પ્રકરણ-2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ

(31) નીલહરિત લીલ વાતાવરણમાંથી____ નું સ્થાપન સીધેસીધું જ કરે છે,જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.
જવાબ-નાઇટ્રોજન

(32) જૈવિક નાઇટ્રોજન સ્થાપક એટલેશુ?
જવાબ- કેટલાક બેક્ટરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઈટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી જેથી ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે.પરિણામે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.આ સૂક્ષ્મજીવોને જૈવિક સ્થાપક કહેછે.

(33) પર્ણ,ફળ કે શાકભાજીના કચરામાંથી કુદરતી ખાતર કેવી રીતે બને છે?
જવાબ-પર્ણ ફળ કે શાકભાજી ના કચરાને એકત્રિત કરી તેને એક ખાડામાં નાખી કોહવા દેવામાં આવે છે.આમાટે તેના પર સમયાંતરે પાણી અને દબાણ આપવામાં આવે છે. જેથી થોડાક સમય બાદ જમીનમાં રહેલા બેક્ટરિયા અને ફૂગ દ્વારા તેનું વિઘટન થાય છે. વિઘટન પામીને બનેલો પદાર્થ કુદરતી ખાતરમાં ફેરવાય છે.

(34)કયા કચરાનું જમીનમાંના સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી?
જવાબ - પોલિથીનની થેલી,કાચની બોટલો તથા રમકડાંના ટુકડાઓ જેવા કચરાનું જમીનમાંના જીવો વડે વિઘટન થતું નથી.

(35) આપણા જીવનમાંસૂક્ષ્મજીવો ઉપયોગિતા વિશે દસ વાક્યો લખો.
જવાબ-સૂક્ષ્મજીવો ઘણી રીતે ઉપયોગી છે.દૂધનું દહીંમાં રૂપાંતરણ,ઈડલી,બ્રેડ,પેસ્ટ્રીઝ, કેક વગેરે બનાવવા માટે સૂક્ષ્મ જીવો ઉપયોગી છે.આલ્કોહોલ,દારૂ તેમજ ઍસિટિક ઍસિડ (વિનેગર) ના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. સ્ટ્રેપ્ટોમાઈસીન,ટેટ્રાસાયક્લિન જેવી એન્ટિબાયોટિક્સની બનાવટમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે.સૂક્ષ્મ જીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે.જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે.કેટલાંક બેક્ટરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે.જેથી નાઇટ્રોજનનું ભૂમિમાં પ્રમાણ વધે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે.ફળ અને શાકભાજીનો કચરો, મૃત પ્રાણીઓ,સડતી વનસ્પતિ વગેરે હાનિકારક પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે.

(36) રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું?
જવાબ- કેટલાક સૂક્ષ્મ જીવો મનુષ્ય,પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે.રોગો ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. 

(37) ચેપી રોગો એટલે શું? તેનાં ઉદાહરણ આપો. 
જવાબ- જે રોગો સૂક્ષ્મ જીવો દ્વારા એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા,પાણી,ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે,તેને ચેપી રોગો કહે છે.ઉદાહરણ : કોલેરા,શરદી,શીતળા અને ટ્યુબરક્યુલોસિસ (ક્ષય).  

(38) શીતળાની રસીની શોધ_____ કરી હતી.
જવાબ- ઍડવર્ડ જેનરે 

(39) સમજાવો : માખી ચેપી રોગોને ફેલાવે છે. 
જવાબ- જયારે માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે ત્યારે રોગકારક સૂક્ષ્મ જીવો તેના શરીર પર ચોંટી જાય છે. જ્યારે આવી ચેપગ્રસ્ત માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે,ત્યારે આવા સૂક્ષ્મજીવો નુ સ્થળાંતરણ સંભવ બને છે. જે વ્યક્તિ આવો દૂષિત ખોરાક ખાય છે,તેના બીમાર પડવાની સંભાવના વધી જાય છે.આ રીતે માખી ચેપી રોગોને ફેલાવે છે.

(40) મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક____ છે.  
જવાબ- માદા એનોફિલિસ મચ્છર

(41) હવા દ્વારા ફેલાતા રોગોનાં નામ આપો. 
જવાબ- ટ્યુબરક્યુલોસિસ , ઓરી , અછબડા વગેરે રોગો હવા દ્વારા ફેલાય છે.

(42)  માદા એડિસ ___ વાઇરસનું વાહક છે. 
જવાબ- ડેગ્યુ

(43) કારણ આપો: આપણા ઘરની આસપાસની જગ્યાઓમાં પાણી એકત્રિત થયેલું રહેવા દેવું જોઈએ નહીં. 
જવાબ- બધાં મચ્છર પાણીમાં પ્રજનન કરે છે,જેથી ઘરની આસપાસની જગ્યામાં કે કુલર,ટાયર,ફૂલદાની વગેરેમાં પાણી એકત્રિત થયેલ હોય તો, મચ્છરના પોરાને વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળતા મળે છે.મચ્છરોનો ઉપદ્રવ વધે છે.જેનાથી ડેગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાઈ શકે માટે ઘરની આસપાસની જગ્યામાં પાણી એકત્રિત થવા દેવું નહીં. 

(44) ટ્યુબરક્યુલોસિસ એ ____ દ્વારા થતો રોગ છે.
જવાબ-બેક્ટેરિયા

(45) ટ્યુબરક્યુલોસિસ રોગથી બચવાના ઉપાયો જણાવો.
જવાબ- દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યકિતઓથી અલગ રાખવો.દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી જોઈએ.યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ.દર્દીએ વાપરેલી વસ્તુઓ જંતુમુક્ત કરવી જોઈએ,દર્દીના કફ, ગળફા વગેરેનો સળગાવીને નાશ કરવો જોઈએ. 

(46) કોલેરા____ દ્વારા થાય છે.
જવાબ- બેક્ટેરિયા 

(47) નીચેનામાંથી બેક્ટેરિયા દ્વારા થતો રોગ જણાવો. 
(A) ટાઇફોઈડ     (B) પોલિયો 
(C) મેલેરિયા     (D) ઓરી
જવાબ- (A) ટાઇફોઈડ

(48) ટાઇફૉઈડથી બચવાના ઉપાયો જણાવો. 
જવાબ- વ્યકિતગત સ્વચ્છતા રાખી સારી ટેવો કેળવવી જોઈએ.યોગ્ય રીતે રાંધવામાં આવેલો તાજો ખોરાક લેવો તેમજ ઉકાળેલું પાણી પીવું જોઈએ.ટાઇફોઈડની રસી મુકાવવી જોઈએ.બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો જોઈએ નહિ. 

(49) હિપેટાઇટિસ- A એ____દ્વારા થતો રોગ છે. 
જવાબ- વાઇરસ 

(50) નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છર દાનીનો ઉપયોગ કરવો જોઈએ? 
(A) કોલેરો          (B) પોલિયો
(C) અછબડા        (D) મેલેરિયા
જવાબ-(D) મેલેરિયા