પાઠ-૧. વાંદરાને વાંચતા ન આવડે
શબ્દાર્થ
ઝાડ- વૃક્ષ
ઘર- મકાન, ભવન
અચરજ- આશ્વર્ય, નવાઈ
હાથ- હસ્ત,કર
આકાશ- ગગન,નભ
પવાન- વાયરો,હવા
પાણી- જળ, નીર
માથું- મસ્તક,સિર
સિંહ - સાવજ
★ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
1. વાંદરા નું નામ શું હતું?
જ. વાંદરા નું નામ ખટખટ હતું.
2. વાંદરા ની ચિંતા કોણ કરતું હતું?
જ. વાંદરા ની ચિંતા સુધરી કરતી હતી.
3. ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું?
જ. ઠંડીથી બચવા વાંદરાઓએ ખેતરમાંથી લાલ મરચાં લાવીને એક જગ્યાએ ભેગા કરીને તાપણું કર્યું.
4. વાંદરાઓ વારંવાર શું બોલતા હતા?
જ. વાંદરાઓ વારંવાર હૂપ હૂપાહૂપ બોલતા હતા.
5. સુઘરી ની સલાહ સાચી હતી કે ખોટી ? કેમ?
જ. સુઘરી ની સલાહ સાચી હતી કારણ કે ઘર વગર બધાને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે.
6. સુઘરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી?
જ. સુઘરી એ વાંદરોની ચિંતા છોડી દીધી કારણ કે સુધરી વાંદરાને વારંવાર ઘર બનાવવાનું કહ્યું છતાં પણ વાંદરાએ ઘર બનાવ્યું એટલે સુધરી એ ચિંતા છોડી દીધી.
7. ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી?
જ. ઘર વગર વાંદરાને શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદની બચવાની મુશ્કેલી પડી હતી.
★ નીચેની ખાલી જગ્યા પૂરો.
1. સુઘરીએ_______ ને ઘરે બનાવવાનું કહ્યું.
જ. વાંદરાભાઈ.
2. શિયાળામાં ઠંડીથી બચવા લોકો _________કરે છે.
જ. તાપણું.
3. ઉનાળામાં વાંદરાઓ પૂંછડીથી_______નાખતા હતા.
જ. પવન.
4. ખટખટે ઘર પાસે _______જોયું.
જ. અચરજ.
5. ટીકુ બહેન________ ના શોખીન છે.
જ. વાંચન.
★ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
1. સુધરી ઝાડ પર લટકતો માળો બાંધે છે.
2. વાંદરા નું નામ ચટપટ હતું.
3. સુઘરી ના કહેવાથી વાંદરાભાઈ એ ઘર બનાવ્યું.
ઉત્તર :
૧. ખરું
૨. ખોટું
૩. ખોટું
1. ઉંદરનું રહેઠાણ - દર
2. માણસ નું રહેઠાણ -ઘર
3. વાઘ ,સિંહ નું રહેઠાણ- બોડ
4. ચકી,ચકીનુ રહેઠાણ- માળો
5. ગાય, બકરી નું રહેઠાણ- વાડો
ઉદાહરણ- બારેમાસ એક ઝાડથી બીજા પર ફરતો રહે.
વાક્ય- બારેમાસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે.
1. ખટખટે ઘર પાસે અચરજ જોયું.
વાક્ય- ખટખટે એક ઘર પાસે અચરજ જોયું.
2. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે.
વાક્ય- બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે.
3. ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે.
વાક્ય- ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે.
4. ખટખટ એય તારે નથી બનાવવું.
વાક્ય- ખટખટ એય ખટખટ તારે ઘર નથી બનાવવું.
5. વાંદરાઓએ ન બનાવ્યું તે જ બનાવ્યું.
વાક્ય- વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું.
1. માણસોને તાપણાં જોઈ ખટખટને ______ લાગી.
જ. નવાઈ
2. માણસો________થી તાપતા હતાં.
જ. લાકડાં
3. ખટખટે હૂપાહૂપ કરી પોતાના _____ ને બોલાવ્યા.
જ. મિત્રો
4. આખરે થાકીને સુધરીએ વાંદરાઓની ______ કરવાની છોડી દીધી.
જ. ફિકર
5. ઉનાળામાં ખટખટને ખૂબ_________ થતો.
જ. પરસેવો.
★ ઋતુ ઓળખો અને લખો.
1. મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે
- શિયાળો.
2. બધાં વાંદરા પાણીમાં ભીંજાઈ ગયા.
- ચોમાસું.
3. સુઘરી મારામાં ઢૂલતી હતી.
- ઉનાળો.
4. વાંદરા પુછડી માથે મૂકી બેઠા.
- ચોમાસું.
5. વાંદરાઓએ માણસો ની નકલ કરી.
- શિયાળો.
6. ઝાડ ની છાંયે બેસી વાંદરા એક બીજા ને પંખો નાખતા હતા.
- ઉનાળો.
7. આકાશ માંથી વરસે આગ,ડોસી મને પવન નાખ.
- ઉનાળો.
8. સળગાવી ને લાંકડા, તાપણું કરે માકડાં !
- શિયાળો.
9. ડાળે ડાળે ફરીએને કૂદીએ ઘરના છાંપરા..
- શિયાળો.
10. ગડગડાટ કરતાં વાદળો, પાણી આગળ પાછળ..
- ચોમાસું.
0 Comments