પદ્ય-1.વૈષ્ણવજન
 કવિ-નરસિંહ મહેતા
 સમય:ઇ.સ.પંદરમીસદી
કવિ પરિચય
     નરસિંહ મહેતા નો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા માં થયો હતો. તેમની કર્મ ભૂમિ જૂનાગઢ હતી. તેમના જીવન વિશે આધાર ભૂત માહિતી મળતી નથી. તેઓ ઉત્તમ 'આદિ કવિ 'તરીકે જાણીતા છે. તેમની 'શામળશા નો વિવાહ', 'હાર', હૂંડી', 'મામેરું',  'શ્રાદ્ધ', 'જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. એમના પદ 'પ્રભાતિયા 'તરીકે જાણીતા છે. 'ચાતુરીઓ', 'હિંડોળાના પદ', 'વસંત નાપદ', 'કૃષ્ણ લીલાના પદ' વગેરે તેમની જાણીતી રચનાઓ છે.

કાવ્ય પરિચય
      ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાત ની પ્રજા ના હૈયે વસેલા છે. 'વૈષ્ણવજન' પદ તો ગાંધીજીને અતિ પ્રિય હતું.એ કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું છે. આ પદ માં વૈષ્ણવ વજન એટલે સાદી ભાષા માં જેને ભગવાન નો માણસ કહીએ છીએ. એના લક્ષણો બતાવવા માં આવ્યા છે. જે બીજા નું દુઃખ જાણે, કોઈ ની પર ઉપકાર કરે છતાં મન માં અભિમાન ન રાખે, બધા ને માન આપે, કોઈ ની નિંદા ન કરે, મન-વચન કર્મ થી શુદ્ધ હોઈ,બધા તરફ સમભાવ રાખનાર હોઈ, પર સ્ત્રી ને માતા ની દ્રષ્ટિથી જુએ,અસત્ય વચન ન બોલે, બીજા ના ધન ને હાથ પણ ના અડાડે, મોહ -માયા ત્યાગી દીધા હોઈ અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, લોભ-કપટ -કામ-ક્રોધ રહિત હોઈ તે ખરો સજ્જન છે. એવા માણસ ના દર્શન થી આપણી ઇકોત્તેર પેઢી તરી જાય છે 
           
         શબ્દાર્થ
સમાનાર્થી  શબ્દ

જન

માણસ, વ્યક્તિ

સકળ

બધું, સઘળું

પીડ

પીડા, દુઃખ, મુશ્કેલી

પરાયું

બીજાનું ,પારકું

તૃષ્ણા

લાલસા, ઈચ્છા

તન

દેહશરીર,કાયા

નિત્ય

હમેશા, દરરોજ

કામ

વાસના, ઇચ્છા

નિર્મળ

શુદ્ધ, પવિત્ર

અભિમાન

અહંકાર, ગર્વ

વણલોભી

લોભ વિનાનું

ચરણ

પગ, પાય


તળપદા શબ્દ

આણે

લાવે,

વાચ

વાણી

કાછ

કાછદો ,(અહીં)ચારિત્ર્ય

ધન

ભાગ્યશાળી,ધન્ય

ભણે

કહે

કેની

કોઈ ની.  

તીરથ

તીર્થ

પરધન

પારકું ધન

દરશન

દર્શન

વાચ

વાણી

નવ

ના,નહીં

ઝાલે

પકડે,લે

જાણે

જનવું,

માત

માતા

તોયે

તોપણ

જિહવા

જીભ


વિરુદ્ધાર્થી શબ્દ

ઉપકાર

અપકાર

વળ લોભી

લોભી

સુખ

દુઃખ

પાપ

પુણ્ય 

નિંદા

વખાણ

અસત્ય

સત્ય

અભિમાની

નિરાભિમાની

કપટ

નિષ્કપટ

સમાન

અસમાન

નિર્મળ

મલિન


રૂઢિ પ્રયોગ

તાળી લાગવી
-એક તાન થવું, લગની લાગવી

ઇકોતર કુળ તારવા
-તમામ પૂર્વજો નો ઉદ્ગાર કરવો

શબ્દ સમૂહ માટે એક શબ્દ

લોભ વગર નું

વણ લોભી

સમાન દ્રષ્ટિ રાખનાર

સમ દ્રષ્ટિ

ચલિત ન થઈ શકે તેવું

અચલ

કપટ વિનાનું

નિષ્કપટ

વિષ્ણુ ની ઉપાસના કરનારવ્યક્તિ

વૈષ્ણવજન

આખું વિશ્વ

સકળ લોક

કોઈ પવિત્ર યાત્રા ની જગ્યા

તીર્થ

સંસાર પ્રત્યે રાગ કે આશક્તિ ન હોવા તે

વૈરાગ્ય


_●એક વાક્ય માં જવાબઆ પો●__
પ્રશ્ન-1 વૈષ્ણવજન કેવો હોય છે?
જવાબ-1 : વૈષ્ણવજન નિરાભિમાની અને નિષ્કપટ હોઈ છે.

પ્રશ્ન-2વૈષ્ણવ વજન કાવ્ય કોને પ્રિય હતું?
જવાબ-2 : વૈષ્ણવ જન કાવ્ય ગાંધીજી ને પ્રિય હતું.

પ્રશ્ન-3 કવિ કોને ધન્ય ગણે છે?
જવાબ-3 કવિ એને ધન્ય ગણે છે જેના વાણી, ચારિત્ર્ય અને મન સ્થિર છે.તેવી વ્યક્તિ ની માતા ને જેને એવા વૈષ્ણવજનને જન્મ આપ્યો છે

પ્રશ્ન-4 કવિ ને મતે સમ દ્રષ્ટિ એટલે શુ?
જવાબ-4 : કવિ ને મતે સમ દ્રષ્ટિ એટલે સૌ વ્યક્તિ ને સમાન રીતે જોવાની દ્રષ્ટિ.

પ્રશ્ન-5 વૈષ્ણવજન ને માટે પર સ્ત્રી કેવી છે?
જવાબ-5વૈષ્ણવજન ને માટે પર સ્ત્રી માતા સમાન છે.

પ્રશ્ન-6 વૈષ્ણવજન નો કાવ્ય પ્રકાર કયો છે?
જવાબ-6 વૈષ્ણવજન નો કાવ્ય પ્રકાર પદ છે.

પ્રશ્ન-7 વૈષ્ણવજન નું મન સામા વ્યાપેલું રહેતું નથી?
જવાબ-7 વૈષ્ણવજનનું મન મોહમાયા માં વ્યાપેલું રહેતું નથી.

પ્રશ્ન-8 કવિ ના મતે ઇકોતર કુળ કેવી રીતે તારી શકાય છે?
જવાબ-8 કવિ ના મતે વૈષ્ણવ જન ના દર્શન માત્ર થી ઇકોતર કુળ તારી શકાય છે

પ્રશ્ન-9 મોહમાયા કોને સ્પર્શી શકતી નથી ?
જવાબ-9 જેની રગેરગમાં દઢ વૈરાગ્ય હોય,તેને મોહમાયા સ્પર્શી શકતા નથી.

પ્રશ્ન-10 સાચા વૈષ્ણવ જનને શાની લગની લાગી હોય છે?
જવાબ-સાચા વૈષ્ણવ જનને રામ નામની લગની લાગી હોય છે.

ત્રણ-ચાર વાક્યો માં જવાબ આપો.
પ્રશ્ન-1 કવિ વૈષ્ણવજન અને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે?
જવાબ-1 કવિ વૈષ્ણવજન ને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન મોહમાયા થીપર હોય છે. તેના અંતરમાં દઢ વૈરાગ્ય હોય છે. તેનામાં લોભ કે છળકપટ હોતા નથી. તેણે  કાર્યક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે તેનું ચિત્ત હંમેશાં રામના નામની ધૂનમાં લીન હોય છે.

પ્રશ્ન-2 'પર સ્ત્રી જેને માત રે'-પંક્તિ સમજાવો.
જવાબ-2 વૈષ્ણવજન ની આંખો નિર્મળ હોય છે તે સૌ ની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પર સ્ત્રી તરફ  કૃદૃષ્ટિ કરતો નથી.

પ્રશ્ન-3 વૈષ્ણવજન ના કયા ગુણો વંદનીય છે?
જવાબ-3 કવિ ને મતે જે વ્યક્તિ ની દ્રષ્ટિ સમદ્રષ્ટિ હોય, જે પર સ્ત્રીને માતા તરીકે જુએ છે, હંમેશા સત્ય બોલતો હોય, જે પારકા ધનને પત્થર સમજે તેમજ તેને કોઈ મોહમાયા ન હોય તેવી વ્યક્તિને કવિ વૈષ્ણવજન કહે છે. તેના આ તમામ ગુણો વંદનીય છે.

પ્રશ્ન-4 કવિ વૈષ્ણવજન ના દર્શન ને કેવા ગણાવે છે?
જવાબ-4 કવિ વૈષ્ણવજન ના દર્શન ને પવિત્ર ગણાવે છે. જેના દર્શન કરવાથી ઇકોતર કુળ  તારી શકાય છે જે માત્ર ભગવાન ભક્તિમાં લીન હોય છે.

પ્રશ્ન-5 નરસિંહ મહેતા કોની માતા ને ધન્ય ગણે છે?
જવાબ-5 જે સૌને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન -વચન- ચારિત્ર્ય નિર્મળ હોય છે: એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે.

પ્રશ્ન-6 કવિ વૈષ્ણવજન ના દર્શન ને પવિત્ર શા માટે ગણે છે.
જવાબ-6 સાચો વૈષ્ણવ નિર્લોભી નિર્મોહી અને સમદૃષ્ટિ વાળો હોય છે. તેના હ્રદયમાં કામ, ક્રોધ અને મોહ માયા ને સ્થાન હોતું નથી એ. તીર્થ સ્વરૂપ હોય છે આથી કવિ વૈષ્ણવજન ના દર્શનને પવિત્ર ગણે છે.

નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. 
પ્રશ્ન-1નરસિહ મહેતા વૈષ્ણવ જન ના ક્યાં -ક્યાં લક્ષણો જણાવે છે ? તે તમારા શબ્દો માં વર્ણવો.
જવાબ -1             
કાવ્ય-1વૈષ્ણવ વજન
સાહિત્ય પ્રકાર-પદ
                   પ્રસ્તુત કાવ્ય વૈષ્ણવજન  માં કવિ શ્રી નરસિહ મહેતા એ સાચા હરિજન ના લક્ષણો વર્ણવ્યા  છે.      
        કવિ કહે છે કે સાચા વૈષ્ણવ જન અન્ય ના દુઃખ દર્દ ને જાણે છે. તે અન્ય ના સુખ થી સુખી ને દુઃખ થી દુઃખી થાય છે. તે નિંદાથી પર રહે છે, અને કદી કોઈ ની ટીકા કરતો નથી. તે હંમેશા પરોપકાર કરી ને પણ નિરાભિમાની રહે છે. સાચો વૈષ્ણવજન હંમેશા સૌને માન આપે છે. તે હંમેશા પરસ્ત્રીને માતા સમાન ગણે છે. તે કદી અસત્ય બોલતો નથી. તે પારકા ધન ને હાથ લગાડતો નથી. તે કદી કોઈ વસ્તુ માટે લોભ કરતો નથી. તે સંસાર ની મોહમાયા થી પર હોય છે.
         આમ,નરસિંહ મહેતા એ સાચા વૈષ્ણવજનના લક્ષણો ઉપર મુજબ દર્શાવ્યા છે.