નીચેના પ્રશ્નોના જવાબ આપો.
17. વનરાજ ચાવડાએ કોના નામથી નવા નગરનું નામ પાડ્યું?
જવાબ. વનરાજ ચાવડાએ પોતાનાં બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી નવા નગરનું નામ પાડ્યું.
18. ગુજરાતના રાજપૂત શાસનના કયા કાળને સુવર્ણયુગ કહેવાય છે?
જવાબ. ગુજરાતના રાજપૂત શાસનના સોલંકીઓના શાસનકાળને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે.
19. સોલંકીવંશમાં કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. સોલંકીવંશમાં મુળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી રાજાઓ થઈ ગયા.
20. કોના શાસનકાળમાં ગુજરાત સમૃદ્ધ હતું?
જવાબ. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું.
21. ભીમદેવ પ્રથમ સોલંકીના લગ્ન કોની સાથે થયા હતા?
જવાબ. ભીમદેવ પ્રથમ સોલંકીના જૂનાગઢના શાસક રા’ખેંગારની દીકરી ઉદયમતી સાથે થયા હતા.
22. રાણી ઉદયમતીએ શું બંધાવ્યું હતું?
જવાબ. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વપ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે.
23. રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે?
જવાબ. રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે.
24. સિદ્ધરાજ જયસિંહની માતા નું નામ શું હતું?
જવાબ. સિદ્ધરાજ જયસિંહની માતા નું નામ મીનળદેવી હતું.
25. રાજમાતા મીનળદેવી એ કયા કયા કાર્યો કર્યા હતા?
જવાબ. રાજમાતા મીનળદેવીએ પ્રજાને ન્યાય આપતા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં એમનો જ નિર્ણય હતો.
26. સિદ્ધરાજ જયસિંહે ક્યા કયા ગ્રંથની રચના કરાવી હતી?
જવાબ. સિદ્ધરાજ જયસિંહે ‘કલિકાલસર્વજ્ઞ’ તેમજ હેમચંદ્રાચાર્યજી પાસે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના ગ્રંથની રચના કરાવી હતી.
27. કયા ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી?
જવાબ. નગરમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની હાથી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
28. કુમારપાળે કઈ કડક આજ્ઞાઓ કરી હતી?
જવાબ. કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી.
29. ‘કુમારપાળ ચરિત્ર’ ગ્રંથની રચના કોણે કરી હતી?
જવાબ. ‘કુમારપાળ ચરિત્ર’ ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી.
30. હેમચંદ્રાચાર્યજીએ કઈ રીતે કુમારપાળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો?
જવાબ. હેમચંદ્રાચાર્યજીએ ‘કુમારપાળ ચરિત્ર’ લખીને કુમારપાળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો.
31. કુમારપાળ બાદ પાટણની ગાદીએ કોણ આવ્યો?
જવાબ. કુમારપાળ બાદ પાટણની ગાદીએ અજયપાળઆવ્યો.
32. અજયપાળે કેટલા વર્ષ સુધી શાસન કર્યું?
જવાબ. અજયપાળે ચાર વર્ષ સુધી શાસન કર્યું.
૩૩. અજયપાળના પુત્ર નું નામ શું હતું?
જવાબ. અજયપાળના પુત્રનું નામ મૂળરાજ બીજો હતો.
34. ઈ.સ. 1178ની આસપાસ કોણે ગુજરાત પર આક્રમણ કર્યું?
જવાબ. ઈ.સ.1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું.
35. શિહાબુદ્દીન ઘોરી અને મૂળરાજ બીજા સાથેના યુદ્ધમાં કોની વિજય થઈ હતી?
જવાબ. શિહાબુદ્દીન ઘોરી અને મૂળરાજ બીજા સાથેના યુદ્ધમાં મૂળરાજ બીજાનો વિજય થયો.
36. મૂળરાજ બીજાએ કોને નાની ઉંમરે હરાવ્યો હતો?
જવાબ. મૂળરાજ બીજાએ શિહાબુદ્દિનઘોરીને નાની ઉંમરે હરાવ્યો હતો.
37. શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે મૂળરાજ બીજાને કોણે મદદ કરી હતી?
જવાબ. શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે મૂળરાજ બીજાને નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા તેના ભાઈ કીર્તિપાલેતેની મદદ કરી હતી.
38. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર કયા વંશનું શાસન આવ્યું?
જવાબ. સોલંકી શાસકોની સત્તા નબળી પડતાં ગુજરાતની ગાદી ઉપર વાઘેલાવંશનું શાસન આવ્યું.
39. સોલંકીઓના વફાદાર સરદાર કોણ હતા?
જવાબ. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા.
40. વાઘેલાવંશમાં કેવા કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. વાઘેલાવંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા રાજાઓ થઈ ગયા.
41. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને કેવા મંત્રીઓ મળ્યા?
જવાબ. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા.
42. વસ્તુપાળ અને તેજપાળના કુનેહથી શું થયું?
જવાબ. વસ્તુપાળ અને તેજપાળના કુનેહથી મુસ્લિમોના આક્રમણોથી ગુજરાત બચ્યું હતું.
43. વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા?
જવાબ. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા.
45. આઠમી સદીના મધ્યભાગમાં કયા વંશનું શાસન આવ્યું?
જવાબ. આઠમી સદીના મધ્યભાગમાં બંગાળમાં પાલવંશનું શાસન આવ્યું.
46. પાલવંશનું નામ ‘પાલ’ શાથી પડ્યું?
જવાબ. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલવંશ તરીકે ઓળખવામાં આવે છે.
47. પાલવંશનો સ્થાપક કોણ હતું?
જવાબ. પાલવંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો.
48. પાલવંશના પતન બાદ ગયા વંશની શરૂઆત થઈ?
જવાબ. પાલવંશના પતન બાદ સેનવંશની સ્થાપના થઈ.
49. સેનવંશની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
જવાબ. સેનવંશની સ્થાપના ઇ.સ.1095 થઈ હતી.
50. સેનવંશમાં પ્રથમ નોંધપાત્ર રાજા કોણ હતા?
જવાબ. સેનવંશમાં પ્રથમ નોંધપાત્ર રાજા વિજયસેન હતા.
51. રાજા વિજયસેનાના પુત્રનું નામ શું હતું?
જવાબ. રાજા વિજયસેનના પુત્રનું નામ બલ્લાલ સેન હતું.
52. રાજા બલ્લાલ સેને કયા કયા ગ્રંથો રચ્યાં હતા?
જવાબ. રાજા બલ્લાલ સેને ‘દાનસાગર’ અને ‘અદભુત સાગર’ નામના ગ્રંથો રચ્યા હતા.
53. વનરાજ ચાવડાએ ક્યારે,ક્યાં અને કયા નગરની સ્થાપના કરી હતી?
જવાબ. વનરાજ ચાવડાએ ઈ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ નગરની સ્થાપના કરી હતી.
54. સલ્તનતકાળ વિશે ટૂંકમાં માહિતી આપો.
જવાબ : કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો (સૂબા)ની નિમણુક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો.
- ઈ.સ. ૧૪૦૭ માં ઝફરખાન મુઝફ્ફરશાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો.
- આ વંશમાં ચૌદ સુલતાનો થઇ ગયા. જેમાં અહમદશાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે.
- સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતા સલ્તનતકાળ પૂરો થયો.
0 Comments