પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. 

1. રાજપૂત રાજવીઓએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું?
જવાબ. રાજપૂત રાજવીઓએ ઈ.સ. 700 થી ઈ.સ. 1200 વચ્ચેનાં 500 વર્ષનાં સમયગાળા દરમિયાન શાસન કર્યું.

2. રાજપૂત રાજવીઓએ ભારતના ક્યાં ભાગમાં સૌથી વધુ શાસન કર્યું?
જવાબ. રાજપૂત રાજવીઓએ ભારતના ઉત્તર અને દક્ષિણ ભાગમાં સૌથી વધુ શાસન કર્યું.

૩. રાજપૂત રાજવીઓએ શું પ્રજ્વલિત રાખી હતી?
જવાબ. રાજપૂત રાજવીઓએ હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી.

4. હર્ષવર્ધન કઈ સદીમાં અવસાન પામ્યા?
જવાબ. હર્ષવર્ધન સાતમી સદીમાં અવસાન પામ્યા.

5. કોના અવસાન બાદ ભારત નાના નાના રાજ્યોમાં વિભાજીત થઇ ગયું?
જવાબ. હર્ષવર્ધનના અવસાન બાદ ભારત નાના નાના રાજ્યોમાં વિભાજીત થઇ ગયું.

6. દક્ષિણ ભારતમાં કોનું શાસન હતું?
જવાબ. દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાનું શાસન હતું.

7.  ‘રાજપૂત’ શબ્દનો અર્થ શું થાય છે?
જવાબ. ‘રાજપૂતશબ્દનો અર્થ રાજપુત્ર થાય છે.

8. રાજપૂત સ્વભાવે કેવા હતા?
જવાબ. રાજપૂત સ્વભાવે બહાદુર અને ટેકીલા હતા. આપેલા વચનને પૂરો કરવા પોતના પ્રાણનો ત્યાગ કરતા.

9. રાજપૂત શું વિશેષ પસંદ કરતા હતા?
જવાબ. રાજપુત દુશ્મનને પીઠ બતાવવા કરતા મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા.

10. રાજપૂત રક્ષણ કેવી રીતે કરતા હતા?
જવાબ. રાજપૂત શરણે આવેલાને કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા.

11. રાજપૂત શું ક્યારેય ન કરતા?
જવાબ. રાજપૂત લડાઈમાં અધર્મ આચરતા નહી.

12. રાજપૂતાણીઓ શાની માટે વિખ્યાત હતી?
જવાબ. . રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુધ્ધમાં વિદાય આપતી હતી. તેમજ યુધ્ધમાં પોતે હાથમાં તલવાર લઈને લડવા પણ સજ્જ થઇ જતી.

13. ભારતના મધ્યયુગીન ઈતિહાસમાં કેવા પ્રસંગો નોધાયેલા છે?
જવાબ. ભારતના મધ્યુગીન ઈતિહાસમાં રણધીરા રાજપુત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે.

14. ભારતને કેટલા વર્ષ સુધી રાજપૂતોએ વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા?
જવાબ. ભારતને આશરે પાંચ સો વર્ષ સુધી રાજપૂતો વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા.

15. સાતમી સદીના અંતમાં કઈ શક્તિઓનો ઉદય થયો?
જવાબ. સાતમી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો.

પ્રશ્ન-2(અ) ટૂંક નોંધ લખો.

1. રાજપૂતોના ગુણો

જ. રાજપૂત રાજાઓ યુદ્ધના મેદાનમાં પોતાની શૂરવીરતા અને બહાદુરી માટે જાણીતા છે. માતૃભૂમિ માટે તેઓ મરવાનું પસંદ કરતા પણ કોઈ પણ ભોગે પોતાનું સ્વરાજ આપતા નહી. તેઓ સત્યના આગ્રહી હતા. આપેલા વચન માટે તેઓ પોતાનું સર્વસ્વ આપી દેતા. તેઓ પોતાના પ્રિયજનોની રક્ષા પોતાના પ્રાણ આપી કરતા હતા.