ધોરણ – 7 સામાજિક વિજ્ઞાન   2. દિલ્લી સલ્તનત : 

પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો..

1. પ્રાચીનકાળથી જ દિલ્લી ક્યાં કેન્દ્રમાં રહ્યું છે?
જવાબ. પ્રાચીનકાળથી જ દિલ્લી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે.

2. ક્યાં રાજપૂતો નાં સમયમાં દિલ્લી વેપાર વાણિજ્ય નું એક મહત્વનું કેન્દ્ર હતું?
જવાબ. તોમર અને ચૌહાણ રાજપૂતો ના સમયમાં દિલ્લી વેપાર વાણિજ્ય નું એક મહત્વનું કેન્દ્ર હતું.

3. દિલ્લી સલ્તનતની સ્થાપના કઈ સદીમાં થઇ?
જવાબ. દિલ્લી સલ્તનતની સ્થાપના તેરમી સદીમાં થઇ.

4. ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને અને શાસનકાળ ને કયા નામે ઓળખવામાં આવે છે?
જવાબ. ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર ને સુલતાન અને શાસનકાળ ને દિલ્લી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે.

5. સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનત માં કુલ કેટલાં વંશોએ સત્તા ભોગવી?
જવાબ. સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનત માં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી.

6. દિલ્લી સલ્તનત ના પાંચ વંશો ના નામ જણાવો.
જવાબ. દિલ્લી સલ્તનત નાં પાંચ વંશો અનુક્રમે ગુલામવંશ, ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ અને લોદીવંશ.

7. ગુલામ વંશ નો સમયગાળો જણાવો.
જવાબ. ગુલામ વંશ નો સમય ગાળો ઇ. સ. 1206 થી ઇ. સ. 1290.

8. તરાઈનાં બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોની સામે નિર્ણાયક વિજય મેળવી?
જવાબ. તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દિન ઘોરી એ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી.

9. મુહમ્મદ ઘોરી ના ગુલામ કોણ હતા?
જવાબ. મુહમ્મદ ઘોરી ના ગુલામ કુતુબુદીન ઐબક હતા.

10. કુતુબુદીન ઐબક કયા વંશના હતા?
જવાબ. કુતુબુદીન ઐબક મામ્લૂક વંશ ના હતા.

11. કુતુબુદીન ઐબક કેવી રીતે મૃત્યુ પામ્યા?
જવાબ. કુતુબુદીન ઐબક ઇ. સ. 1210માં પોલો રમતાં ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું.

12. કુતુબુદીન ઐબક ના અવસાન બાદ કોણ ગાદીએ આવ્યો?
જવાબ. કુતુબુદીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલતુત્મિશ ગાદીએ આવ્યો.

13. સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા શાની સ્થાપના કરવામાં આવી?
જવાબ. સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા 'ચેહલગાન' ની સ્થાપના કરવામાં આવી.

14. ચેહલગાન એટલે શું?
જવાબ. ચેહલગાન એટલે 40 તુર્ક અમીરોના દળની રચના.

15. ગુલામ વંશ નો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?
જવાબ. ગુલામ વંશ નો સાચો સ્થાપક ઈલતુત્મિશ ને માનવામાં આવે છે.

16. ઈલતુત્મિશે કોને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી?
જવાબ. ઈલતુત્મિશે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી.

17. દિલ્લીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા?
જવાબ. દિલ્લીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન હતા.

18. ઇતિહાસકાર મિન્હજ- એ- સીરાજ, રઝિયા સુલતાન વિશે શું માનતા હતા.
જવાબ. ઇતિહાસકાર મિન્હજ- એ- સીરાજ, રઝિયા સુલતાન વિશે માનતા કે, રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી.

19. રઝિયા સુલતાન ના અવસાન બાદ શાસન વ્યવસ્થા કેવી થઈ?
જવાબ. રઝિયા સુલતાન ના અવસાન બાદ શાસન વ્યવસ્થા છ વર્ષ સુધી સમગ્ર રાજ્યમાં અંધાધૂંધી ચાલી.

20. રઝિયા સુલતાન ના અવસાન બાદ અમીરો એ કોને દિલ્લી ની ગાદીએ બેઠો કર્યો?
જવાબ. રઝિયા સુલતાન ના અવસાન બાદ અમીરો એ દિલ્લી ની ગાદીએ તેમના ભાઈ નસીરુદ્દીન ને બેઠો કર્યો.

21. નસીરુદ્દીનના અવસાન બાદ કોણ દિલ્લી ની ગાદીએ આવ્યો?
જવાબ. નસીરુદ્દીનના અવસાન બાદ ગયાસુદ્દીન બલ્બન ગાદીએ આવ્યો.

22. ગયાસુદ્દીન બલ્બન શાનો પોષક હતો?
જવાબ. ગયાસુદ્દીન બલ્બન સાહિત્ય અને કલાનો પોષક હતો.

23. ગયાસુદ્દીન બલ્બનનું શાસન કેટલા વર્ષ સુધી ટકી રહ્યું?
જવાબ. ગયાસુદ્દીન બલ્બનનું શાસન 22 વર્ષ સુધી ટકી રહ્યું.

24. ખલજીવંશનો સમયગાળો જણાવો.
જવાબ. ખલજીવંશનો સમયગાળો ઈ.સ. 1290 થી ઈ.સ. 1320.

25. ખલજીવંશની શરૂઆત ક્યાં શાસકથી થઇ?
જવાબ. ખલજીવંશની શરૂઆત જલાલુદ્દીન ખલજી શાસકથી થઇ.

26. સુલતાન અલાઉદ્દીન એ ક્યાં પ્રદેશોને જીતી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો?
જવાબ. સુલતાન અલાઉદ્દીન એ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.

27. અલાઉદ્દીન ખલજીના કાર્યો જણાવો?
જવાબ. અલાઉદ્દીન ખલજી એ દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે “દાંગ” અને “ચહેરા” પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત, ભાવ-નિયમન, બજાર-નિયંત્રણ, સંગ્રહખોરી-નિયમન જેવાં વહીવટી સુધારા પણ કર્યા.

28. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ શું થયું?
જવાબ. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધુંધીનું વાતાવરણ રહ્યું.

29. ખલજીના રાજ્યવંશનો અંત આણી દિલ્લીની ગાદીએ ક્યાં શાસકે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું?
જવાબ. ખલજીના રાજવંશનો અંત આણી દિલ્લીની ગાદીએ ગિયાસુદ્દીન તુગલકે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.