1. પ્રાચીન સાહિત્યના ભાગ જણાવો.

Ø  ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે. (1) વૈદિક સાહિત્ય (2)પ્રશિષ્ટ સાહિત્ય

 2. વિચારો રજુ કરવા ભાષાનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો

Ø  માનવીએ પોતા વિચારો, ભાવો, લાગણીઓ અને ઊર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા તેમાંથી બોલી અને લિપિનો ઉદ્દભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. સમયાન્તરે પોતાના વિચારો અભિવ્યકત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો.

 3. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો.

Ø  બિહારના પટણા જિલ્લાના બડગાંવ ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બોદ્ધ અને જૈન પંરપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે.
Ø  આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું.
Ø  પાંચમી સદીમાં કુમારગૃપ્તે અહીં એક વિહાર બંધાવેલ ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. નાલંદા વિશ્વ વિદ્યાલય હતું.
Ø  ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું.
Ø  ત્યાં હજારો હસ્તલિપિ ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા.
Ø  દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા.
Ø  આજે તો આ મહાન વિશ્વ વિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે.
Ø  આમ છતાં તે ખંડરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે.
Ø  નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઇસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું.
Ø  આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતાં. અહીંના ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો.
Ø  તક્ષશિલા તેમ જ નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુઅન શ્વાંગજ 657 હસ્તલિખિત  ગ્રંથો પોતાની સાથે ચીન લઇ ગયો હતો.
Ø  7 મી મહાવિદ્યાલયના સાત મોટા ખંડો હતા.
Ø  વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતા.
Ø  વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા.
Ø  વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા.
Ø  ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરાં પાડવામાં આવતાં.
Ø  ઇ.સ.ની પાંચમીથી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યાકેન્દ્ર તરીકે રહી હતી.

 4. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો.
Ø  વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપીંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
Ø  આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરૂના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા.
Ø  ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા.
Ø  અર્થશાસ્ત્રના કર્તા કૌટિલ્યે પણ અહીં અભ્યાસ કર્યો હતો.
Ø  દંતકથાનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઇ ભરતના પુત્ર તક્ષ પરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે.
Ø  વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરનાં નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા. વારાસણીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા.
Ø  કૌશલના રાજા પ્રસેનજિત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની અને રાજનીતિજ્ઞ કૌટલ્યે પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે.
Ø  ચંદ્રગુપ્ત મોર્યના ગુરૂ ચાણક્યે અને ખુદ ચંદ્રગૃપ્ત મોર્ય અહીં શિક્ષણ લીધું હતું.
Ø  તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરૂ ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્રક્રિયા, ગજવિદ્યા, ધનુવિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું.
Ø  પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. 

5. વારાસણી વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો.
Ø  વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઇ.સ. પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું.
Ø  એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા.
Ø  વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે.
Ø  ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી.
Ø  આદિ શંકરાચાર્ય જેવા સમય તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિધ્ધાંતનની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું.
Ø  ચૈતન્ય મહાપ્રભુ અને પ્રષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી.
Ø  પંજાબના વિદ્ધાન કુંટુંબોને સ્થળાંતર કરવું પડ્યું, ત્યારે તેઓ મુખત્વે કાશી ને ચોડા પ્રમાણમાં કશ્મીર જઇને વસ્યાં હતાં.
Ø  અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા.
Ø  સમ્રાટ અશોકના આશ્રયથી  વારાસણીનો સારનાથમઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો. 

6. વલભી વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો.
Ø  ઇસ્વીસનના સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું.
Ø  વલભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો.
Ø  7મી સદીમાં ભિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ધ હતું. સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બોદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ વલભીના અગ્રણી આચાર્યો હતા.
Ø  દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.
Ø  ચીની પ્રવાસી ઇત્સિંગે નોધ્યું છેકે વલભી પૂર્વભારની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી
Ø  વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું.
Ø  વલભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રય દાતાઓ હતા.
Ø  મૈત્રક વંશના રાજવીઓ બોદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા.
Ø  અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતાં. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારી પ્રાપ્ત કરતા.
Ø  આ વિદ્યાપીડમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું.
Ø  ઉ.સ.1775 મા અરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી.

 7. પ્રાચીન ભાષાઓમાં સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવો.
Ø  સામાન્ય રીતે  અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની સાંકેતિક શબ્દમાળા એટલે ભાષા. સદીઓથી ભારતમાં વિવિધ ભાષાઓનો ઉદભવ થતો રહ્યો અને આ ભાષાઓએ એકબીજા પર પ્રભાવ પાડ્યો. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું.
Ø  વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઘણો ઓછો છે. પણ ધાર્મિક કાર્યોમાં અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે.
Ø  મહર્ષિ પાણિનિ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઇ.સ. પૂર્વે 4 સદીમાં કરી હતી.
Ø  સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે.
Ø  આજના સમયમાં પણ સંસ્કૃત ભાષા વિશ્વકક્ષાએ સર્વસ્વીકૃત બની છે.
Ø  સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન ભાષા હતી.

 8. પ્રાચીન ભારતીય સાહિત્યનો ટૂંક પરિચય આપો.
Ø  ભારતીય સાહિત્યના પ્રાચીનતમ ગ્રંથમાં ચાર વેદોનો સમાવેશ થાય છે. 
Ø(1) ઋગ્વેદ :
        
Ø  ઋગ્વેદ દસ ભાષામાં વહેંચાયેલો અદભુત ગ્રંથ છે. જેમાં 1028 જેટલી ઋચાઓ છે. મોટાભાગે દેવોએ સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞપ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ઘણી મનમોહક છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સમાજીક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે.
Ø(2) સામવેદ :
        
Ø  ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે સામવેદની રચના થઈ છે. શ્લોકોમાં રાગ અને લય મહત્વપૂર્ણ હોવાથી તેને સંગીતની ગંગોત્રી કહે છે.
Ø(3) યજુર્વેદ :
        
Ø  ગદ્ય–પદ્ય  સ્વરૂપે રચાયેલા આ યજ્ઞ માટેના વેદમાં મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
Ø(4) અર્થવેદ :
         
Ø  આ વેદમાં અનેક કર્મકાંડો અને સોળ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.
Øઉપનિષદો :
        
Ø  આ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોના વિવેચન કરવામાં આવ્યું છે.
        
Ø  બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે.
        
Ø  ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે.
        
Ø  બ્રાહ્મણ ગ્રંથો :
               
Ø  વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદસ્વરૂપમાં રચાયેલી ટીકાઓના બ્રાહ્મણગ્રંથોમાં સમાવેશ થાય છે.
        
Ø આરણ્યકો :
                
Ø  આર્યો તેમના જીવનનો અંતિમ સમય  અરણ્યમાં જઇને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે.
        
Ø  વેદાંત :
                
Ø  આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે.
Ø  ભારતમાં બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે.                  
Ø  આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઇ.સ. ની બીજી સદીમાં મળ્યું.
Ø  રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્વની કથા આપી છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે.
Ø  મહાભારતમાં લગભગ એક લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે.
Ø  મહાભારતના શ્રીમદ્ ભગવતગીતામાં ગહન દાર્શનિક સિધ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે.                       Ø  રામાયણ અને મહાભારત બન્ને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે.
Ø  આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
Ø  આ સમયગાળા દરમિયાન કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જેવા વહીવટી વિજ્ઞાન શાસ્ત્રો તેમજ ગણિત વિજ્ઞાન સમ્બધીત શાસ્ત્રોની પણ રચના થઇ.
Ø  ગ્રંથોમાં ધર્મ દ્રારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે.
Ø  પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલિ ભાષામાં લખાયું. આ સાહિત્ય ત્રણ ભાગોમાં વહેચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા છે. ગુપ્તયુગ સંસ્કૃતના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો.
Ø  કવિ કાલિદાસે કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ્ વગેરે મહત્વપૂર્ણગ્રંથો આપ્યા.
Ø  બાણભટ્ટ સમ્રાટે હર્ષવર્ધનના જીવન ચરિત્ર હર્ષચરિત્ર અઅને બાણે કાદમ્બરીની રચાન કરી.
Ø  ભવભૂતિનું ઉત્તરરામચરિત્ર, ભારવિનું કિરાતાર્જુનિતમ્, વિશાખાદતનું મુદ્રારાક્ષસ, શુદ્રકનું મચ્છકટિકમ્ અને દંડીનું દશકુમારચરિત્ર પણ આ સમયના સમુદ્ધ  ગ્રંથો છે.
Ø  ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા, મીરાંબાઇ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રિતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો  વગેરે રચીને કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે.
Ø  બંને ગ્રંથો થકી વર્ષોથી સંસ્કાર સિંચનનું કાર્ય થતું આવ્યું છે.
Ø  સમય સાથે અન્ય ભાષાઓમાં પણ રામાયણ અને મહાભારતની રચના થઇ છે. જેમાં તુલસીદાસ રચિત રામચરિતમાનસ, બંગાળીમાં કૃતિવાસ રચિત રામાયણ તેમજ તમિલ ભાષામાં કવિ કમ્બલ રચિત રામાયણ અને મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું હતું. 

11. મધ્યકાલીન સાહિત્ય ટૂંકમાં સમજાવો.
Ø  ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા છે. સામવેદનો કથાસરિતસાગર અને બીજો છે. કલ્હાણનો રાજતરંગિણી.
Ø  રાજતરંગિણી કશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે.
Ø  આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોંવિદ છે, જેની ગણના સંસ્કૃત સુંદર કાવ્યગ્રંથોમાં થાય છે.
Ø  આ સમય અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો.
Ø  કવિ ચંદબદરાઇ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથિ છે. પૃથ્વીરાજ ચૌહાણનાં વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો.
Ø  આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઇ, જેમાં શંકરાચાર્યનું ભાસ્ય મુખ્ય છે.
Ø  આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિકાસ થયો.
Ø  થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતાં કવિ પંપાએ આદિપુરાણની રચના કરી.
Ø  સોળમા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી.
Ø  એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ પ્રાંરભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે.
Ø  કવિ કમ્બલે તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું.
Ø  ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યક કૃતિઓની રચના દિલ્લી સલ્તનતકાળમાં વેગીલી બની.
Ø  હિન્દી ભાષામાં બે સ્વરૂપો વૃજ અને ખડીબોલીનો પણ સાહિત્યક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો આ બન્ને ભાષાઓમાં અનેક ભક્તિગીતો રચાયા.
Ø  હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. આલ્હા, ઉદલ, બીસલદેવ અને રાસો આ સમયની વિખ્યાત વિરગાથાઓ છે. 
Ø  મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયનએ અવધી ભાષાનો સૌથી જુનો ગ્રંથ મનાય છે જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતાં હતા.
Ø  ફારસી ભાષા દિલ્લીના સુલતાનોની રાજ્ભાષા હતી. તેના સાહિત્ય અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે.
Ø  આ યુગમાં અનેક ઈતિહાસકારો થયા જ્યાં ઝિયાઉદ્દીન બરનીએ તારીખે ફિરોજશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા-એ-જહાંદારી નામનો ગ્રંથ પણ લખ્યો.
Ø  અમીર ખુશરો આ સમયનો સૌથી વધુ મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. તેની મહત્વની કૃતિઓમાં આસિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે.
Ø  ભક્તિમાર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી, કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોક બોલીઓમાં છે. તેના દોહાઓ લોકસાહિત્યનું અંગ બન્યા છે.
Ø  મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધીમાં લખાયો.
Ø  બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંદીદાસે સેકડો ગીતો રચ્યાં. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઇ.
Ø  નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિગીતો રચ્યા. જૈનુંલબિદિનના આશ્રયે કશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.
Ø  વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમને ‘આમુક્તમાલ્યદા’ ગ્રંથની રચના કરી.
Ø  પ્રથમ મુઘલ બાબર તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું.
Ø  હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું.  જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી, ઔરંગઝેબ પણ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફર પણ એક ઉર્દૂ કવિ હતો.
Ø  તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા.
Ø  અબુલ ફજલે આયને અકબરી અને અકબરનામા લખ્યું. આયને અકબરીમાં ભારતીય રીતરિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનનાં લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે.
Ø  અબુલ ફજલના ભાઈ ફૈજી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા.
Ø  અકબરે તો મહાભારત, રામાયણ, અર્થવેદ, ભગવદ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી.
Ø  મધ્યયુગથી સૌથી મહત્વની ઘટના ઉર્દૂ ભાષાના જન્મની છે. આ નવી ભાષામાં સાહિત્યની દ્રષ્ટીએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ જેવા મહાન કવિઓ થયા.
Ø  અઠારમી સદીમાં ઉર્દૂ ગધનો વિકાસ થયો. જેમાં મુહમંદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે.

 12. મધ્યકાલીન સાહિત્યમાં ફારસી ભાષાનું પ્રદાન જણાવો.
Ø  ફારસી ભાષા દિલ્લીના સુલતાનોની રાજ ભાષા હતી. તેના સાહિત્યકારની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે.
Ø  આ યુગમાં અનેક ઇતિહારકારો થયાં જયાં ઝિયાઉદ્દીન બરનીએ તારીખે ફિરોજશાહીની રચના કરી, જેમાં ખલજી એન તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો પર ફતવા એ જહાંદારી નામનો ગ્રંથ પણ લખ્યો.
Ø  અમીર ખુશરો આ સમયનો સોથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહારકાર, રહસ્યવાદી સંત અને સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા.
Ø  અમીરખુશરો પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનનાં પુષ્કળ વખાણ કર્યા છે. તે ર્દઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે તે દિલ્લીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિંદવી કહેતા અને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. તેમણે હીન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી.
Ø  અબુલ ફઝલે આયને અકબરી અને અકબરનામા લખ્યું. આયને અકબરીમાં ભારતીય રીતરિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનનાં લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
Ø  અબુલ ફઝલનો ભાઇ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યો.
Ø  અકબરે તો મહાભારત, રામાયણ, અર્થવેદ, ભગવતગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી.