·  


·                   પ્રકરણ-1પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

·         પ્રશ્ન 1  નીચેનાપ્રશ્નોનામાટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.

(1) સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબતો જરૂરી નથી?
(A) ઊંચું તાપમાન     (B) નીચું તાપમાન 
(C) ભેજ                      (D) વરસાદ

જવાબ(B) નીચું તાપમાન

(2)જમીનની તૈયારી એ પાક ઉત્પાદન ક્યુ પગથિયું છે?
(A)પ્રથમ                     (B)દ્વિતીય 
(C)તૃતીય                     (D)છેલ્લુ

જવાબ (A)પ્રથમ

(3)વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી હોય છે ?
(A)90     (B)80     (C) 45     (D) 60

જવાબ ( A) 90

(4) આપણા દેશમાં શેની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે ?
(A)હળ    (B) દાતરડા     (C) કુહાડી     (D) પાવડા

જવાબ(B)દાતરડા

(5) પાકની લણણી માટે વપરાતું સાધન ક્યુ છે ?
(A) હળ     (B)વાવણીયો     (C) સમાર     (D) હાર્વેસ્ટર

જવાબ (D) હાર્વેસ્ટર

·         પ્રશ્ન-૨ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો.

    (1)    જમીનના ઉપરના સ્તર ને ઉપર નીચે કરવાની પદ્ધતિને______ કહે છે?
       જવાબ- ખેડાણ


(2)   
જમીનનીખેડ____ દ્વારા કરવામાં આવે છે ?
     જવાબ-હળ

(3)   
નાના ખેતર વાળા ખેડૂતોઅનાજનાદાણાઓને______જેવી ક્રિયા દ્વારા અલગ કરેછે?
     જવાબ-ઉપણવા

(4)   
અનાજનાઘરગથ્થુ સંગ્રહ માટે_____નાસૂકાપાનનો ઉપયોગ કરવામાં આવે છે .
    જવાબ- લીમડાના

(5)   
વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે એ ઉપરાંત______,અને ______પણ શોષણ થાય છે.
     જવાબ- ખનીજો અને ખાતરો નું


પ્રશ્ન-3 નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો
(1)    જમીન પોચી કરવાને કારણે જમીનમાં રહેલ વાયુ મુક્ત થાય છે.
     જવાબ- ખોટું


(2)   
પોચી જમીનમાં ખાતર સરળતાથી મિશ્ર થઇ જાય છે .
     જવાબ- સાચું

(3)   
બિજનેજમીનની ચોક્કસ ઊંડાઈ વાવવામાં આવે છે .
     જવાબ- સાચું

(4)   
બીજને જમીનની અંદર એકબીજાની ખૂબ નજીક વાવવામાં આવે છે .
      જવાબ- ખોટું.      

(5)   
વાવવામાં આવતા બીજ ચોખ્ખા, તંદુરસ્ત અને કોઈપણ પ્રકારના રોગ વગરના હોવા જોઈએ.
જવાબ- સાચુ


પ્રશ્ન-4 નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો

(1) સજીવોને વિવિધ જેવી ક્રિયાઓ કરવા માટેનીશક્તિ કેવી રીતે મળે ?
જવાબ-સજીવોને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ ખોરાકમાંથી મળે છે.


(2) વ્યાખ્યા આપો : પાક
જવાબ -જ્યારે કોઈ એક જ પ્રકારના છોડ ને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે .


(3) વ્યાખ્યા આપો : સિંચાઈ
જવાબ-સમયાંતરેખેતરમાં પાણી પૂરું પાડવાની પ્રક્રિયા ને સિંચાઈ કહે છે.


(4) સિંચાઇની પરંપરાગત રીતો ના નામ આપો. 
જવાબ- મોટ,ચેનલ પંપ,ચેનલપંપ,રહેટ


(5) ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું કેમ આવશ્યક છે ?
જવાબ- જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપો આવશ્યક છે.


(6) આધુનિક સિંચાઈ ની મુખ્ય પદ્ધતિઓજણાવો.
જવાબ- (1)ટપક પદ્ધતિ      (2)ફુવારાપદ્ધતિ


(7) વ્યાખ્યા આપો : નીંદણ
જવાબ- ખેતરમાં કેટલાકઅનૈચ્છિકછોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે આવાઅનૈચ્છિક છોડ ને નીંદણકહે છે.

(8) વ્યાખ્યા આપો : લણણી
જવાબ- પાક જ્યારે પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાનીપ્રક્રિયાને લણણી કહે છે.


(9) વ્યાખ્યા આપો : પશુપાલન
જવાબ– ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પ્રાણીઓને યોગ્ય ખોરાક રહેઠાણ તેમજ દેખરેખ રાખવી આવશ્યક હોય છે જ્યારે આને મોટાપાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહે છે.

(10)વ્યાખ્યા આપો  : ખરીફ પાક અને રવિ પાક
જવાબ- જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફપાકકહે છે.

જે પાકને શિયાળાની ઋતુમાં રોકવામાં આવે છે તેને રવિપાક કહે છે .

પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર લખો
(1) ટૂંકનોંધ લખો ભૂમિને તૈયાર કરવી :
જવાબ–પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે. માટીનેઉલટાવી અને પોચી બનાવીએ ખેતીનું મહત્વ નું કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે અને જમીનમાં રહેતા અળસિયાં અને સૂક્ષ્મ જીવો જમીનની ફળદ્રુપતા વધારવા સહાય કરે છે. આ સજીવો ખેડૂતના મિત્રો છે, કારણ કે તે માટીને ઉપર-નીચે કરીને પોચી કરે છે, અને તેમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે .

(2) તંદુરસ્ત બીજથી હાનિકારક બીજને અલગ કરવાની રીત જણાવો .
જવાબ–વાવણી પાક ઉત્પાદન નો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા માટે બીજ ને પ્રાથમિકતા આપે છે. સૌપ્રથમ બીજને પાણીમાં નાખવામાં આવે છે. હલકા અને ખરાબ બીજ પાણીની ઉપર તરે છે અને સારી ગુણવત્તાવાળા બીજ ડૂબી જાય છે.આવી રીતે હાનિકારક બીજને અલગ કરવામાં આવે છે.

(3) કુદરતી ખાતર ના ફાયદા જણાવો.
જવાબ- કુદરતી ખાતર નો ઉપયોગ કરવાથી જમીનની જલધારણ ક્ષમતા માં વધારો થાય છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે. તેનાથી વાયુ વિનયમાં સફળતા પ્રાપ્ત થાય છે અને કુદરતી ખાતર નો ઉપયોગ કરવાથી સૂક્ષ્મ જીવો માં વધારો થાય છે. જમીનના બંધારણમાં સુધારો થાય છે.

(4) ટૂંકનોંધ લખો : ફુવારા  પધ્ધતિ
જવાબ– આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભુમિ માટે કરવામાં આવે છે. જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. આ પદ્ધતિમાં કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોજલો લગાડવામાં આવે છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલી હોય છે, જ્યારે પંપ ની મદદથી પાણી મુખ્ય પાઈપમાં પહોંચાડવામાં આવે છે, ત્યારે તે ફરતી નોઝલોમાથી બહાર નીકળે છે. એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય ! ફુવારા પદ્ધતિ નો ઉપયોગ રેતાળ જમીનમાં કરવામાં આવે છે.

(5) ટપક સિંચાઈ પદ્ધતિ વિશે જણાવો .
જવાબ– આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપેછોડના મૂળમાં પડે છે. આથી તેને ટપક પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમાં વૃક્ષને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. આનાથી છોડને ટીપે-ટીપે પાણી પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારમાં એક વરદાન સમાન છે.