ  -   તરિયાતોરણ
       (5) ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું  -  મલપતું

પ્રશ્ન-8. રુઢિપ્રયોગનો  અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:
       (1) ચરણ પખાળવા   -   પગ ધોવા
વાક્ય: મારા દાદા દાદી જાત્રા કરીને ઘરે આવ્યા ત્યારે મારા માતા-પિતાએ તેમના ચરણ પખાળીયા.
      
       (2) ચોક પુરવા   -  ચોકમાં સાથીયા પાડવા.
વાક્ય - દિવાળી જેવા શુભ તહેવારે દરેક લોકો ઘરને આંગણે ચોક પૂરે છે.

પ્રશ્ન-9. નીચેના શબ્દો ને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવી ને લખો:
       સખી,રળિયામણી, વ્હાલાજી, વાંસ, ઘડી
   => ઘડી,રળિયામણી, વ્હાલાજી, વાંસ, સખી

પ્રશ્ન-10. સાચા શબ્દો નીચે લીટી દોરો: (કવિતા વાંચીને આ પ્રશ્નોના જવાબ મેળવો)      
(1)  સખી -  સખિ  
(2) પૈસા - પૈશા  
(3)શાવરણી - સાવરણી
(4)શનિવાર - શનીવાર  
(5) શાથિયો - સાથિયો

પ્રશ્ન-11. વાક્યમાંથી વિશેષણ શોધીને લખો:
(1) સખી, આજની ઘડી રળિયામણી;....   - રળિયામણી
(2) સખી, આલાલીલા વાંસ વઢાવીએ;....   - આલાલીલા
(3) સહુ સખીઓ મળીને આવીએ.....       -  મળીને
(4) અતિ મીઠડા થકી થાય મીઠડો.....      -  અતિ 

પ્રશ્ન -12. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(1) ............. બંધ કરો,નહીંતર પાણી વહી જશે.  ( નળ,નર )
(2) આજે કયો ............ છે? સોમ કે મંગળ ?  (વાર , વાળ )
(3) કબૂતર ........... પણ ખાય છે.   ( જાળ, જાર )
(4) સવારે વહેલાં ઊઠવાથી ........... આવે છે.  ( આરસ, આળસ )
(5) બાગમાં ............ કામ કરે છે.   ( માળી ,મારી )
(6) તમે કોને ............ ગયા હતા?   ( મળવા , મરવા )

પ્રશ્ન- 13. વર્ણસામ્ય ધરાવતા શબ્દો ના અર્થભેદ સમજી વાક્ય પ્રયોગ કરો:
       (1) માળો - મારો
      => માળો - બધા જ પક્ષીઓ માળા માં રહે છે.
           મારો - ભારત મારો દેશ છે.

       (2) સંભારવું - સંભાળવું
    => સંભારવું - પુલવામા હુમલામાં શહીદ થયેલા શહીદો ને આખો દેશ વારંવાર સંભારે છે.
         સંભાળવું - દરેક માતા પોતાના બાળકને હંમેશા સંભાળીને રાખે છે.

       (3) કમર - કમળ
   => કમર - કુદરત ની લાકડી માં અવાજ થતો નથી પરંતુ કમર ભાંગી જાય છે.
        કમળ - કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે.

        (4) ગાળ - ગાલ
      ગાળ -  ગાળ બોલવાથી આપણી સભ્યતા અને સંસ્કૃતિ લુપ્ત થઈ જાય છે.
     ગાલ - નાના બાળકોના ગાલ રૂ જેવા કુણા હોય છે

પ્રશ્ન-14. ઉદાહરણ મુજબ શબ્દોનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો:
            
 ઉદાહરણ: ઘડી
પંક્તિપ્રયોગ : સખી, આજની ઘડી રળિયામણી.                               
વાક્યપ્રયોગ :   બે ઘડીમાં હું પહોંચું છું.                                 
                 
૧. વાંસ 
પંક્તિપ્રયોગ :  સખી ,આલાલીલા વાંસ વઢાવીએ.
વાક્યપ્રયોગ :  વાંસમાંથી ટોપલાં સાદડી વગેરે બને છે.

2. મોતીડે 
પંક્તિપ્રયોગ :   મોતીડે ચોક પુરાવીએ. 
વાક્યપ્રયોગ :  અમારા ગુરુજી ને અમે મોતીડે વધાવ્યા.

૩. નીર 
પંક્તિપ્રયોગ :   ગંગા-જમનાના નીર મંગાવીએ. 
વાક્યપ્રયોગ :   એની આંખોમાંથી નિર વહે છે.

૪. મંગળ 
પંક્તિપ્રયોગ :  વહાલાજીનાં મંગળ ગવરાવીએ.
વાક્યપ્રયોગ :  લગ્ન પ્રસંગે લોકો મંગળ ગીત ગાય છે.

૫. સોહાગણ
પંક્તિપ્રયોગ :  પૂરો પૂરો ,સોહાગણ, સાથિયો; 
વાક્યપ્રયોગ :   સોહાગણ સ્ત્રીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે.  

પ્રશ્ન-15. નમૂના પ્રમાણે શબ્દ લખો.
           ગંગા - જમના                ગંગા અને જમના
    (1)  રાત - દિવસ                  રાત અને દિવસ
    (2) અમીર - ગરીબ               અમીર અને ગરીબ
    (૩) ઊંચું - નીચું                     ઊંચું અને નીચું
    (4) ધનવાન - ગરીબ             ધનવાન અને ગરીબ
    (5) સવાર - સાંજ.                 સવાર અને સાંજ