એકમ ૨ આદિમાનવથી સ્થાયી જીવનની સફર
પ્રશ્ન-5 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
1. આદિમાનવને ભટકતા જીવન દરમિયાન કેવી મુશ્કેલીઓ પડી હશે?
જવાબ. આદિમાનવને ભટકતું જીવન જીવતા ઘણી મુશ્કેલીઓ પડતી હતી, ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરે. વળી, દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળથી બીજા સ્થળે ભટકતા હતા. માનવીને આ સમયે શું ખાવું? શું ન ખાવું? તે સમજ ન હતી, કેટલીક વનસ્પતિઓ ઝેરી હોવાના કારણે તેમનું મૃત્યુ પણ થતું હતું.
2. ટૂંકનોંધ લખો: અગ્નિની શોધ અને ઉપયોગ
જવાબ. દક્ષિણ ભારતના કુર્નલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. જે દર્શાવે છે કે તે અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11 હજાર વર્ષ પહેલાં માનવી અગ્નિને ઉપયોગમાં લેતો હશે, તેમ ઇતિહાસકારો જણાવે છે. અગ્નિનાં ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા હશે, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શક્તા અને અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતાં, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓ સામે પોતાનું રક્ષણ કરતા હતા.
3. સ્થાયી જીવન માટેની જરૂરીયાત શા માટે ઊભી થઈ?
જવાબ. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિઓ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાઈ જીવન તરફ પરિવર્તિત કર્યો. કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડોક સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે, અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે. આ પ્રક્રિયાથી સ્થાયી જીવનની શરૂઆત થઈ, સંગ્રહ કરવા તેમણે માટીના ગોળા, માટલા બનાવવાની શરૂઆત કરી.
4. કઈ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી?
જવાબ. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી આગળ વધારી સ્થાયી જીવન તરફ લઈ ગયા. કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નહીં. કારણ કે, પાકને ઉગતા થોડો સમય લાગે, તેને પાણીની જરૂર પડે, અને પાક તૈયાર થયા પછી પાકના છોડમાંથી અનાજને દૂર કરવું પડે, જેમાં સામે લાગે છે. તેથી ભટકતા જીવનમાંથી લોકો સ્થાયી જીવન તરફ સ્થિર થયા.
5. મેહરગઢમાં આદિમાનવ વસવાટ વિશે લખો.
જવાબ. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. અહીંયાં જવ અને ઘઉંની ખેતીની શરૂઆતમાં ખેતી થતી હતી. તેઓ ઘેટાં બકરા પાળતા, ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા, અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. તેઓ અનાજ સંગ્રહ કરવા માટે નાના-નાના કોઠારો પણ મળી આવ્યા છે.
0 Comments