30. તુગલકવંશ નો સમયગાળો જણાવો.
જવાબ. તુગલકવંશ નો સમયગાળો ઈ.સ. 1320 થી ઈ.સ. 1414 

31. તુગલકવંશમાં કયો એક પ્રતિભાવંત સુલતાન થયો?
જવાબ. તુગલકવંશમાં મુહમ્મદ-બિન-તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો.

32. મુહમ્મદ-બિન-તુગલકનાં કાર્યો જણાવો.
જવાબ.  મુહમ્મદ-બિન-તુગલકે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી જેમાં દિલ્લીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રાપ્ર્યોગ  વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે.

૩૩. ‘તરંગી યોજનાઓ’ એટલે શું?
જવાબ. મોટા ભાગની યોજનાઓમાં વ્યાવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણ અભાવના કારણે નિષ્ફળ ગઈ જેને ઈતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે.

34. મુહમ્મદ તુગલક બાદ કોણ દિલ્લીની ગાદીએ આવ્યો?
જવાબ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજશાહ તુગલક ગાદીએ આવ્યો.

35. ફિરોજશાહ તુગલકના અવસાન બાદ કોણે દિલ્લી પર આક્રમણ કર્યું?
 જવાબ. ફિરોજશાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્લી પર આક્રમણ કર્યું.

36. સૈયદવંશ નો સમયગાળો જણાવો.
જવાબ. સૈયદવંશનો સમયગાળો ઈ.સ. 1414 થી ઈ.સ. 1451.

37. તુગલકવંશના અંત બાદ કોણે સૈયદવંશની સ્થાપના કરી?
જવાબ. તુગલકવંશના અંત બાદ ખિજ્રખાંએ સૈયદવંશની સ્થાપના કરી.

38. સૈયદવંશ બાદ કોણે લોદીવંશની સ્થાપના કરી?
જવાબ. સૈયદવંશ બાદ બહલોલ લોદીએ લોદીવંશની સ્થાપના કરી.

39. લોદીવંશનો અંતિમ શાસક કોણ હતો?
જવાબા. લોદીવંશનો અંતિમ શાસક ઈબ્રાહીમ લોદી હતો. 

40. મુઘલ શાસનની શરૂઆત કેવી રીતે થઇ?
જવાબ. ઈ.સ. 1526માં બાબર સામે ઈબ્રાહીમ લોદી પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનતયુગનો અંત થતાં મુઘલ શાસનની શરુઆત થઇ.  

41. કોની સત્તા સર્વોપરી ગણાતી?
જવાબ. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી.

42. સુલતાન પોતે ક્યાં અધિકારીઓની પસંદગી કરતા હતા?
જવાબ. સુલતાન પોતે મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની પસંદગી કરતા હતા.

43. સલ્તનત શાસન-વ્યવસ્થા  કેટલા ભાગમાં વહેંચાયેલી હતી? ક્યાં ક્યાં?
જવાબ. સલ્તનત શાસન-વ્યવસ્થા ત્રણ ભાગમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ ભાગમાં વહેંચાયેલી હતી.

44. સુલતાન પછી કોણ મુખ્ય હતું?
જવાબ. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું.

45. સુલતાનના પ્રધાનમંત્રીને ક્યાં નામે ઓળખવામાં આવતો?
જવાબ. સુલતાનના પ્રધાનમંત્રીને વજીર તરીકે ઓળખવામાં આવતો.

46. મંત્રીમંડળ સિવાય અન્ય ક્યાં વિભાગો હતા?
જવાબ. મંત્રીમંડળ સિવાય સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થાય છે.

47. સલ્તનતકાળમાં પ્રાંતને શામાં વહેંચવામાં તેમજ ક્યાં નામે ઓળખવામાં આવતું?
જવાબ. સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં તેમજ તેને ઈકતા તરીકે ઓળખવામાં આવતું.

48. ઈકતાના વડાને શું કહેવાતું?
જવાબ. ઈકતાના વડાને ઈક્તેદાર અને મુક્તિ કહેવાતું.

49. ઈકતાનું કાર્ય જણાવો.
જવાબ. ઈકતાનું કાર્ય જમીન-મહેસુલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું.

50. પ્રાંત પછીના એકમને શામાં વહેંચવામાં આવતા? તેને શું કહેવામાં આવતું?
જવાબ. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. તેને ‘શિક’ અને ‘પરગણા’ કહેવામાં આવતું.

51. દિલ્લી સલ્તનત સમયગાળા દરમિયાન કઈ કઈ કૃતિઓ તૈયાર થઇ?
જવાબ. દિલ્લી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યકલાની નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઇ.   

52. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્લીમાં કઈ મસ્જિદનું નિર્માણ થયું?
જવાબ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્લીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું.

53. કુતુબુદ્દીન ઐબકના સમયમાં બીજી મહત્વની ઈમારત કઈ છે?
જવાબ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં બીજી મહત્વની ઈમારત કુતુબમિનાર છે.

54. કુતુબમિનારનું બાંધકામ કામ ટૂંકમાં જણાવો. 
જવાબ. કુતુબુદ્દીનના સમયમાં કુતુબમિનારનો એક જ માળ તૈયાર થઇ શક્યો. તેના અવસાન બાદ બાકીનું કામ ઈલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું.

55. કુતુબમિનાર નું જીર્ણોદ્ધાર કોણે કરાવ્યું?
જવાબ. કુતુબમિનાર નું જીર્ણોદ્ધાર ફિરોજશાહ તુગલક અને સિકંદર લોદીએ કરાવ્યું.

56. ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તે ક્યાં આવેલ છે?
જવાબ. ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદનું નિર્માણ કુતુબુદ્દીન ઐબકે કરાવ્યું. તે અજમેરમાં આવેલ છે.

57. તુગલક શાસન દરમિયાન ક્યાં ક્યાં નગરો વસાવવામાં આવ્યાં?
જવાબ. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યાં.

58. તુગલક શાસન દરમિયાન અન્ય બીજા બાંધકામો જણાવો.
જવાબ. તુગલક શાસન દરમિયાન દિલ્લીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું.

59. વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો જણાવો.
જવાબ. વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો ઈ.સ. 1206 થી ઈ.સ. 1290.

60. વિજયનગર સામ્રાજ્યનો પાયો કોણે, ક્યારે અને કેવી રીતે નાખ્યો?
જવાબ. ઈ.સ.1336માં હરિહરરાય અને બુક્કારાય નામનાં બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. 

61. વિજયનગર સામ્રાજ્યનું નામ શરૂઆતમાં કોના નામે ઓળખાતું?
જવાબ. વિજયનગર સામ્રાજ્યનું નામ શરૂઆતમાં હરિહરરાય અને બુક્કારાયના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું. 

62. હરિહરરાય અને બુક્કારાય ક્યાંના રાજા હતા?
જવાબ. હરિહરરાય અને બુક્કારાય સંગમવંશના રાજા હતા.

63. વિજયનગર સામ્રાજ્યમાં ક્યાં ક્યાં વંશે શાસન કર્યું?
જવાબ. વિજયનગર સામ્રાજ્યમાં સંગમવંશ, સાલુવવંશ, તુલુવવંશ અને અરવિંડું વંશે શાસન કર્યું.

64. તુલુવવંશમાં સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતા?
જવાબ. તુલુવવંશમાં સૌથી શ્રેષ્ઠ રાજા કૃષ્ણદેવરાય થઈ ગયા, તેઓ સમગ્ર વિજયનગરમાં સર્વશ્રેષ્ઠ રાજા સાબિત થયા. આ ઉપરાંત, તેઓ ભારત ઈતિહાસમાં મહાન શાસક બનવાનું ગૌરવ મેળ્યું.

65. કૃષ્ણદેવરાય ના કાર્યો જણાવો. 
જવાબ. કૃષ્ણદેવરાય મહારાજે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરોઓ નાબુદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઈમારતો અને મંદિરોથી શણગાર્યું. 

66. કૃષ્ણદેવરાય મહારાજે કઈ ભાષામાં ગ્રંથો લખ્યા હતા?
જવાબ. કૃષ્ણદેવરાય મહારાજે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાંક ગ્રંથો લખ્યા હતા.

67. કૃષ્ણદેવરાય સાહિત્ય પ્રેમને લીધે ક્યાં નામે ઓળખાતાં હતાં?
જવાબ. કૃષ્ણદેવરાય સાહિત્ય પ્રેમને લીધે ‘આંધ્રના ભોજ’ તરીકે ઓળખાતાં હતા.

68. વિજયનગરનો અંત કેવી રીતે થયો?
જવાબ. વિજયનગરનો અંત 23 જાન્યુઆરી, 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થતાં અંત આવ્યો.

69. બહમની રાજ્યનો સમયગાળો જણાવો.
જવાબ. બહમની રાજ્યનો સમયગાળો ઈ.સ. 1347 થી ઈ.સ. 1518.

70. મુહમ્મદશાહ ત્રીજાનો વજીર કોણ હતો?
જવાબ. મુહમ્મદશાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવાહતો.

71. મુહમ્મદશાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કેવી બની?
જવાબ. મુહમ્મદશાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબુત બની.

72. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
જવાબ. તુગલકવંશના સમયમાં દખ્ખણમાં ઝફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી.

73. કોના સમયમાં બહમની સત્તાનો અંત આવ્યો?
જવાબ. કાસિમ બરીદના સમયમાં બહમની સત્તાનો અંત આવ્યો.

74. દિલ્લી સલ્તનત શાસનની શરૂઆત અને અંત ટૂંકમાં જણાવો. 
જવાબ. દિલ્લી સલ્તનત શાસનની શરૂઆત ઈ.સ. 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈ.સ. 1526માં ઈબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો.  

પ્રશ્ન-2 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 

1. દિલ્લી સલ્તનતના ‘ચેહલગાન’ની સ્થાપના કોણે કરી હતી?
(A)રઝિયા સુલતાના (B)કુતુબુદ્દીન ઐબક
(C)બલ્બન                 (D)ઈલ્તુત્મિશ
જવાબ. (D)ઈલ્તુત્મિશ

2. દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?
(A)રઝિયા સુલતાના (B)નૂરજહાં
(C)અર્જમંદબાનુ (D)મહેરુન્નીશા
જવાબ. (A)રઝિયા સુલતાના

૩. દિલ્લીના ક્યાં શાસકની યોજના ‘તરંગી યોજના’ તરીકે ઓળખાય છે?
(A)ઈલ્તુત્મિશ   (B)કુતુબુદ્દીન ઐબક
(C)મુહમ્મદ તુગલક   (D)ફિરોજશાહ તુગલક 
જવાબ. (C)મુહમ્મદ તુગલક

4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
(A)અહમદશાહ (B)હરિહરરાય અને બુક્કારાય
(C)કૃષ્ણદેવરાય (D)ઝફરખાન
જવાબ. (B)હરિહરરાય અને બુક્કારાય

પ્રશ્ન-૩ નીચેની ખાલી જગ્યાઓ પૂરો.
1. ઢાઈ દિનકા ઝોંપડા ___ શહેરમાં આવેલ  છે.
જવાબ. અજમેર  

2. સાલુવવંશના શાસન બાદ ___ની સ્થાપના થઈ. 
જવાબ. તુલુવવંશ

૩. દિલ્લી સલ્તનતનો અંતિમ શાસક ____ હતો.
જવાબ. ઈબ્રાહીમ લોદી

4. સીરી નગર ___ એ વસાવ્યું હતું.
જવાબ. અલાઉદ્દીન ખલજીએ