પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો.
55. ચાલુક્ય વંશ નો પ્રથમ રાજા કોણ હતો?
જવાબ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો?
56. ચાલુક્ય વંશમાં કેવા કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. ચાલુક્ય વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ,પુલકેશી બીજો જેવા મહાન શાસકો થઈ ગયા.
57. ચાલુક્ય વંશની પડતી થતા કયા વંશનો ઉદય થયો?
જવાબ. ચાલુકયવંશની પડતી થતાં રાષ્ટ્રકૂટ વંશનો ઉદય થયો.
58. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રથમ રાજા કોણ હતો?
જવાબ. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે.
59. રાષ્ટ્રકૂટ વંશના સૌથી પ્રતાપી રાજા કોણ હતા?
જવાબ. રાષ્ટ્રકૂટ વંશના સૌથી પ્રતાપી રાજા ગોવિંદ ત્રીજો હતો.
60. યાદવ વંશના બે રાજ્યોના નામ આપો?
જવાબ. યાદવ વંશના બે રાજ્યોના નામ દેવગીરી અને દ્વારસમુદ્ર.
61. પલ્લવ વંશની સ્થાપના કયા રાજાએ કરી હતી?
જવાબ. પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી.
62. પલ્લવ વંશની રાજધાની ક્યાં હતી?
જવાબ. પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ હતી.
63. પલ્લવ વંશમાં કેવા મહાન રાજાઓ થઈ ગયા?
જવાબ. પલ્લવ વંશમાં મહેન્દ્રવર્મા પ્રથમ,નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહાન રાજાઓ થઇ ગયા.
64. ચેરનું બીજું નામ શું હતું?
જવાબ. ચેરનું બીજું નામ કેરલ અથવા મલયાલમ હતું.
65. ચેરવંશના પ્રથમ શાસક અને સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો?
જવાબ. ચેરવંશના પ્રથમ શાસક અયન અને સર્વશ્રેષ્ઠ શાસક સેતુંગવન હતો.
66. રાજપૂત યુગમાં રાજાનું પદ કેવું હતું?
જવાબ. રાજપૂત યુગમાં રાજાનુ પદ વંશપરંપરાગત હતું.રાજાનો જયેષ્ઠ પુત્ર રાજ્યધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો.
67. રાજપૂત યુગમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા?
જવાબ. રાજપૂત યુવામાં મંત્રીઓના બે પ્રકાર હતા.1. અમાત્ય અને 2. સચિવો.
68. અમાત્ય મંત્રીમંડળનું શું કાર્ય હતું?
જવાબ. અમાત્ય મંત્રીમંડળનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું.
69. સચિવ મંત્રીમંડળનું શું કાર્ય હતું?
જવાબ. સચિવ મંત્રીમંડળનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું.
70. ભારતમાં મુસ્લિમ આક્રમણો કઈ સદીમાં થયા?
જવાબ. ભારતમાં મુસ્લિમ આક્રમણો આઠમી અને બારમી સદી દરમિયાન થયા.
71. દક્ષિણ ભારતના રાજ્યો એટલે ક્યાં રાજ્યો?
જવાબ. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યો તે દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે.
72. દક્ષિણ ભારતમાં કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. દક્ષિણ ભારતમાં ચાલુક્ય, રાષ્ટ્રકુટો, પલ્લવ, ચોલ જેવાં રાજાઓ થઈ ગયા.
0 Comments