પાઠ: 1 વનસ્પતિ માં પોષણ

પ્રશ્ન 1   ખાલી જગ્યા પૂરો.
1. .............પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે .     
--વનસ્પતિ

2................. એ વનસ્પતિ ખોરાક બનાવવા માટે નું કારખાનું છે .
--પર્ણ

3. કોષ પર ના પાતળા આવરણને ................કહે છે .    
-- કોષરસસ્તર

4. દરેક કોષને મધ્યમાં ગોઠવાયેલ ચક્ર રચનાને ..............કહે છે.
-- કોષકેન્દ્ર

5. કોષકેન્દ્ર ની આસપાસ આવેલા જેલી જેવા દ્રવ્યને............... કહેવાય.
-- કોષરસ

6. વનસ્પતિ ...............દ્વારા પાણી અને ખનીજ દ્રવ્યો શોષે છે.
-- મૂળ

7. અમરવેલ ...............નુ ઉદાહરણ છે.
--પરોપજીવી

8........... ..... વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે.
--કીટાહારી વનસ્પતિ

9............... બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજન લઈ શકે .
--રાઈઝોબીયમ

10. ..............જેવા સજીવો માં લીલ અને ફૂગ ધરાવતી વનસ્પતિ એક સાથે જોવા મળે છે.
--લાઈકેન

પ્રશ્ન-૨ વ્યાખ્યા આપો.

1 . કીટાહારી વનસ્પતિ :
જે વનસ્પતિ કીટકોને પકડી તેમનું પાચન કરી પોતાની નાઇટ્રોજનયુક્ત ખોરાકની ખોટ પૂરી પાડે છે તેને કીટાહારી વનસ્પતિ કહે છે.

2. મૃતોપજીવી પોષણ :
જે વનસ્પતિ મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે ત્યારે મૃતોપજીવી પોષણ કહે છે.

3. મૃતોપજીવી :
જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે એવી વનસ્પતિને મૃતોપજીવી પોષણ કહે છે.

4. યજમાન :
પરોપજીવી સજીવ જે સજીવ માંથી પોષણ મેળવે તેને યજમાન કહે છે 

5. કોષ :
સજીવ શરીરમાં આવેલા નાનામાં નાના એકમને કોષ કહે છે.

પ્રશ્ન-૩  નીચેના પ્રશ્નોના જવાબ આપો.

1. પોષક તત્વો એટલે શું?
--આપણા શરીરમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામીન અને ખનીજ તત્વો વગેરે ઘટકો છે જે આપણા શરીર માટે જરૂરી છે તેને પોષક તત્વો કહે છે.

2. વનસ્પતિ શાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે?
--વનસ્પતિ પાણી ,કાર્બન ડાયોક્સાઇડ ,ખનીજ તત્વોનો ઉપયોગ કરીને પોતે જાતે ખોરાક બનાવે છે.

3. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે ?
--સજીવોને કાર્ય કરવા માટે ,શક્તિ મેળવવા માટે ,વૃદ્ધિ અને વિકાસ માટે, શરીરને તંદુરસ્ત રાખવા અને નિરોગી રાખવા માટે ઉપયોગી છે.

4. પોષણ એટલે શું ?
-- સજીવોદ્વારા ખોરાક ગ્રહણ કરવાની શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.

5. સ્વાવલંબી પોષણ એટલે શું?
--જે પોષણમાં સજીવો સરળ પદાર્થોમાંથી જાતે ખોરાક બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે.

6. સ્વાવલંબી સજીવ કોને કહે છે?
-- જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને સ્વાવલંબી સજીવ કહે છે.

7. પરાવલંબી સજીવ કોને કહે છે?
-- જે સજીવો વનસ્પતિ પાસેથી ખોરાક મેળવે છે તેવા સજીવોને પરાવલંબી કહે છે.

8. પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ નું નામ જણાવો .
--પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ નું નામ અમરવેલ છે.

9. કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે ?
--કળશ પત્ર એવી વનસ્પતિ છે જે કીટકોને ફસાવે છે અને આરોગે છે.

10. મૂળ દ્વારા શોષાયેલા પોષક તત્વો પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે?
-- મૂળ દ્વારા શોષાયેલા પોષક તત્વો પરિવહન દ્વારા પર્ણ સુધી પહોંચે છે આ પરિવહન પ્રકાંડ દ્વારા થાય છે.

પ્રશ્ન 4.  ખરા-ખોટા જણાવો. 

1. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સૌર ઊર્જા પર્ણ માં રહેલા હરિતદ્રવ્ય નામના રંજકદ્રવ્ય દ્વારા શોષાય છે.~ સાચું 
2.પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે.
~ ખોટું 
3.પ્રોટીન એ પ્રકાશસંશ્લેષણની પેદાશ નથી.
~ સાચું
4. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિ દ્રવ્ય ધરાવતી નથી.
~ સાચું 
5.બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે.
~સાચું
6. પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલ પોતાનો ખોરાક બનાવે છે.
 ~સાચું
7. વનસ્પતિ વાતાવરણમાંથી સીધેસીધો નાઈટ્રોજનનો ઉપયોગ કરે છે.
~ખોટું
8. જે વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે.
~ખોટુ
9. ફૂગ ના જીવાણુ હવામા જોવા મળતા નથી.
~ખોટું 
10. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે.
~ સાચું