પ્રકરણ
એક જ દે ચિનગારી

પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો.:

1. 'એક જ દે ચિનગારી' કાવ્ય ના કવિ નું નામ શું છે?

(A) હરિહર ભટ્

(B) નરસિંહ મહેતા

(C) કવિ નાન્હાલાલ

(D) મીરાબાઈ

જવાબ : A

2. કવિ ઈશ્વર પાસે શું માગે છે ?

(A) જિંદગી

(B) આભ અટારી

(C) ધનસંપત્તિ

(D) ચિનગારી.

જવાબ : D

3  તણખો ક્યાં ન પડ્યો?

(A) ચિનગારીમા

(B) જામગરીમાં

(C) સગડીમાં

(D) વિપતમા

જવાબ : B

પ્રશ્ન-૨ નીચેની ખાલી જગ્યા પૂરો

1 ઠંડીમાં મુજ______થથરે. (કાયા)

2 ખુટી ______ મારી  (ધીરજ)

3 ______!અધિક ન માગુ (વિશ્વાનલ)

પ્રશ્ન-3 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો.:

1 'એક જ દે ચિનગારી' કાવ્ય નો પ્રકાર જણાવો.

જવાબ :'એક જ દે ચિનગારી' કાવ્ય નો પ્રકાર છે પ્રાર્થના ગીત

2 ચકમક સાથે શું ઘસવાનું કવિ કહે છે?

જવાબ : ચકમક સાથે લોઢું ઘસવાનું કવિ કહે છે.

3 લોઢું ઘસતાં ઘસતાં કવિએ શું ખર્ચી નાખ્યું?

જવાબ : લોઢું ઘસતાં ઘસતાં કવિએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું.

4 જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું?

જવાબ : જીવન ખર્ચી નાખવું એટલે જીવન વ્યર્થ કામો મા ખર્ચી નાખવું.

5 મહેનત ફળવી એટલે શું

જવાબ : મહેનત ફળવી એટલે જે કાર્ય કરીએ તેમાં સફળતા પ્રાપ્ત કરવી.

6 કવિ ના મત અનુસાર  કઈ સગડી સળગી નથી?

જવાબ : કવિ ના મત અનુસાર પોતાના જીવનરૂપીસગડી સળગી નથી.

7 કવિ ના મત અનુસાર કઈ કઈ વસ્તુ સળગી છે?

જવાબ : કવિ ના મત અનુસાર સૂરજ અને ચાંદો તેમજ આભઅટારી સળગી છે.

પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો.

1. કવિ માત્ર એક જ દે ચિનગારી શા માટે માંગે છે?
જવાબ : કવિ માત્ર એક જ ચિનગારી માંગે છે, કારણ કે તે માને છે કે ઇશ્વરની આપેલી જ્ઞાનરૂપી ચિનગારી તે પોતાના જીવન ને જ્ઞાનથી પ્રકાશિત કરવા માંગે છે, તેથી કવિ માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી તણખો માંગે છે.

2. કવિ પોતાની મહેનત એળે ગઈ છે એવું શા માટે કહે છે?
જવાબ : કવિ પોતાની મહેનત એળે ગઇ એમ માને છે, કારણ કે તેમણે વ્યર્થ કામોમાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે, અને લોઢાને વધારે ચમકદાર કરવામાં પોતાનું જીવન ગાળી નાખ્યું છે. પરંતુ તેના જીવન ને જ્ઞાનરૂપી એક પણ તણખો મળ્યો નથી તેથી કવિ માને છે કે પોતાની મહેનત એળે ગઈ છે. એમ માને છે.

3. કવિ ના મત અનુસાર હૈયા રૂપી સગડી ન સળગવા નું કારણ જણાવો.
જવાબ : કવિ ના મત અનુસાર તેમની હૈયા રૂપી સગડી ન સળગવાનું કારણ તે માને છે કે, તેમના જીવનમાં જ્ઞાનરૂપી એક પણ ચિંગારી પડી નથી ઈશ્વરના તેજથી ચાંદો સૂરજ અને આભઅટારી બધું જ સળગી ઉઠયું છે, પરંતુ પોતાના હૈયામાં જ્ઞાન રૂપે એક પણ ચિનગારી પડી નથી અને તેના લીધે પોતે જે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે તે કરી શક્યા નથી આમ હૈયારૂપી સગડી પરમાત્માની જ્ઞાનરૂપી ચિનગારી ગણાવે છે.

4. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે?
જવાબ : કવિ પોતાના જીવનમાં જે જ્ઞાન નથી આવ્યું એ વાતને ભારે વિપતની ગણે છે એટલે કે મુશ્કેલીની ગણે છે. તેઓ માને છે કે, પરમાત્માની કૃપાથી સુરજ ચંદ્ર અને આભ અટારી બધું જ સળગ્યું છે પરંતુ પોતાની હૈયા રૂપી સગડી સળગી નથી. તેથી તે વાતને  ભારે વિપતની ગણે છે.

5. કવિની ધીરજ કેમ ખૂટી ગઈ છે?
જવાબ : કવિની ધીરજ હવે ખૂટી ગઈ છે કેમકે કવિ હે પોતાનું જીવન વ્યર્થ કામમાં ગુમાવી દીધું છે ખુબજ મહેનત કરવા છતાં પણ એમના જીવનમાં જ્ઞાનરૂપી એક પણ તણખો પડ્યો નહીં, અને ઈશ્વરના તેજથી સુરજ ચંદ્ર અને આભ અટારી બધું જ સળગ્યું, પરંતુ પોતાની હૈયા રૂપી સગડી ન સળગતા હવે કવિની ધીરજ ખૂટી ગઈ છે.

                 વ્યાકરણ

1 નીચેના શબ્દોના બેબી સમાનાર્થી શબ્દો લખો.

1. અનલ

 અગ્નિ સ્વરૂપ, પરમાત્મા

2.  વિપત

 મુશ્કેલી, મુસીબત

3. ચાંદો

શશી, ચંદ્ર

4. કાયા

શરીર, દેહ

5. લોઢું

લોખંડ ,લોહ

6. મહેનત

શ્રમ ,પરિશ્રમ

7. અટારી

તારામંડળ ,તારાઓનો સમૂહ

8. આભ

ગગન, આકાશ

9. સુરજ

 રવિ ,ભાનુ

10. કંપન

ધ્રુજારી થથરાટ

 

2 નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ આપો:

1. ગગન

ધરતી

2. ઠંડી

ગરમી

3. જિંદગી

 મૃત્યુ

4. ઉતાવળ

ધીરજ

5. અધિક

ઓછું

6. સવાર

સાંજ

 

3. વ્યંજન સ્વર ને જોડીને બનાવો.

1. ખ્+અ+ર્ +અ +ચ્ +ઈ

ખરચી

2. ત્ +અ +ણ્ +અ +ખ્+ઓ

તણખો

3. ચ્ +ઈ +ન્+અ+ગ્ +આ +ર્+ઈ

ચિનગારી

4. સંધિ જોડો

1. વિશ્વ +અનલ= વિશ્વાનલ

2. મહા +અનલ= મહાનલ

5. રૂઢિપ્રયોગ નો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો

1. જીવન ખર્ચી નાખવું - જીવન વેડફી નાખવું

2. મહેનત ફળવી -સફળતા પ્રાપ્ત કરવી

3. વિપત પડવી -મુશ્કેલી પડવી

4. ધીરજ ખૂટવી -આશા છોડી દેવી


નોંધ-  રુઢિપ્રયોગો ના વાક્યો જાતે લખવા.