1. સમજાવો : સંસાધન
Ø કુદરતમાં પડેલા હજારો તત્વો કે જેને માનવી પોતાના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે છે. તેને સંસાધન કહે છે.
2. કુદરતી સંસાધનમાં ક્યા બે ગુણધર્મો હોવા જરૂરી છે?
Ø કુદરતી સંસાધનમાં (1) ઉપયોગીતા અને (2) કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે.
3. કોની પારસ્પરિક પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે?
Øકુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પારસ્પરીક પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે.
4. સંકલ્પના સમજાવો. સંસાધન
Ø કુદરતમાં પડેલા હજારો તત્વો કે જેને માનવી પોતાના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે છે. તેને સંસાધન કહે છે. કુદરતી સંસાધનમાં (1) ઉપયોગીતા અને (2) કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પારસ્પરીક પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે.
4.
5. સંસાધનોના ઉપયોગ જણાવો.
Ø ખેતી પ્રવૃત્તિ થી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધાર રાખે છે. સંસાધનોના વિવિધ રીતે ઉપયોગો નીચે પ્રમાણે છે.
Ø સંસાધન – ખોરાક તરીકે
Ø માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે.
Ø કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા મળતા વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતાં માછલાં અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે.
Ø સંસાધન– કાચામાલનો સ્ત્રોત
Ø જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામ્રગી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડાં અને માંસ, ખનીજ અયસ્ક વગેરે સંસાધનો કાચા માલનો સ્ત્રોત બને છે.
Ø સંસાધનો–શક્તિસંસાધનો તરીકે
Ø આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ઇંધણ તરીકે ઉદ્યોગોમાં અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ.
Ø સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રમોજાં, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે.
6. સંસાધનના પ્રકારો જણાવો.
Ø માલિકીના આધારે
Ø પુન: પ્રાપ્યતાને આધારે
Ø વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનોને વર્ગીકૃત કરવામાં આવે છે.
7. માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકાર સમજાવો.
Ø માલિકીની દ્રષ્ટિએ સંસાધનોના ત્રણ પ્રકાર છે:
Ø વ્યક્તિગત સંસાધન
Ø આ પ્રકારના સંસાધનોની માલિકી કોઇ વ્યક્તિ, પરિવાર કે નાના સમૂહની હોય છે.
Ø ઉદાહરણ તરીકે, જમીન, મકાન વગેરે.
Ø રાષ્ટ્રીય સંસાધન
Ø આ પ્રકારના સંસાધનની માલિકી કોઇ દેશ કે પ્રદેશની હોય છે. એટલે કે સાર્વજનિક હોય છે.
Ø ઉદાહરણ તરીકે લશ્કર, આંતર રાષ્ટ્રીય વ્યાપાર
Ø વૈશ્વિક સંસાધન
Ø આ પ્રકારના સંસાધનોની માલિકી સમગ્ર વિશ્વની હોય છે. જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય છે.
Ø રાષ્ટ્રોની જળસીમા સિવાયના મહાસાગરો.
8. વિતરણના આધારે સંસાધનોના પ્રકાર સમજાવો.
Ø સર્વસુલભ સંસાધનો
Ø વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જેવા સંસાધન કે જે તમામને માટે સુલભ હોય તેને સર્વસુલભ સંસાધનો કહે છે..
Ø ઉદાહરણ તરીકે ઓક્સિજન, નાઇટ્રોન.
Ø સામાન્ય સુલભ સંસાધન
Ø જે સંસાધનો આપણા માટે સામાન્ય રીતે પ્રાપ્ય છે તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધનો કહે છે.
Ø ઉદાહરણ તરીકે ભૂમિ, જમીન, જળ, ગોચર.
Ø વિરલ સંસાધન
Ø જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનીજ સંસાધનોને વિરલ સંસાધનો કહે છે.
Ø ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, યુરેનિયમ વગેરે ખનીજો.
Ø એકલ સંસાધન
Ø દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનીજોને એકલ સંસાધનો કહે છે.

Ø ઉદાહરણ તરીકે ક્રાયોલાઈટ ખનીજ કે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે.
9. નવીનીકરણીય સંસાધનો સમજાવો.
Ø કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે. અથવા તે અખૂટ હોય છે. આવા સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહે છે.
Ø ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ, પશુ–પક્ષીઓ, જંગલો.
10. અનવીનીકરણીય સંસાધનો સમજાવો.
Ø જે સંસાધનો એકવાર વપરાયા પછી પુન: ઉપયોગમાં લઇ શકતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુન: નિર્માણ અશક્ય છે.
Ø ઉદાહરણ તરીકે ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ.
11. સંસાધનનું આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી છે?
Ø જ્યારે કોઇ સંસાધનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે.
Ø માનવીની જરૂતિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના અસાધારણ વિકાસ અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે.
Ø જો સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકપૂર્ણ ભર્યો વપરાશ ચાલુ રહ્યો તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડી શકે તેમ છે.
Ø માનવીનું હાલનું જીવન ધોરણ જાળવી રાખવા ઉપરાંત ભવિષ્યની પેઢી માટે સંસાધનો સાચવી રાખવા જરૂરી છે.
Ø આમ, સંસાધનોનું આયોજન અને સંરક્ષણ જરૂરી છે.
11. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો સમજાવો.
Ø સંસાધનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલા વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે.
Ø સૌથી પહેલા કોઇ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા તેમજ હજુ વણ વપરાયેલાં કે ભવિષ્યમાં મળનારા સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી.
Ø જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઇએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો.
Ø જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્નો કરવો જોઇએ.
Ø જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઇએ.
Ø જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવાં. તકનીકિ વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે.
Ø સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઇએ.
Ø નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે જાણકારી આપી જનજાગૃતિ કેળવવી જોઇએ.
12. જમીન એટલે શું ? સમજાવો. અથવા સંકલ્પના આપો જમીન
Ø પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળા પડને જમીન કહે છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનીજ દ્રવ્ય, જૈવિક દ્રવ્યોનો સમાવેશ થતો હોય છે.

Ø જમીન એટલે સેન્દ્રીય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ
Ø જમીન એટલે ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી
13. જમીન નિર્માણ સમજાવો.
Ø ઋતુઓની અસરને કારણે ઘસારણ કે ધોવાણ થતા મૂળ ખડક તૂટે છે અને બારીક ભૂકો બને છે. વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટનથી બનેલ સેન્દ્રીય દ્રવ્યો આ ભૂકા સાથે ભળે છે. આબોહવાની લાંબા સમયની અસર તળે જમીનનું નિર્માણ થાય છે.
Ø Ø એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે.
14. કઈ બાબતો ને ધ્યાનમાં રાખી જમીનના પ્રકાર પાડવામાં આવ્યા છે?
Ø રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના તેમજ ફળદ્રુપતા જેવી બાબતો ને ધ્યાનમાં રાખી જમીનના પ્રકાર પાડવામાં આવે છે.
15. જમીનના પ્રકાર જણાવો.
Ø ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઇએ જોવા મળે છે. જમીનના પ્રકારો આ પ્રમાણે છે.
Ø કાંપની જમીન
Ø રાતી અથવા લાલ જમીન
Ø કાળી જમીન
Ø લેટેરાઇટ જમીન
Ø રણ પ્રકારની જમીન
Ø પર્વતીય જમીન
Ø જગંલ પ્રકારની જમીન
Ø દલદલ કે પીટ પ્રકારની જમીન
16. કાંપની જમીન સમજાવો.
Ø આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
Ø પૂર્વમાં બહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, કૃષ્ણા અને કાવેરી, ગોદાવરીનાં મુખત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે.
Ø કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે.
Ø આ જમીનમાં પોટાશ, ફોસ્ફરીક એસિડ અને ચુનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
Ø જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે.
Ø આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, કપાસ, શણ, મકાઇ, તેલિબિયાં વગેરે પાકો લેવાય છે.
18. રાતી અથવા લાલ જમીન સમજાવો.
Ø રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
Ø દક્ષિણના દ્વિપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે.
Ø રાજસ્થાનમાં ઉદયપુર, ચિતોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
Ø આ જમીનમાં ફેરિક ઓકસાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે.
Ø આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી.
Ø મોટેભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે.
Ø આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, બટાટા, મગફળી વગેરે પાક લેવામાં આવે છે.
19. કાળી જમીન સમજાવો.
Ø કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
Ø આ જમીનમાં ઉદભવ દખ્ખણના લાવાના પથરાવવા થયો છે.
Ø સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે.
Ø ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે.
Ø આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે.
Ø આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે અને ફળદ્રુપતા સારી ગણાય છે.

Ø જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે.
Ø આ પ્રકારની જમીનમાં કપાસ અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે.
Ø કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે.
20. લેટેરાઇટ કે પડખાઉ જમીન સમજાવો.
Ø આ જમીનનું નામ લેટીન ભાષાના શબ્દ ‘Later’ એટલે ઇંટ પરથી પડ્યું છે.
Ø તેનો લાલ રંગ લોહ ઓકસાઇડને કારણે હોય છે.
Ø આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે.
Ø સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે.
Ø ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે.
Ø આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહતત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે.
Ø આ જમીનને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે.
21. રણ પ્રકારની જમીન સમજાવો.
Ø આ જમીન સૂકી ને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે.
Ø આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
Ø તેમાં દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે.
Ø આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
Ø ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે.
Ø સિંચાઇની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે.
22. પર્વતીય જમીન સમજાવો.
Ø આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મી. થી 3000 મી. સુધીની ઊંચાઇ પર જોવા મળે છે.
Ø તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
Ø અસમ, દાર્જીલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કશ્મીરમાં આ પ્રકારની જમીન આવેલી છે.
Ø હિમાલયના સામાન્ય ઊંચાઇના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનનાં વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
23. જંગલ પ્રકારની જમીન સમજાવો.
Ø આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000મી. થી 3100મી. ની ઊંચાઇ વચ્ચે તથા સહ્યાદ્રિ, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઇ ક્ષેત્રોમાં આવેલી છે.
Ø વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. પાંદડા સડવાથી સેંદ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે.
Ø તળમાં નીચેની તરફ જતાં આ જમીન ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે.
Ø આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઇ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે.
Ø આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે.
24. દલદલ કે પીટ પ્રકારની જમીન સમજાવો.
Ø આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
Ø વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
Ø આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે.
Ø આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે.
Ø આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે.
25. જમીનનું ધોવાણ સમજાવો. અથવા
જમીનનું ધોવાણ શા માટે અટકાવવું જોઇએ. અથવા
જમીનનું ધોવાણ એટલે શું? તે અટકાવવાના ઉપાયો જણાવો.
Ø જમીનનું ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતરિત થવું.
Ø અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું કુદરતી બળો દ્વારા ઝડપથી અન્યત્ર સ્થળાંતર થઇ જવું.

Ø જમીન ઉપરનું પડ બનતાં વર્ષો લાગ્યા છે. તેના જમીન પરના કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઇ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઇએ.
Ø જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયો :
Ø જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી.
Ø ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાંની તરાહથી વાવેતર કરવું.
Ø પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું.
Ø પાણીના વહેળા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા.
Ø પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી.
26. ભૂમિ સંરક્ષણ સમજાવો.
Ø ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે.
Ø જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીકણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે.
Ø દૂનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે.
Ø જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતાં જાન માલની સલામતીના જોખમ ઊભાં થાય છે. આમ, ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે.
Ø ભૂમિ સંરક્ષણના ઉપાયો :
Ø જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીનકણોને જકડી રાખે છે. જેથી ધોવાણ અટકે છે.
Ø નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું.
Ø રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. તે રણને આગળ વધતું અટકાવશે.
Ø નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવાં જોઇએ.
Ø અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. તેને અટકાવવું જોઇએ.
Ø ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઇએ.
Ø ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુન: સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઇએ.
જમીનના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે.
0 Comments