કાવ્ય-3 શીલવંત સાધુને
કવિ-ગંગા સતી
કવિ પરિચય-
ગંગાબા કહળસંગ નો જન્મ ભાવનગર જિલ્લા ના રાજપરા માં થયો હતો. તેમણે સમાધિ લેતા પહેલાં તેમના શિષ્ય પાનબાઈ ને બાવન દિવસ સુધી એક-એક રચના સંભરાવી હતી,જે આજે ભજન રૂપે પ્રચલિત છે 'વીજળીને ચમકારે','મેરુ રે ડગે','શીલવંત સાધુને','ભક્તિ કરવી તેણે'વગેરે ગંગા સતી ના જાણીતા પદો છે .
પ્રસ્તુત ભજન માં એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે .જેનામાં સર્વ ગુણો નો વિકાસ થયો હોય એ શીલ છે. જેનું ચિત્ત શુદ્ધ હોય, જેના મન માં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ ન હોય, પ્રભુ માં જ જેનું મન પરોવયેલું હોય, મન-વચન-કર્મ જેનાં એક હોય, આઠે પ્રહર આનંદ માં રહેતા હોય એવા સાધુ ને વારે વારે નમવાની વાત ગંગાસતી એ કરી છે.
સમાનાર્થી શબ્દ
શીલવંત- શીલવાળું, સદાચારી
ઉર-હૈયું
મિથ્યા-ફોગટ,વ્યર્થ
પ્રહર-ત્રણ કલાક,સાડા સાત ઘડી
તળપદા શબ્દ
નિરમળ-નિર્મળ
રૂડી-સારી
માં'રાજ-મહારાજ
પરમારથ-પરમાર્થ
રે'વે-રહે
વચનુમા-વચનોમાં
વેવાર-વ્યવહાર
પોર-પ્રહર
સગતું-સંગત
વિરુદ્ધાર્થી શબ્દ
નિર્મળ× મલિન
શત્રુ×મિત્ર
વ્યવહાર×દુર્વ્યવહાર
રૂઢિ પ્રયોગ
નામ ને રૂપ મિથ્યા કરવું - નિર્મોહી થઈ ને જીવવું
તરિયા નો તાર જાગી ઊઠવો - સમજણશક્તિ નો ઉદય થવો.
આઠે પહોર આનંદ - હમેશા પ્રસન્ન રહેવું
શબ્દ સમૂહ માટે એક શબ્દ
પારકા ના હિત માટે કાર્ય કરવું - પરમાર્થ
મલિન નથી તેવું - નિર્મળ
એક વાક્ય માં ઉત્તર લખો.
(1) શીલવંત સાધુ શાને મિથ્યા કરી જાણે છે?
જ-નામરૂપ ને
(2) ગંગા સતી નો જન્મ ક્યાં થયો હતો?
જ- રાજપરામાં જીલ્લો ભાવનગર
(3) શિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે?
જ- નિર્મળ
(4) શીલવંત સાધુ નો શબ્દાર્થ આપો.
જ ચારિત્ર્યવાન
(5) શીલવંત સાધુને સામા પ્રીત હોય છે?
જ- પરમાર્થ માં
(6) ગંગા સતી કેવા સાધુને વારમવાર નમવાનું કહે છે?
જ- શીલવંત સાધુને
(7) શીલવંત સાધુને કાવ્ય માં કોના લક્ષણો વર્ણવાયા છે?
જ- આદર્શ સંતના
ત્રણ-ચાર વાક્ય માં ઉત્તર લખો
(1)' જેને જાગી ગયો તુરીયાનો તાર રે' એટલે શું?
જ- મનુષ્ય જીવનની ચોથી અને છેલ્લી અવસ્થા તુંરિયાવસ્થા (ધ્યાનાવસ્થા)માં છે તૂરી વાદ્ય (તુંરિયા) દ્વારા જેનું ચિત્ત પ્રભુ ના ધ્યાનમાં લાગે છે, તે તુરીયા અવસ્થા જેને આ અવસ્થા પ્રાપ્ત થાય તેને સસાર ના સુખ દુખ વ્યાપતા નથી..
(2) શીલવંત સાધુને કાવ્ય ની કવિયત્રી. વારંવાર. નમવાનું શા માટે કહે છે?
જ- શીલવંત સાધુ મા આદર્શ સંતના તમામ ગુણો હોય છે એના ચિત્ત ની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે આથી કવિયત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.
(3) શત્રુ અને મિત્ર સાથે શીલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે?
જ- શીલવંત સાધુ સાથે શત્રુ અને મિત્ર સમભાવ રાખી, સરળવ્યવહાર રાખે છે ,એને શત્રુ પ્રત્યે તિરસ્કાર હોતો નથી એ રીતે મિત્ર સાથે મમત્વ હોતું નથી તે નિસ્પૃહી હોય છે એનું મન કાયમ પ્રભુમાં પરોવાયેલું હોય છે
નીચેના પ્રશ્નનો આઠ-દસ વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન-1 શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.
જવાબ-1 પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત ગંગાસતીએ કરી છે
'શીલવંત સાધુ ને' પદ્ માં ગંગાસતીએ પાનબાઈને ચારિત્ર્ય વાન સાધુ ને ઓળખી તેનો જ સગ કરવાની સલાહ આપતા શિલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે સાધુ ચારિત્ર્ય શીલહોય છે.તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે એમનું લક્ષ્ય તો કેવળપરમાર્થ જ હોય છે એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે એ આઠે પહોર દિવ્ય આનંદમાં રહે છે એમની તુરીયા અવસ્થા જાગી ગઈ
હોય છે એ મોહ માયાથી પર હોય છે આવા સંતો નો સત્સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે
આમ, ગંગાસતીએ શિલવંત સાધુના લક્ષણો દર્શાવ્યા છે
0 Comments