To Be ભૂતકાળના રૂપોનો ઉપયોગ ઘણો વિશાળ છે. અહી વિવિધ છ રીતે થતા ઉપયોગના ઉદાહરણ આપવામાં આવ્યા છે. જે સમજવામાં ઘણા સરળ છે. ઉપરાંત તેનો વ્યવહારિક ઉપયોગ કરવો પણ શીખવવામાં આવ્યો છે. આટલું સમજ્યા પછી આપમેળે થોડા વાક્યો ગુજરાતીમાં વિચારીને તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ રીતે ઉપયોગી નીવડશે.


To Beના ભૂતકાળના રૂપો

            Singular                        Plural
પ્રથમ પુરુષ    I was                           We were
                     આઈ વોઝ                   વી વર
               હું હતો                       અમે હતા
બીજો પુરુષ   You were                     You were
                        યુ વર                      યુ વર
                તું હતો                      તમે હતા
ત્રીજો પુરુષ   He was
                      હી વોઝ
                તે હતો
              She was                They were
                    શી વોઝ                             ધે વર
              તેણી હતી                     તેઓ હતા
              It was
                    ઈટ વોઝ
              તે હતું
ઉપયોગ:
A. નામ દર્શાવવા :
1.  તે મયંક હતો.
     He was Mayank.
2.  તેણી માનસી હતી.
    She was Mansi.

B.  કામ દર્શાવવા :
1.  અમે વિદ્યાર્થીઓ હતા.
   We were students.
2.  તેઓ અમારા શિક્ષકો હતા.
   They were our teachers.

C.  સ્વભાવ દર્શાવવા :
1.  તે સારા વડાપ્રધાન હતા.
  He was a good Prime Minister.
2.  તેનાલી ઘણા બુદ્ધિશાળી હતા.
  Tenali was very intelligent.

D.  દેખાવ દર્શાવવા :
1.  તે બાળક ઘણું સુંદર હતું.
  That child was very cute.
2.   મીનાક્ષી લગ્ન પહેલા ઘણી જાડી હતી.
  Minaxi was very fat before her marriage.

E.  સ્થિતિ દર્શાવવા :
1.  હું ઘણો થાકેલો હતો.
  I was very tired.
2.  ફિલ્મ ઘણી કંટાળાજનક હતી.
  The movie was very boring.

F.  સ્થળ દર્શાવવા :
1.  હું થીએટરમાં હતો.
   I was in theatre.
2. તેઓ અગાસી પર હતા.
 They were on terrace.