પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:
1 જુમાએ વેણુ ને બચાવવા કયા પ્રયત્નો કર્યા?
જવાબ : વેણુ નો પગ રેલવે પાટા માં ફસાઈ જવાથી જુમો ખૂબ જ દુઃખી થઈ ગયો. અને ગાંડા ની માફક દોડવા લાગ્યો. જુમો બૂમો પાડવા લાગ્યો. દૂર નજર કરતા જુવે છે તો બે યુવાનો આવતા જોઈને જુમો ગાંડા ની માફક મદદની લાલચે તેની પાસે દોડી જાય છે. અને તેમને ખૂબ જ વિનંતી કરે છે કે તમે મારા જનાવરને બચાઓ. પરંતુ તે નિષ્ફળ જાય છે. અને તેઓ બંને એવો જવાબ આપે છે કે ફાટકવાળા પાસે જા. ત્યાંથી જુમો ફાટકવાળા તરફ દોડે છે પરંતુ અંદરથી કોઈ ઘરમાં નથી એવો બેદરકાર જવાબ મળે છે. તેથી તે નિરાશ થઇ જાય છે. પરંતુ પોતાની હિંમત અને પાડાનું આત્મા મનોબળ ના તૂટે એવા ઘણા પ્રયત્નો કરે છે. આમ જુમો વેણુ ને બચાવવા માટે અનહદ પ્રયત્નો કરે છે
વ્યાકરણ
1 બે બે સમાનાર્થી શબ્દો લખો:
1શ્રીમંત | અમીર, પૈસાદાર |
2 દુર્ગંધ | વાસ, બદબૂ |
3 કર્કશ | કઠોર, કડવો |
4 આનંદ | ઉલ્લાસ, ઉમંગ |
5 ગદબ | ઘાસ, રજકો |
6 હાંડલી | માટલી, માટીનું પાત્ર |
7 દિવસ | દિન, દિ |
8 બાળપણ | નાનપણ, શૈશવ |
9 ગૃહસ્થ | પારિવારિક, સંસારી |
10 વિજય | જીત, જય |
11 ઊજાસ | અંજવાળુ, અંજવાસ |
12 દ્રષ્ટિ | નજર, |
13 લોહી | રુધિર, રકત |
14 પાણી | નીર, જળ |
2 વિરુદ્ધાર્થી શબ્દ આપો:
1 સુગંધ | દુર્ગંધ |
2 તડકો | છાયો |
3 શ્રીમંત | ગરીબ |
4 મિત્ર | દુશ્મન |
5 કુમળુ | કઠોર |
6 અખંડ | ખંડિત |
7 દિવસ | રાત |
8 જીવન | મૃત્યુ |
9 સજન | દુર્જન |
10 ઊજાસ | અંધકાર |
11 શાંતિ | અશાંતિ |
12 સ્પષ્ટ | અસ્પષ્ટ |
13 સવાર | સાંજ |
14 રસિક | અરસિક |
15 આનંદ | શોક |
3. ધ્વનિ છૂટા પાડી લખો :
1 વેણુ | વ્+એ+ણ્+ઉ |
2 નિરાશ | ન્+ઇ+ર્+આ+શ્+અ |
3 લક્ષાધિપતિ | લ્+અ+ક્+ષ્+આ+ધ્+ઇ+પ્+અ+ત્+ઇ |
4 ફોગટ | ફ્+ઓ+ગ્+અ+ટ્+અ |
4 ધ્વનિઓ જોડી શબ્દો બનાવો:
1દ્+એ+ખ્+આ+વ્+અ | દેખાવ |
2 ગ્+અ+ટ્+અ+ર્+અ | ગટર |
3વ્+આ+સ્+અ+ણ્+અ | વાસણ |
4ભ્+ઈ+ખ્+આ+ર્+ઇ | ભિખારી |
5 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો:
1 વૃદ્ધ છતાં મજબૂત બાંધાનુ= ખખડધજ
2 પાણી ભરવાનું ચામડા નું સાધન = મશક
3 ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ = ગદબ
6 રૂઢિપ્રયોગ નો અર્થ આપો:
1 તડકા છાયાડા જોવા - સુખ દુઃખ માં થી પસાર થવું
2 જીવનમાં અનેક રંગો જોવા - જીવનમાં અને પરિસ્થિતિ જોઈ લેવી
3 પૈસાની છોળ રેલાવી - ખૂબ પૈસા હોવા
4 ટેવ પાડવી - આદત કેળવવી
5 ધ્રાસકો પડવો - ફાળ પડવી
6 નામનિશાન ન રહેવું - નાશ થઈ જવું
7 કળ વળવી - ભાન માં આવવું
8 સંધિ જોડો:
1 વિ + અર્થ= વ્યર્થ
2 લક્ષ + અધિપતિ= લક્ષાધિપતિ
3 દૂર્ + ગંધ=દુર્ગંધ
9 સંધિ છૂટી પાડો:
1 સ્વચ્છ=સુ+અચ્છ
2નિરાશ=નિર્+આશ
3એકેક=એક+એક
10 ભાવે પ્રયોગ કરો:
1 જુમો શ્વાસભેર દોડ્યો.- જુમા થી શ્વાસભેર દોડાયું.
2 જુમો સવારમાં ફરવા નીકળ્યો.- જુમા થી સવાર માં ફરવા નીકળાયુ.
3 તે એકદમ રસ્તા તરફ દોડ્યો.- તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયુ.
4 જુમો અને વેણુ ફરવા નીકળ્યા.- જુમા થી અને વેણુ થી ફરવા નીકળાયુ.
11 પ્રેરક વાક્ય બનાવો:
1 જુમો બૂમો પાડે છે.- જુમો લોકો પાસે બૂમો પડાવે છે.
2 અક્ષય લેસન કરે છે.- અક્ષય લેસન કરાવે છે.
3 જુમાએ પાણી પાયું.- જુમાએ પાડાને પાણી પાયુ.
4 માયા કાગળ લખે છે.- માયા એ કાગળ લખાવ્યો.
12 કર્તરી વાક્ય બનાવો:
1 જુમાં થી શોખ ખાતર એક પાડો પળાયો.- જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો.
2 તેનાથી મોટેથી બૂમ પડાઈ.- તેણે મોટે થી બુમ પાડી.
3 જુમા થી બૂમ પડાઈ- જુમાએ બૂમ પાડી.
4 તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયુ.- તે એકદમ રસ્તે દોડ્યો.
13 કર્મણી પ્રયોગ કરો:
1 જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો.- જુમાંથી શોખ ખાતર એક પાડો પળાયો.
2 મહાનલે એક ચિનગારી આપી- મહાનલ તરફથી એક ચિનગારી અપાઇ
3 જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો.- જુમા થી હોકો ગગડાવાતો હતો.
4 જુમો વેણુ ને ભેટી પડ્યો.- જુમા થી વેણું ભેટી પડાયું.
14 નીચે આપેલા શબ્દો ને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો:
ભિસ્તી, ખખડધજ, ખાતર, હાંડલી, લક્ષાધિપતિ જવાબ ખખડધજ ખાતર ભિસ્તી લક્ષાધિપતિ હાંડલી
હોમ વર્ક નીચેના પ્રશ્નોના જવાબ તમારી વિચાર ધારણા પ્રમાણે આપો:
1 જુમ્મા ની જગ્યાએ તમે હો તો શું કરો?
2 શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત?
3 તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો?
4 આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીયે તો તે માટેના કારણો આપો
5 આ પાઠમાં આવતા સદગુણો જણાવો કે.જે તમે ગ્રહણ કરી શકો
6 પશુ પ્રેમ અને વફાદારી જેવા ગુણોનો તમને થયેલો અનુભવ તમારા શબ્દોમાં લખો.
7 યોગ્ય વિરામચિન્હો મૂકી વાક્ય ફરીથી લખો:
1 શું છે
2 ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ.
3 દર પળે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ.
4 વેણુ વેણુ વેણુ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે
0 Comments