2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર
પ્રશ્ન-1 નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 
1. રેલ્વે ભારતમાં આશરે ________સુધીથી ચાલે છે.
જવાબ. દોઢસો વર્ષ 

2. આદિમાનવો એટલે ખૂબ જ _______ સમયના માનવો.
જવાબ. જૂના

૩. શિકારી અને ભટકતુ જીવન જીવતા માનવો પથ્થરની ટેક્નોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને _______ યુગ કહેવામાં આવે છે.
જવાબ. પાષાણ

4. ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલા લગભગ ________ ચિત્રો મળી આવ્યા છે.
જવાબ. 500

5. દક્ષિણ ભારતના ________ માં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે.
જવાબ. કુર્નલ

6. આજથી લગભગ_________ વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો.
જવાબ.  11,000

7. મધ્ય ભારતની __________પર્વતમાળામાં આદિમાનવના વસવાટવાળી અનેક ગુફાઓ મળી આવી છે.
જવાબ. વિંધ્ય 

8. અગ્નિની જેમ પરિવર્તન લાવનાર બીજું માટે એટલે કે ________ .
જવાબ. ચક્ર(પૈડું)

9. આદિમાનવો ________ આસપાસ ધાન્ય ઉગાડતા હતા.
જવાબ. નદીની

10. લોકો ધાન્ય ઉગાડવા ________ ઉપયોગ કરતા હતા.
જવાબ. પથ્થરોનો

11. અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે ________ માટલા-ઘડા બનાવવાની શરૂઆત કરી.
જવાબ. માટીના

12. આદિમાનવના વસવાટનું સ્થળ કોલ્ડીહવા________ રાજ્યમાં આવેલું છે.
જવાબ.  ઉત્તર પ્રદેશ

13. પુરાવા અનુસાર, આદિમાનવ મૃત્યુ પામનારને _________ થી દફનાવતા હતા.
જવાબ. માન-સન્માન

પ્રશ્ન-2 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
1. આદિમાનવ નું જીવન કેવું હતું?
(A)ભટકતું જીવન         (B)સ્થાયી જીવન    
(C)નગર વસાહતનું જીવન (D)ગ્રામીણ વસાહતનું જીવન 
જવાબ. (A)ભટકતું જીવન
 
2. આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા? 
(A)વાઘ અને સિંહ                 (B)હાથી અને ગેંડા
(C)હરણ અને ઘેટાં-બકરા (D)ડાયનાસોર અને ગેંડા 
જવાબ. (C)હરણ અને ઘેટાં-બકરા

૩. આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતો?
(A)બંદુક                         (B)પથ્થરનાં હથિયારો
(C)હાડકાનાં હથિયારો (D)લાકડાંનો હથિયારો 
જવાબ. (A)બંદુક

4. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો.
(A)ઈલેક્ટ્રીક         (B)યાંત્રિક
(C)લોખંડની         (D)પથ્થરની 
જવાબ. (D)પથ્થરની

5. મેહરગઢ ક્યાં આવેલું છે.
(A)ભારતમાં         (B)અફઘાનિસ્તાનમાં
(C)શ્રીલંકામાં         (D)પાકિસ્તાનમાં
જવાબ. (D)પાકિસ્તાનમાં

6. કાશ્મીરનું કયું સ્થળ પાષાણકાલીન અવશેષો ધરાવે છે? 
(A)અનંતનાગ         (B)બુર્જ્હોમ
(C)કુલુ         (D)દહેરાદુન 
જવાબ. (B)બુર્જ્હોમ

7. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
(A)મધ્યપ્રદેશ         (B)ગુજરાત
(C)બિહાર         (D)ઉત્તરપ્રદેશ 
જવાબ. (A)મધ્યપ્રદેશ

8. શેના ઉપયોગથી સ્ત્રીઓ-પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા? 
(A)અગ્નિના         (B)પથ્થરના
(C)લાકડાના         (D)આપેલ તમામ
જવાબ. (B)પથ્થરના

9. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો. 
(A)બળદ         (B)હાથી
(C)કુતરો                 (D)સાપ
જવાબ. (C)કુતરો

10. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? 
(A)કૃષિ                 (B)પશુપાલન
(C)અનાજ-સંગ્રહ (D)ઉદ્યોગ 
જવાબ. (D)ઉદ્યોગ

11. કઈ બે પ્રવૃત્તિઓને આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? 
(A)ખેતી અને પશુપાલન         (B)શિકારી અને ચોકીદારી
(C)વળાવીયા અને રખેવાળી (D)સવારી અને ખલાસી 
જવાબ. (A)ખેતી અને પશુપાલન

12. મહેરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?  
(A)માનવ-વસાહત અને ગેંડાના (B)ભેંસ, બ્લડ અને ઓજારોના 
(C)ઘઉં, જવ,ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના (D)ચોખા અને પ્રાણીઓનાં હાડકાના 
જવાબ. (C)ઘઉં, જવ,ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના

13. લાંઘણજ - ગુજરાતમાંથી કયા પ્રાણીના અવશેષ મળ્યા છે?  
(A)હાથી                 (B)ગાય
(C)સિંહ                 (D)ગેંડો
જવાબ. (D)ગેંડો

14. મહારાષ્ટ્રના કયા સ્થળેથી આદિમાનવ વસવાટના અવશેષો મળેલ છે?  
(A)ઇનામગાંવ         (B)પહેલગાંવ
(C)ગોરેગાંવ          (D)ભીમબેટકા
જવાબ. (A)ઇનામગાંવ

15. મહેરગઢમાં આદિમાનવોના ઘરનો આકાર કેવો રહેતો?  
(A)ચોરસ         (B)ગોળ
(C)લંબચોરસ         (D)ત્રિકોણ
જવાબ. (C)લંબચોરસ

પ્રશ્ન-૩ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 
1. બળદગાડું એ સૌથી જુનું વાહન છે.
જવાબ. ખરું

2. પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો.
જવાબ. ખરું

૩. આદિમાનવની ભટકતી અવસ્થા એટલે Hunter and Gatherers.
જવાબ. ખરું

4. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા.
જવાબ. ખરું

5. ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘનાં ચિત્રો દોરેલા છે.  
જવાબ. ખોટું

6. ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી  ચિત્ર દોરેલા છે.
જવાબ. ખરું

7. આજથી લગભગ 12,000 વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. 
જવાબ. ખરું

8. સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
જવાબ. ખોટું

9. આદિમાનવો ગારા-માટી અને ઘાસના મકાનોમાં રહેતા હતા.
જવાબ. ખરું

10. બુર્જહોમ અને ગુફક્રામ કાશ્મીરમાં આવેલા છે.
જવાબ. ખરું

11. ઇનામગામમાં આદિમાનવોના ઘરનો આકાર ગોળ હતો. 
જવાબ. ખોટું

12. મહારાષ્ટ્રના ઇનામગામમાં બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે.
જવાબ. ખરું