જુમો ભિસ્તી
(બોધ કથા)
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 'ધૂમકેતુ'
પ્રશ્ન 1 નીચેના વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો.
1 ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ જણાવો A વાસુકી
B ધૂમકેતુ ✔️
C પુનર્વસુ
D દર્શક
2 જુમાની વેણુ પ્રત્યેની લાગણી ને શું કહેવાય?
A માનવ પ્રેમ
B પશુપ્રેમ ✔️
C માનવતા
D લાગણીવેડા
3 જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો?
A હાથી પર ✔️
b ઘોડા પર
C પાડા પર
D વેણુ પર
4 જુમો વેણુ ને ખવરાવવા રોજ શું ખરીદતો હતો?
A જુવાર
B બાજરો
C ગદબ ✔️
D સુકુ ઘાસ
5 વેણુ નો પગ ક્યાં ફસાઈ ગયો હતો?
A ગાડાના પૈડા નીચે
B રેલવેના પાટા માં ✔️
C કીચડમાં
D ખાડામાં
પ્રશ્ન-૨ નીચે આપેલા વિધાનો ખરાબ છે કે ખોટા તે જણાવો:
1 જુમો આણંદપુર મા ઝૂપડામાં રહેતો હતો. ✔️
2 જુમો શ્રીમંત મા-બાપના ઘરે જનમ્યો હતો. ✔️
3 જુમો નાનપણમાં લક્ષાધિપતિ હતો. ✔️
4 જુમો પોતાના શાક માટે એક પૈસાના ગાજર ટમેટા કે ભાજી ખરીદતો? ✔️
5 ફરવા નીકળેલા યુવાને જુમા ને મદદ માટે ફાટકવાળા પાસે જવા કહ્યું હતું? ✔️
પ્રશ્ન-3 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો.
1 જુમો ભિસ્તી પાઠ ના લેખક નું નામ જણાવો
જવાબ : જુમો ભિસ્તી પાઠ ના લેખકનું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ઉર્ફે 'ધૂમકેતુ' છે.
જવાબ : જુમો ભિસ્તી પાઠ ના લેખકનું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ઉર્ફે 'ધૂમકેતુ' છે.
2 તડકા છાયડા જોવા એટલે શું ?
જવાબ : તડકા છાયડા જોવા એટલે જીવનમાં આવતા સુખ દુ:ખ અનુભવવા.
3 જુમાના પાડા નું નામ શું હતું ?
જવાબ : જુમાના પાડા નું વેણું હતું.
4 પાડા નું નામ વેણુ કોણે પાડ્યું હતું?
જવાબ : પાડા નું નામ વેણુ જુમાના એક મિત્ર કે,જે સાહિત્ય રસિક હતો તેણે પાડ્યું હતું.
5 ગદબ શબ્દ નો અર્થ જણાવો.
જવાબ : ગદબ નો અર્થ ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ છે.
6 વેણુ ના મતે શું ગૃહસ્થાઇનું લક્ષણ નથી?
જવાબ : વેણુ ના મતે બહારનું ખાવું તે ગૃહસ્થાઈનું લક્ષણ નથી.
જવાબ : વેણુ ના મતે બહારનું ખાવું તે ગૃહસ્થાઈનું લક્ષણ નથી.
7 ચાલ ત્યારે ઘેર જઈને ખાજે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
જવાબ : આ વાક્ય જુમો બોલે છે અને વેણુ ને કહે છે.
8 પાડાના પગને બહાર કાઢવા માટે જુમાએ કોની પાસે મદદ માગી?
જવાબ : પાડાના પગને બહાર કાઢવા માટે જુમાએ સવાર માં વહેલા ચાલવા નીકળેલા બે જુવાન પાસે તેમજ ફાટકવાળા ની મદદ માંગી.
9 વેણુ નો બચાવ શક્ય ન લાગતા જુમો શો નિર્ણય કરે છે?
જવાબ: વેણુ નો બચાવો શક્ય ન લાગતા જુમો પણ તેની સાથે મરી જવાનો નિર્ણય કરે છે.
10 જુમા ને કળ વળી ત્યારે કોનું નામ નિશાન રહ્યું ન હતું?
જવાબ : જુમાની કળ વળી ત્યારે વેણુ નું નામ નિશાન રહ્યું ન હતું.
પ્રશ્ન 4 નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યમાં લખો:
1 જુમાના ત્રણ ઝૂંપડામાં શું સચવાય રહેતું હતું?
જવાબ : જુમાના ત્રણ ઝૂંપડા પૈકી એક ઝૂંપડામાં વેણુ બંધાતો, વચ્ચે બારણું હતું. તેમાંથી શેઠ અને નોકર એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂપડામાં ઘાસ ભરાતું, અને તેમનો સામાન સચવાઈ રહેતો.
જવાબ : જુમાના ત્રણ ઝૂંપડા પૈકી એક ઝૂંપડામાં વેણુ બંધાતો, વચ્ચે બારણું હતું. તેમાંથી શેઠ અને નોકર એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂપડામાં ઘાસ ભરાતું, અને તેમનો સામાન સચવાઈ રહેતો.
2 જુમાના પેટમા ધ્રાસકો કેમ પડ્યો?
જવાબ : જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો કેમકે જુમો અને વેણુ એક દિવસ સવારના સમયે જ્યારે આંટો મારવા ગયા હતા, ત્યારે આવતી વેળાએ વેણુ નો પગ રેલવેના પાટા વચ્ચે ફસાઈ ગયો હતો. બરાબર તે જ સમયે ટ્રેનનો આવવા નો સમય હતો. તેમજ મદદગાર પણ કોઈ ન હતું. તેથી જુમા ને ધ્રાસકો પડ્યો.
3 જુમો અને વેણુ દિવસ દરમ્યાન શું કરતા હતા?
જવાબ : જુમો વહેલી સવારે પાંચ વાગે નીકળી વેણું ની પીઠ પર પાણીની મશક મૂકી તેના ઘરાકને પાણી પહોંચાડ્યા, પછી જુમો રસોઈ કરે અને જમીને બંને એકબીજાને આખો દિવસ જોયા કરતા હતા.
4 જુમાની ઘરાક વિશેની શું માન્યતા હતી?
જવાબ : જુમાની ઘરાક વિશેની માન્યતા હતી કે કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. આમ જુમો ખૂબ સંતોષી પરિસ્થિતિમાં રહેતો હતો.
5 ફરવા નીકળેલા યુવાનો નું શબ્દચિત્ર તમારી ભાષામાં લખો.
જવાબ : ફરવા નીકળેલા બે યુવાનો ફરવાના શોખીન હોય તેમ એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી, અને બીજા હાથમાં ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી હાથમાં લઇ નીકળી પડ્યા હતા.
6 વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો?
જવાબ : વાર્તાના છેલ્લા વાક્યનું મહત્વ એ છે કે આજે પણ જુમા ને વેણુ નો સબંધ આત્મારૂપે જીવિત રહી ગયો છે. તેથી આજે પણ દરરોજ સવારે જુમો ત્યાં આવે છે અને ત્રણ વાર '' વેણું ,વેણું, વેણું '' બોલીને તેના માનીતા પથ્થર પર ફુલ મૂકે છે.
7 જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે?
જવાબ : જુમા સાથેની દોસ્તી નિભાવવા માટે અંત સમયે વેણુ જ્યારે મૃત્યુ થવાનું હતું, ત્યારે તે પોતે બેભાન થાય પહેલા માથું ઊંચું કરી જુમા ને રેલવે પાટા થી દૂર ધકેલે છે. અને પોતે મૃત્યુ પામે છે. આમ મૃત્યુપર્યંત વેણુ દોસ્તી નિભાવે છે.
8 વેણુ ની યાદ માં જુમો ભિસ્તી સવારે ક્યાં જાય છે?અને શું કરે છે?
જવાબ : વેણુ ની યાદ માં જુમો ભિસ્તી રોજ સવારે જ્યાં વેણુ નું મૃત્યુ થયું છે ત્યાં તેના એક માનીતા પથ્થર પર ફૂલ ચઢાવે છે, અને ત્રણ વાર 'વેણુ, વેણુ, વેણુ' બોલે છે.
1 Comments
Gwj
ReplyDelete