1. ચાલો, ઈતિહાસ જાણીએ

પ્રશ્ન – 1 નીચેની ખાલી જગ્યાઓ લખો.

1. સામાજિક વિજ્ઞાન આપણને મનુષ્યના ________  વિશ્વથી માહિતગાર કરે છે.
જવાબ : સામાજિક

2. ઈતિહાસ વિષય સિવાયના સમાજવિજ્ઞાનો વર્તમાન ________ નો પરિચય કરાવે છે.
જવાબ : સમાજ જીવન

3. ઈતિહાસ ________ કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે.
જવાબ : વર્તમાન

4. ગુજરાતના _______ માં 4,000 વર્ષ જુનું શહેર મળી આવ્યું.
જવાબ : _કચ્છ

5. ________ ના શિલાલેખો ખુબ જ જાણીતા છે.
જવાબ : સમ્રાટ અશોક

6. ભારતમાં ઇ.સ. પૂર્વે પાંચમી સદીના ________ સિક્કા મળી આવ્યા છે.
જવાબ : પંચમાર્ક

7. ‘ઇન્ડિયા’ શબ્દ ________ઉપરથી ઉતરી આવેલ છે.
જવાબ : ઇન્ડસ

8. ઉત્તર-પશ્ચિમ ભારતમાં _______ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે.
જવાબ : _સિંધુ

9. સંસ્કૃત ભાષામાં ‘ઇન્ડસ એટલે _______
જવાબ : _સિંધુ

10. ઇતિહાસના સંશોધનમાં સૌથી મહત્વનું પ્રદાન કરનાર _______
જવાબ : _પુરાતત્વ શાસ્ત્રી

11. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો _______વર્ષ પહેલા સિંધુ નદીના પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા.
જવાબ : _2500 

12. ‘ભારત’ નામ _______માંથી જાણવા મળે છે.
જવાબ : _ઋગ્વેદ

13. ઈરાનીઓ સિંધુ નદીને _______અને ગ્રીસના લોકો ________ કહેતા હતા.
જવાબ : _હિન્ડોસ, ઇન્ડસ

14. ઘટનાઓ _______ અને _______ ની સાથે જ લખી શકાય.
જવાબ : _સમય,  _સ્થાન

15. C.E.એટલે ________
જવાબ : Common Era

16. B.P. એટલે ________
જવાબ : Before Present. 

પ્રશ્ન – 2 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
1. પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો?                                                
(A) કાપડ                     (B)કાગળ               
(C)ભૂર્જ વૃક્ષની આંતરછાલ    (D)ચામડું
જવાબ :  [C]

2. ઘણા અભિલેખ ........ પર પણ મળી આવે છે. 
(A)કાગળ              (B)કાપડ        
(C)ધાતુ                (D)આપેલ તમામ
જવાબ :  [C]

3. નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?  
(A)અભિલેખો               (B)કાગળના પરનાં લખાણ           
(C)કાપડ પરનાં લખાણ    (D)વૃક્ષનાં પાન પર લખેલું લખાણ
 [A]

4. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?   
(A)અમદાવાદ                  (B)જૂનાગઢ                    
(
C)પાટણ                       (D)વડોદરા
જવાબ : [B]

5. આપેલ પૈકી કયા રાજ્યમાંથી તામ્રપત્રો મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં મળી આવ્યા છે?  
(A)ગુજરાત                     (B)ઉત્તર પ્રદેશ                        
(
C)રાજસ્થાન                   (D)દિલ્લી
જવાબ :  [A]

6. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નો સ્ત્રોત નથી?  
(A)અભિલેખો                   (B)તામ્રપત્રો                   
(
C)ભોજપત્રો                    (D)વાહનો
 જવાબ : [D]

7. પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં Archaeologistકહેવાય છે. 
(A) Archaeologist              (B)Artist                      
(
C)Historian                    (D)Geologist
 જવાબ : [A]

8. સિંધુ નદીના કિનારે લગભગ કેટલા વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા.  
(A)2500                       (B)3500                      
(
C)4500                       (D)5500
જવાબ : [C]

9. AnnoDomini– આ બે શબ્દો મૂળ કઈ ભાષાના છે?                                         
(A)અંગ્રેજી                      (B)ગ્રીક                        
(
C)લેટિન                       (D)ફ્રેંચ
જવાબ : [B]

 પ્રશ્ન – ૩ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો.

1. ઈતિહાસ માનવસમાજના ભવિષ્યકાળના માહિતી આપે છે.             [ખોટું]

2. ભૂર્જ નામનું વૃક્ષ હિમાલયમાં થાય છે.                                [ખરું]

૩. કેટલીક હસ્તપ્રતો પોથીરૂપ પણ સચવાયેલી છે.                       [ખરું]

4. અભિલેખ ઈતિહાસ જાણવાનો સ્ત્રોત નથી.                             [ખોટું]

5. ભો.જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ગાંધીનગરમાં આવેલું છે?  [ખરું]

6. ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવ્યા છે.              [ખરું]

7. પ્રાચીન સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે.         [ખરું]

8. ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ.                            [ખરું]

9. ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. [ખોટું]

10. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા.       [ખરું]

11. ઈ.સ.2019 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2019 વર્ષ.            [ખરું]

12. AnnoDomini નો અર્થ ‘InTheYearOfGod’ થાય છે.                 [ખરું]