પ્રશ્ન – 4 નીચેના એક વાક્યમાં ઉત્તર લખો.

1 . સામાજિક વિજ્ઞાન આપણને શેની જાણકારી આપે છે?
જ. સામાજિક વિજ્ઞાન આપણને ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરીસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જણકારી આપે છે. 

2. ઈતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં ક્યાં છે?
જ. 1. તાડપત્રો અને ભોજપત્ર, 2. અભિલેખો, ૩. તામ્રપત્રો, 4. સિક્કા

3. હસ્તપ્રત એટલે શું?
જ. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને હસ્તપ્રત કહેવાય છે.

4. તાડપત્રો એટલે શું?
જ. તાડ વૃક્ષનાં પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાડપત્રો.

5. ભોજપત્ર એટલે શું?
જ. હિમાલયમાં થતાં ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો એટલે ભોજપત્ર.

6. મોટાભાગની પ્રાચીન હસ્તપ્રતોમાં કઈ ભાષામાં લખાણો મળે છે?
જ. મોટાભાગની પ્રાચીન હસ્તપ્રતોમાં સંસ્કૃત, પાકૃત, અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે.

7. તાડપત્રો અને ભોજપત્રો પરથી કઈ કઈ માહિતી મળી આવી છે?
જ. તાડપત્રો અને ભોજપત્રોમાંથી ધાર્મિક રીત-રીવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે.

8. અભિલેખ એટલે શું?
જ. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે.

9. રાજાઓ શા માટે અભિલેખો તૈયાર કરાવતા હત્તા?
જ. રાજાઓ પોતાની સંસ્કૃતિની માહિતી ધર્મ વિજય અને રાજ્ય આભિલેખો પર અંકિત કરાવતાં હતા. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. ઉદાહરણ તરીકે અશોકનો શિલાલેખ

 10. તામ્રપત્રો એટલે શું?
જ. તાંબાના પતરાં ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્રો.

11. રાજાઓ કેવી માહિતી તામ્રપત્ર પર કોતરાવ્યા હતા.
જ. રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવ્યા હતા.

12. પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે કઈ ધાતુઓના બનેલા જોવા મળે છે?
જ. પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે સોના, ચાંદીના કે તાંબાના બનેલા હતા.

13. ગુજરાતમાંથી મળેલા તામ્રપત્રો પરથી કઈ માહિતી મળે છે?
જ. ગુજરાતમાંથી મળી આવેલ તામ્રપત્રોમાંથી રાજાઓના નામ, તેમના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મ ની વિગતો મળી આવી છે.

14. ગુજરાતમાં તામ્રપત્રો ક્યાં ક્યાં સચવાયેલા છે?
જ. ગુજરાતમાં તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી (ઉત્તર ગુજરાત), અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડોલોજી,  નવરંગપુરા ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન (અમદાવાદ), શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા (ગાંધીનગર)માં સચવાયેલા છે.

15.પ્રાચીન સિક્કાઓ પર કેવી માહિતી મળે છે?
જ. પ્રાચીન સિક્કાઓ પર રાજાઓના નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરે ની માહિતી મળે છે.

16. ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે?
જ. ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા છે.

17. પંચમહાલ સિક્કા એટલે શું?
જ. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા ને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે.

18. જુના સિક્કા પરથી આપણને કંઈ માહિતી મળે છે?
જ. જુના સિક્કા પરથી જે તે સમયની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે.

19. સિક્કા પરથી ઈતિહાસ કેવી રીતે જાણી શકાય છે?
જ. સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પરથી રાજાઓના નામ, તેમના ધર્મ, સંસ્કૃતિ વગેરે ની માહિતી મળે છે. ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક છે. આ સિવાય ગ્રીક રાજાઓ મૌર્ય કાળ અને ગુપ્તકાલીન સિક્કાઓ મળી આવ્યા છે. તે પરથી જે તે રાજ્યની સામાજિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે.

20. પુરાતત્વશાસ્ત્રીઓ કઈ કઈ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરે છે?
જ. પુરાતત્વશાસ્ત્રીઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈટો, પથ્થરો,ઓજારો, ખોરાકનો ના નમુના,  મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે શોધીને તેનો અભ્યાસ કરે છે.

21. પુરાતત્વશાસ્ત્રીઓ આપણને ઇતિહાસ કેવી રીતે જણાવે છે?
જ. પુરાતત્વશાસ્ત્રીઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમુના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે શોધીને તેનો અભ્યાસ કરે છે. તે તમામ અભ્યાસનો સંપૂર્ણ રીતે અવલોકન કરી તેનો યોગ્ય રીતે તે માહિતીને લખ્યા બાદ તે માહિતીને આપણને આપવામાં આવે છે. આમ પુરાતત્વશાસ્ત્રીઓ આપણને ઇતિહાસની સમજ આપે છે.

22. પ્રવાસીઓ ઇતિહાસ જાણવા માટે કેવી રીતે મદદરૂપ છે?
જ. પ્રાચીનકાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાં જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્તનથી જે તે દેશોમાં ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. જે આપણને ખૂબ જ મદદરૂપ બનતી હોય છે.

23. ભારતના ઈતિહાસમાં કયા કયા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે?
જ. ભારતના ઇતિહાસમાં મેગેસ્થનીસ, ફાહિયાન, યુઅન શ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે.

24. ઉત્ખનન દરમ્યાન મળેલા અવશેષો પરથી કઇ કઇ માહિતી મળે છે?
જ. ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષો પરથી પ્રાચીનસમયના માનવ સમાજની રીતરિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતમાં અનેક શહેરો અને ગામોમાં શોધી તેની માહિતી મેળવી શકાય છે.

25. ઇતિહાસકાર કોને કહેવાય? તેમનું કાર્ય જણાવો.
જ. ભૂતકાળના સમયનું અધ્યયન કરનાર વિદ્વાનોને ઇતિહાસકાર તરીકે ઓળખવામાં આવે છે. એ મળેલા અવશેષોનો યોગ્ય અભ્યાસ કરીને તે માહિતીને આપણી સુધી પહોંચાડે છે. તેઓ તમામ દસ્તાવેજો અને હસ્તપત્રો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરીને તેનો યોગ્ય આલેખન કરે છે. તેમજ ભૂતકાળમાં થઈ ગઈ વાતોને આપણી સમક્ષ જીવંત કરે છે.

26. આપણો દેશ કયા બે નામોથી ઓળખાય છે?
જ. આપણો દેશ ભારત અને ઇન્ડિયા ના નામથી ઓળખાય છે.

27. કયા નામના માનવ સમૂહ પરથી ‘ભારત’ નામ પડેલું છે?
જ. ભરત નામના માનવસમૂહ ના નામ પરથી ભારત નામ પડ્યું છે.

28. કોના જન્મ ને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે?
જ. ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે.

29. A.D. નો અર્થ સમજાવો.
જ. A.D. એટલે (AnnoDomini) જેને ‘ઇસવીસન તરીકે ઓળખાય છે. જે ઇસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો તરીકે ઓળખાય છે.

30. B.C. નો અર્થ સમજાવો.
જ. B.C. એટલે ઈસુના જન્મ પહેલાના વર્ષોને B.C. તરીકે ઓળખાય છે.

31.B.C.E. એટલે શું?
જ. B.C.E.એટલે BeforeCommonEra. જેને સામાન્ય કે સાધારણ યુગપૂર્વ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન – 5 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો.  
1. તાડપત્ર અને ભોજપત્ર વિશે ટૂંકનોંધ લખો.
જ. તાડપત્રો એટલે તાડ વૃક્ષનાં પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતાં ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. તાડનાં પર્ણ પર અને ભૂર્જ જેવાં વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીનયુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યાં છે, તે પોથીસ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રીવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલીમાં, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે.

2. ટૂંકનોંધ લખો: તામ્રપત્ર
જ. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. રાજાઓ પોતાના વહીવટીતંત્ર અને દાનધર્મની માહિતી તામ્રપત્રોની ઉપર લખાવતા હતા. ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવેલ છે. જેમાંથી રાજાના નામ, તેમના ધર્મ, વહીવટીતંત્ર અને દાનધર્મની વિગતો મળેલ છે.ગુજરાતમાં તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી (ઉત્તર ગુજરાત), અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડોલોજી,  નવરંગપુરા ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન (અમદાવાદ), શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા (ગાંધીનગર)માં સચવાયેલા છે.

3. ટૂંકનોંધ લખો :ભારત નામ નો ઇતિહાસ
જ. આપણો ભારત બે નામોથી ઓળખાય છે.  ઇન્ડિયા અને ભારત, ઇન્ડિયા શબ્દ ઇન્ડસપરથી ઉતરી આવ્યો છે. જેને સંસ્કૃત ભાષામાં સિંધુ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. આ મંદિરના પૂર્વ કિનારા ને ઇન્ડિયા નામથી ઓળખાય છે. ભારત નામ એવું ઋગ્વેદ પરથી ઉતરી આવ્યું છે. ભરત નામના માનવસમૂહ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આવીને વસેલા જેમના નામથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે.

 

4. સાલવારી વિશે ટૂંકનોંધ લખો.
જ. ઈતિહાસમાં સમયનો ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. સમય અને તારીખ, માસ અને વર્ષને સાથે સાંકળીને સમજવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ સ્થાપક ઈસુ ખ્રિસ્તી ધર્મના કાળ ને આધારે દુનિયા વર્ષની ગણતરીઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઈસવીસન એમ આપણે કહીએ છીએ. અંગ્રેજીમાં તેને A.D. (AnnoDomini) તરીકે ઓળખવામાં આવે છે.જે ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષોને કહેવાય છે અર્થાત્ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો નેA.D. તરીકે ઓળખાય છે. જ્યારે, ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલાના વર્ષને B.C. એટલે BeforeChrist તરીકે ઓળખાય છે. ઘણીવાર સાલવારીમાં સાલવારી માં A.D. ને બદલે C.E. (CommonEra)સાધારણ યુગ કે સામાન્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે, અને B.C. ને બદલે B.C.E.(BeforeCommonEra)તરીકે ઓળખાય છે. જેમાં સાધારણ યુગપુર્વે કે સામાન્ય યુગપુર્વે તરીકે ઓળખાય છે.

પ્રશ્ન - 6 જોડકા જોડો.
વિભાગ - A                     વિભાગ –B                               

1. અભિલેખ                      (A)ઈ.સ.પૂર્વે      

2. ભોજપત્ર                      (B) ઇસવીસન   

૩. તામ્રપત્ર                      (C)ભૂર્જ નામનાં વૃક્ષની છાલ

4. B.C.                          (D) તાંબાના પતરા ઉપર કોતેરેલું લખાણ

5.A.D.                           (E)પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ 

ઉત્તર : 

1. – [E]
2. – [C]
3. – [D]
4. – [A]
5. – [B]