ચિત્રપાઠ
1. આપેલા ચિત્ર ના આધારે પ્રશ્નોના ઉત્તર આપો:
પ્રશ્ન-1. મેળામાં કેટલી દુકાનો છે? તેનાં નામ લખો.
જવાબ- મેળામાં ત્રણ દુકાનો છે .1. પ્રણામ રમકડાંની દુકાન 2.હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર 3. સોનુ મીઠાઈ ની દુકાન.
પ્રશ્ન-2. દોરડા પર ચાલતાં નટના હાથમાં શું છે?
જવાબ- દોરડા પર ચાલતા નટ ના હાથમાં લાકડી છે.
પ્રશ્ન-3. મદારી શું વગાડે છે?
જવાબ- મદારી ડમરું વગાડે છે.
પ્રશ્ન-4. કેટલાંબાળકો રમકડાં ખરીદી રહ્યા છે?
જવાબ- બે બાળકો રમકડાં ખરીદી રહ્યા છે.
પ્રશ્ન-5. મેળામાં કેટલાં ચગડોળ દેખાય છે?
જવાબ- મેળામાં એક ચગડોળ દેખાય છે.
પ્રશ્ન-6. મેળામાં મદારી શાના ખેલ બતાવી રહ્યો છે?
જવાબ- મેળામાં મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે.
પ્રશ્ન-7. મેળામાં દેખાતી રેલગાડીમાં કોણ બેઠું છે?
જવાબ- મેળામાં દેખાતી રેલગાડીમાં બાળકો બેઠા છે.
પ્રશ્ન-8. મેળામાં શાની દુકાન જોવા મળતી નથી?
જવાબ- મેળામાં સૂકા નાસ્તા ની અને શરબતની દુકાન જોવા મળતી નથી.
પ્રશ્ન-9. મેળામાં વ્યવસ્થા જાળવવા લાકડી લઈને કોણ ફરી રહ્યું છે?
જવાબ- મેળામાં વ્યવસ્થા જાળવવા લાકડી લઈને વોચમેન ફરી રહ્યો છે.
2. નીચે આપેલાં વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી ને લખો:
(1) લઈ જાઉં મેળામાં આજે ચાલો હું તમને.
=> ચાલો, આજે હું તમને મેળામાં લઇ જાઉં.
(2) મેળામાં મજા કરીશું જઈ.
=> મેળામાં જઈ મજા કરીશું.
(3) ચકર ચકર ફરતી છે ચગડોળ મેળામાં.
=> મેળામાં ચકર ચકર ફરતી ચગડોળ છે.
(4) એક ફુગ્ગાવાળો વેચે છે ફૂગ્ગા રંગબેરંગી.
=> એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફૂગ્ગા વેચે છે.
(5) સાપનો ખેલ બતાવે મદારી છે.
=> મદારી સાપનો ખેલ બતાવે છે.
(6) વિવિધ છે મીઠાઈઓ મીઠાઇની દુકાનમાં.
=> મીઠાઈ ની દુકાન માં વિવિધ મીઠાઈઓ છે.
(7) આઇસક્રીમની માણી રહ્યા છે મજા કેટલાક લોકો.
=> કેટલાક લોકો આઈસક્રીમ ની મજા માણી રહ્યા છે.
(8) રમકડાં ખરીદી રહ્યા છે બાળકો કેટલાક.
=> કેટલાક બાળકો રમકડાં ખરીદી રહ્યા છે.
(9) મેળામાં વેચી રહ્યો છે ફર ફર કરતી ફરકડી એક માણસ.
=> મેળામાં એક માણસ ફર ફર કરતી ફરકડી વેચી રહ્યો છે.
(10) નામ દુકાનનું રમકડાંની' પ્રણામ રમકડાં'ની દુકાન છે.
=> રમકડાંની દુકાન નું નામ 'પ્રણામ રમકડાં'ની દુકાન છે.
3. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
પ્રશ્ન-1. મેળામાં ખાવા-પીવાની કઈ કઈ ચીજવસ્તુઓ મળે છે?
જવાબ- મેળામાં પોપકોર્ન ,મીઠાઈ ,સુકો નાસ્તો, પાણીપૂરી, ઠંડા પીણા ,આઈસ્ક્રીમ વગેરે ખાવા પીવાની ચીજવસ્તુઓ મળે છે.
પ્રશ્ન-2. મેળામાં તમને શું શું ખાવું ગમશે?
જવાબ- મેળામાં પાણીપુરી, આલુપુરી,મીઠાઇ,આઇસક્રીમ વગેરે ખાવું ગમશે.
પ્રશ્ન-3. મેળામાંથી તમે શું શું ખરીદશો? શા માટે?
જવાબ- મેળામાંથી અમે રમકડા ખરીદશું અને તે રમી આનંદ મેળવશું. મેળામાંથી સુકો નાસ્તો,આઇસ્ક્રીમ અને મીઠાઈ દરેક વસ્તુ ખરીદી ખાઈ-પીને ખુબ આનંદ કરીશું.નિશાનેબાજી કરવા માટે નિશાનેબાજ ના ટોકન ખરીદશું.
પ્રશ્ન-4. મેળામાં તમે કોની સાથે જવાનું પસંદ કરશો ?શા માટે?
જવાબ- મેળામાં અમે અમારા પરિવાર સાથે જવાનું પસંદ કરીશું .કારણ કે પરિવાર સાથે ખૂબ મોજ માણવા મળે છે અને ગમતી વસ્તુઓ પણ મળે છે.
પ્રશ્ન-5. મેળા માં શું શું જોવા મળી નહીં? કોઈપણ ચાર -પાંચ વસ્તુઓ ની યાદી બનાવો.
જવાબ- મેળામાં સ્કૂલ, નદી, હાથી અને જંગલી પ્રાણીઓ જોવા મળતા નથી.
પ્રશ્ન-6. મેળામાં તમને ગમતી કોઈ પણ પાંચ વસ્તુઓનાં નામ લખો.
જવાબ- મેળામાં મને ચકડોળ,મોતનો કૂવો,નિશાનેબાજી,સુકો નાસ્તો અને ઠંડા પીણા કપ-રકાબી ની રમત વગેરે ગમે છે.
પ્રશ્ન-7. કોઈપણ એક પ્રસિદ્ધ મેળા નું નામ ,તે ક્યાં ભરાય છે ,તેની શું વિશેષતા છે,તે લખો.
જવાબ- સુરત શહેરમાં ભરાતો મેળો જેનું નામ છે વનિતા વિશ્રામ નો મેળો તે સુરત શહેરનો ખૂબ જ પ્રસિદ્ધ મેળો છે.આ મેળો સુરત શહેરમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં મેઈન સિટીમાં ભરાતો મેળો છે. આ મેળામાં ઘર વપરાશ થી લઈને મોજ માણવાની પણ દરેક વસ્તુઓ મળે છે. આ મેળો સુરત માં દર વર્ષે ખૂબ જ વિપુલ પ્રમાણમાં ભરાય છે તે તેની વિશેષતા છે.
4. નીચેના શબ્દો જૂથમાં માન્ય શબ્દ શોધી √ કરો:
1. રમકડાં [ √ ] રકમડાં [ ]
2. મેરો [ ] મેળો [ √ ]
3.ભિખારી [ √ ] ભિખાળી [ ]
4.મદારી [ √ ] મદાડી [ ]
5.ચકરડી [ √ ] ચકરળી [ ]
6. ચગડોર [ ] ચગડોળ [ √ ]
7. ફરકડી [ √ ] ફળકરી [ ]
8. લાકરી [ ] લાકડી [ √ ]
9. ફૂગ્ગાવાળો [ √ ] ફૂગાવાળો [ ]
5. નીચેના વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.
1. મેળામાં 'મોતનો કૂવો 'નથી. [ × ]
2. સોનુ મીઠાઈની દુકાને કોઈ ગ્રાહક ઊભું છે. [ √ ]
3. બાળકો રેલ ગાડીમાં બેઠા છે. [ √ ]
4. મદારી શરણાઈ વગાડી રહ્યો છે. [ × ]
5. મેળામાં ફૂગ્ગાવાળો પણ દેખાય છે. [ √ ]
પ્રવૃત્તિ :
1. તમને મનપસંદ ચિત્ર ની મદદ થી આઠ દસ વાક્ય લખો:
2. વર્તમાન પત્રો કે સામયિકોમાં થી વાર્તા ચિત્રો મેળવી તેના પરથી વાર્તા લખો:
0 Comments