રેસ નો ઘોડો

લેખક. - વર્ષા અડાલજ

સાહિત્ય પ્રકાર- નવલિકા

●લેખક પરિચય-●
વર્ષા ગુણવંતરાય આચાર્ય નો જન્મ મુંબઈમાં થયો હતો તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. તેઓ રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. 'ગાંઠ છૂટ્યાની વેળા', 'ખરી પડેલો ટહૂકો', 'રેતપંખી',  ' મારે પણ એક ઘર હોય' 'ક્રોસ રોડ'એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. 'સાંજને ઉંબર 'વર્ષા   અડાલજા  ની   શ્રેષ્ઠ   વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે .નાટક અને નિબંધ માં પણ તેમનું પ્રદાન છે તેમને સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે.

●નવલિકા પરિચય-●

શિક્ષણ એ એક એવી બાબત છે જેના પાયાનો સિદ્ધાંત બાળક  ને આનંદ આપવાનો છે. બાળકને એક સારો માણસ બનાવવાનો છે .વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે એ બાબતે લાલ બત્તી ધરતી આ એક સરસ મજાની નવલિકા એટલે કે વાર્તા છે બાળકોને પોતાની રીતે વિકસવા દેવા ની શીખ આપણને આ કૃતિ માંથી મળી રહે છે ઘડપણમાં માતા-પિતાને પૈસા કરતાં પોતાનાં સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે ડોક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતા દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે એવા ઘણા બધા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે.

સમાનાર્થી શબ્દો/ શબ્દાર્થ

નિર્દોષ

 દોષ વિના નું

ઉમળકો

હેત નો ઉભરો.

લિજ્જત

લહેજત, મજા

માયકાંગલું

 નબળું , માવડીયુ

●રૂઢિ પ્રયોગ નો અર્થ આપો.

1)ભારે હદયે
-દુઃખી હદયે

2)આંખ ભીની થવી
- લાગણીસભર થવું

3)મોમાં ઘી -સાકર
- આભારની લાગણી વ્યક્ત કરવી.

4)માથું ધુણાવવું
- સંમતિ આપવી

એક વાક્ય માં ઉત્તર લખો.

પ્રશ્ન-1  અંકિતના માતા-પિતા નું સ્વપ્ન હતું કે......
જવાબ-1  તે ઉમદા માણસ બને.

પ્રશ્ન- 2 વિનુંકાકા વાતવાતમાં શું કહેતા હતા
જવાબ-2 નિશાન ઊંચું રાખવું.

પ્રશ્ન -3 વિનુકાકા  કોને જરાય ગમતા નથી?
જવાબ-3 અંકિત ને

પ્રશ્ન-4 વર્ષા અડાલજા નુ જન્મ સ્થળ જણાવો
જવાબ -4 મુંબઇ

પ્રશ્ન-5 નીના બહેને તેના પતિ સંજય પાસે શું માગ્યું?
જવાબ- 5  અંકિત નું શૈશવ.

પ્રશ્ન-6 અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી?
જવાબ-6 પોતાના માતા-પિતા માટે .

પ્રશ્ન-7 અંકિત નો ચહેરો કેમ નિમાંણો લાગતો હતો.
જવાબ -7 એનું શરીર તાવથી સખત ગરમ હતું.

પ્રશ્ન -8 મંજુ કાકી શા કારણે એકલા પડી ગયા છે?
જવાબ- 8 પોતાના દીકરાને એમના પતિ રેસના ઘોડાની જેમ દોડાવે છે.

પ્રશ્ન-9 સૌરભ ને કોમ્પ્યુટર શા માટે શીખવું છે?
જવાબ-9 કોમ્પ્યુટર શીખવા થી એનો ક્લાસમાં વટ પડે તે માટે.

પ્રશ્ન -10 અંકિત ને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ માં મળ્યા હતા.
જવાબ-10 અંકિત ને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારત ની બાળકથા  ઓનાપુસ્તકો ભેટ માં મળ્યા હતા.

●નીચે આપેલા પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન-1  બાળકોના વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતાં?

જવાબ-1 બાળકોના વિકાસ અંગે વવિનુકાકા માનતા હતા કે મૂર્તિને જેમ ટાંકણા  થી. ઘડવી પડે એવી જ રીતે બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે છે દુનિયા જ્યારે તેજ ગતિથી દોડી રહી હોય ત્યારે દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે  હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે. હારી ગયેલા નો કોઈ ભાવ પૂછતું નથી આમ, વિનુકાકા બાળકોના વિકાસ અંગે માનતા હતાં

પ્રશ્ન-2 ''બેટા ચાલ,બહુ મોડું થઈ ગયું ."વિનુકાકા ના આ વાક્ય નો ગુઢાર્થ સમજાવો.

જ્વબ-2 બેટા ચાર બહુ મોડું થઈ ગયું વીનુકાકા આ વાક્ય ગુજરાતમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો વૈદિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા-પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્સ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું.

●નીચેના પ્રશ્નોના દસ-બાર બાર વાક્યો માં મુદ્દાસર ઉત્તર લખો.

પ્રશ્ન -1 ' રેસનો ઘોડો' શીર્ષકની યથાર્થતા ચચો.

જવાબ-1           
પાઠ નું નામ - 'રસ  નો ઘોડો'

સાહિત્ય પ્રકાર -નવલિકા

લેખિકા -વર્ષા અડાલજા

         આ. નવલિકા  માં. લેખિકાએ શિક્ષણના પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે તેમજ બાળકને સારા માણસ બનાવવાનો છે એ બાબત પર પ્રકાશ નાખ્યો છે  આજના યુગમાં વાલીઓની અપેક્ષાઓને કારણે શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે નાનપણથી જ બાળકનું બાળપણ છીનવાઈ જાય છે જે બાબતને લેખિકાએ 'રેસના ઘોડા '  પાઠ. દ્વારા સરસ રીતે સમજાવી છે

         'રેસનો ઘોડો' શીર્ષક સમગ્ર વાર્તા. ના કથાવસ્તુ ઓના હાર્દને યથાર્થ રજૂ કરે છે   વિનુકાક વાર્તા નું એક મહત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડ માં રેસના ઘોડાની જેમ જોડીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા-બાપનો. વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ.  અહીં રેસનો ઘોડો છે વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે સૌરભ મોટી ડિગ્રી મેળવે છે ચંદ્રકો જીતે છે .અખબારમાં એનું નામ ચમકે , ફોટા છપાય એવું વિનુ કાકા ઈચ્છે.એમાં સૌરભ. ઊણો ઊતરે છે. કારણ કે તેના માર્ક્સ ઓછા આવે તો વિનુકાકા એને તોડી પડતા કે ઉતારી પાડતા એમાં તેમની મહેનત સફળ થઇ સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો . અમેરિકામાં  ડોકટર થયો .અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. એ નામના વધી.વિશાળ બંગલો કાર જેવી ઘણી સંપત્તિ મેળવી પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી દીધી મા-બાપ સાથે વાત કરવાનો ,એમને સમજવાનો ,કે સહારો થવાનો એની પાસે હવે સમય નહોતો.

     આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે હારી ગયો આ દ્રષ્ટિએ 'રેસનો ઘોડો 'શીર્ષક

યથાર્થ લાગે છે.

પ્રશ્ન-2 અંકિત નું પાત્રલેખન કરો.

જવાબ-2  પ્રસ્તુત પાઠ નવલિકામાં લેખિકા વર્ષા અડાલજા એ સાચા અર્થમા અંકિત નું સાલસ પ્રકૃતિ નું વર્ણન કર્યું છે.

        અંકિત સંજય અને નીના બહેન નો પુત્ર છે જે શરીરે દુબળો છે  નાની બહેન ઇચ્છે છે કે તે પરીક્ષાના ભારણ માં જીવે તે ઠીક નથી  ભલે તે બે ટકા ઓછા લાવે પણ સારો, ઉમદા માણસ બનવો જોઈએ પરીક્ષામાં એના મિત્ર સૌરભ કરતા ઓછા નંબરે પાસ થાય છે, એને રામાયણ-મહાભારતની બાળકથાઓ વાંચવા આપે છે એટલે એનામાં સમજણ અને  સદ્દ ગુણો ની ખીલવણી થાય છે ભણવાની સાથે કુટુંબના સભ્યો સાથે લાગણીના તંતુ થી જોડાયેલો રહે છે એની મમ્મીની માંદગીમાં તેનું ધ્યાન રાખવું, શાળાએથી આવીને જાતે જ દૂધ પી લેવું  મમ્મીને રસોઈમાં મદદ કરવી લાડકી બહેન નું નામ ફોરમ પાડવું  ફોરમને કમળો થયો ત્યારે ભણતર ને ગૌણ  ગણીબહેન ની ખુબ સેવા કરવી વગેરે અંકિત નિસ્વાર્થ સેવા ભાવનાને વ્યક્ત કરે છે તો ઉંચા ગુણ મેળવીને ભલે  એ માં- બાપ નુ સ્વપ્ન પુરું ન કરી શક્યો પણ નીના બહેનનો દીકરો અંકિત એક ઉમદા માણસ બન્યો છે પિતા સંજય ના મૃત્યુ પછી પણ મમ્મી અને બહેને કઈ ખોટ સાલવા દીધી નહીં પત્નિ નંદા અને પુત્ર સાથે અંકિત સર્વ પ્રકારે સુખી છે .બીજી બાજુ પડોશમાં રહેતા વિનુકાકા ને મંજુ કાકી જેને સૌરભે તરછોડી દીધા હતા એ સૌને પણ એ અને એની બહેન પરમ પ્રેમથી સાચવે છે

      આમ, સાચા અર્થમાં અંકિત.  સાલસ પ્રકૃતિ ધરાવત  ઉમદા. માણસ બને છે.