સાંજ સમે શામળિયો

પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો.
1 ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે?
(A) હળદર જેવા 
(B) તારામંડળ માં ચંદ્ર જેવા
(C) સોનામાં જડેલા હીરા જેવા 
(D) ઉપરના (b)અને (c) બન્ને જેવા

2 'હરિ હળદરનો વીરો' એટલે? 
(A) ખેડૂતનો ભાઈ.
(B)હળ ધારણ કરનાર હીરો.
(C) બળદેવ જી ના ભાઈ.
(D) હરિએ વીર ની માફક હળ ધારણ કર્યું છે.

3 શ્રી કૃષ્ણ એ......
(A)લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે .
(B)પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. 
(C)હાથમાં મોરપીંછ ધારણ કર્યું છે.
(D)કાનમાં કુંડળ પહેર્યું છે.

4 શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા......
(A) દુઃખી દુઃખી થાય છે.
(B) કલ્પાત કરે છે.
(C)ભાવ મુક્ત બની જાય છે.
.(D)હરખ પામી રહ્યા છે.

પ્રશ્ન-૨ નીચે આપેલા પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં જવાબ લખો.
1. નરસિંહ મહેતા હરખી રહ્યા કારણકે.....
જવાબ:
નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણકે તેઓ ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હતા. તેમના હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણનું રૂપ વસી ગયું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વહાલથી હૃદય સાથે આલિંગન કર્યું હોવાથી તેઓના તન-મનમાં ભગવાન શ્રી કૃષ્ણ વસી ગયા હતા. ભગવાન શ્રીકૃષ્ણનું મુખ તેઓ ખુબજ સુખાકારી અને શુભકારી માનતા હતા, આથી નરસિંહ મહેતા હરખાય છે.

2. કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો.
જવાબ:
આ કાવ્યમાં સાંજના સમયનું ખૂબ જ મનોહર દ્રશ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. સાંજના સમયે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે તે સમયનું વર્ણન કરવામાં આવ્યુ છે. કૃષ્ણની આગળ ગાયોનું ધણ એટલે કે ગાયો નો સમૂહ આવી રહ્યો છે, અને પાછળ ભગવાન શ્રીકૃષ્ણને ગોવાળો નો સમૂહ છે. ભગવાન શ્રીકૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે. કાનમાં કુંડળ કર્યા છે, શરીર પર પિતાંબર અને ફૂલ પછેડી પહેરી છે,આ પછેડી પણ ખૂબ મહેકી રહી છે. આમ આ કાવ્યમાં સાંજના સમયનું ખુબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. 

પ્રશ્ન-3 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
1 કૃષ્ણનું મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે?
જવાબ:
સાંજના સમયે વૃંદાવન થી પરત આવતા ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ અત્યંત પ્રેમ ઉપજાવે એવું છે. એમણે મસ્તક પર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ પહેર્યા છે તેમજ શરીર પર પીળું પીતાંબર પહેરેલું છે સાથે સાથે ફૂલની પછેડી પણ પહેરી છે, એ એ પછેડી ખૂબ સુગંધી તત્વોથી મહેકી રહી છે. જેવી રીતે તારામંડળ માં એટલે કે આકાશમાં ચંદ્ર શોભી રહ્યા છે, એવી જ રીતે સોનાના ઘરેણા માં જડેલો હીરો જેમ ઝગમગે તેમ ગોવાળો ના સમૂહમાં ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. કૃષ્ણનું સ્વરૂપ નરસિંહ મહેતાના હૃદયમાં ખૂબ વસી ગયું છે, એમને મળવા એમનું મન ખૂબ જ ઝડપથી દોડી રહ્યું છે. કૃષ્ણ એમને આલિંગન આપે છે. અને એમનું મન ભગવાન શ્રીકૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી જાય છે આથી કવિ કહે છે કે, કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે.

2 કવિના મનમાં પણ મોહ ઉપજાવે છે?
જવાબ:
કવિના મનમાં ભગવાન શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે  છે,એટલે પ્રેમ ઉપજાવે  છે. જ્યારે કોઈપણ મનગમતી વસ્તુ જોઈએ ત્યારે આપણા હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. એ જ અર્થમાં કવિ કહેવા માગે છે કે ભગવાન શ્રીકૃષ્ણનું ખુબ સુંદર મુખ જોઈ તેઓ તેના પર મુગ્ધ થઈ જાય છે. સાંજના સમયે વૃંદાવનમાં થી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પસાર થતા હોય છે, તે સમય નું વાતાવરણ અતિશય રમણીય દેખાય છે. એવા વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણ મોર મુકુટ ધારણ કરીને તેમજ કુંડળ પહેરી અતિશય રળિયામણા દેખાય છે. ભગવાન શ્રીકૃષ્ણનું આવું રૂપ જોઈને કવિ ના હ્રદયમાં મોહ ઉપજે છે, અને તેઓ ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે આતુર બને છે. આમ ભગવાન શ્રીકૃષ્ણના અતિશય રમણીય મુખ પર કવિને ખૂબ પ્રેમ ઉપજે છે.