પ્રકરણ-2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
(1) સૂક્ષ્મજીવો એટલે શું?
જવાબ- જે સજીવોને આપણે નરી આંખે જોઇ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે.
(2) સૂક્ષ્મજીવો ને શેની મદદથી જોઈ શકાય છે?
( A)પેરિસ્કોપ (B) ટેલિસ્કોપ (C) માઈક્રોસ્કોપ (D) આપેલ તમામ
જવાબ-(C) માઈક્રોસ્કોપ
(3) બ્રેડ પર ઊગેલી ફુગ ને _____ ની મદદથી જોઇ શકાય છે.
જવાબ- બિલોરી કાચ
જવાબ- બિલોરી કાચ
(4) સૂક્ષ્મ જીવો ને કેટલા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
જવાબ – સૂક્ષ્મ જીવો ને ચાર વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.જેમ કે બેક્ટેરિયા,ફુગ, પ્રજીવ,
કેટલીક લીલ.
(5) ______ એ માત્ર યજમાન કોષોમાં વિભાજીત પામે છે.
જવાબ – વાઈરસ
(6) વાઇરસ દ્રારા થતાં રોગો જણાવો.
જવાબ- શરદી, ઇન્ફલુએંજા, ઉધરશ, પોલીયો,કમળો વગેરે જેવા રોગો વાઇરસ દ્રારા થાય છે.
જવાબ- શરદી, ઇન્ફલુએંજા, ઉધરશ, પોલીયો,કમળો વગેરે જેવા રોગો વાઇરસ દ્રારા થાય છે.
(7) વાઇરસની આકૃતિ દોરી તેના વીશે નોંધ લખો.
જવાબ -વાઇરસ કોષીય રચના ધરાવતા નથી. પરંતુ તે અન્ય સૂક્ષ્મ જીવો કરતાં અલગ હોય છે; કારણ કે તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. અર્થાત,તે બેક્ટરિયા,વનસ્પતિકોષ કે પ્રાણીકોષમાં જ વિભાજન પામે છે. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી,ઇન્ફલુએન્ઝા,ઉધરસ,પોલિયો,અછબડા વગેરે વાઇરસ દ્વારા થાય છે.
(8)કયો રોગ પ્રજીવથી થતો રોગ છે.
(A) T.B (B) ઝાડા (C) તાવ (D) શરદી
જવાબ-(B) ઝાડા
(9) કયો રોગ બેકટેરિયાથી થતો રોગ છે.
(A) T.B (B) ઝાડા (C) તાવ (D) શરદી
જવાબ-(A) T.B
(10) નીચેનામાંથી કઇ લીલ છે.
(A) અમિબા (B) પેનિસિલિયમ
(C) સ્પાયરોગાયરા (D) એસ્પરજીલસ
(C) સ્પાયરોગાયરા (D) એસ્પરજીલસ
જવાબ-(C) સ્પાયરોગાયરા
(11) નીચેનામાંથી ખોટી જોડ જણાવો.
(A) ક્લેમિડોમોનાસ: લીલ
(B) પેરામિશિયમ: પ્રજીવ
(C) બ્રેડ મોલ્ડ: ફૂગ
(D) એસ્પરજીલસ : વાઇરસ
(B) પેરામિશિયમ: પ્રજીવ
(C) બ્રેડ મોલ્ડ: ફૂગ
(D) એસ્પરજીલસ : વાઇરસ
જવાબ –(D) એસ્પરજીલસ : વાઇરસ
(12) કોઈપણ બે પ્રજીવ નામ લખો.
જવાબ -અમીબા, પેરામિશિયમ
(13) કોઈપણ બે લીલ ના નામ લખો.
જવાબ-ક્લેમિડોમોનાસ, સ્પાયરોગાયરા
(14) કોઈપણ બે ફૂગ ના નામ લખો.
જવાબ- યિસ્ટ, પેનિસિલિયમ
(15) બેક્ટેરિયા કેવા આકારના હોય છે?
જવાબ- કુતલાકાર, દંડાણુ આકાર
(16) સૂક્ષ્મ જીવો ક્યાં ક્યાં જોવા મળે છે?
જવાબ- સૂક્ષ્મ જીવો બર્ફીલા પ્રદેશમાં,ગરમ પાણીના ઝરણા મા મનુષ્યના શરીરમાં દલદલ યુક્ત ભૂમિમાં સૂક્ષ્મ જીવો વાતાવરણમાં દરિયામાં નદીમાં તળાવમાં પશુ પક્ષી મનુષ્ય દરેકના આંતરડામાં વગેરે સ્થળોએ જોવા મળે છે.
(17) સૂક્ષ્મ જીવો ને આપણા મિત્રો કહી શકીએ છીએ કારણ આપો.
જવાબ- કારણકે સૂક્ષ્મ જીવ નો ઉપયોગ કેક બનાવવા દહીં બનાવવા ઔષધો બનાવવા કાર્બનિક કચરાનું વિઘટન માં જમીનની ફળદ્રુપતા વધારવા માં વગેરે જગ્યાએ થાય છે માટે સૂક્ષ્મ જીવો આપણા મિત્રો કહી શકાય.
(18) દહીંની બનાવટ સમજાવો.
જવાબ- દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસીલસ નામના બેક્ટેરિયા જવાબદાર છે. જે દૂધમાં વૃદ્ધિ પામી
દૂધનું દહીં માં પરિવર્તન કરે છે.
(19) બ્રેડ અને ઈડલી ની કણક ફુલવાનુ કારણ………
(A) ગરમી (B)પીસવુ
(C) યીસ્ટ કોષોની વૃદ્ધિ (D) મસળવું
(C) યીસ્ટ કોષોની વૃદ્ધિ (D) મસળવું
જવાબ-(C) યીસ્ટ કોષોની વૃદ્ધિ કોષોની વૃદ્ધિ
(20) યીસ્ટ શ્વસન દરમ્યાન_____ વાયુ ઉત્પન્ન કરે છે.
જવાબ-CO2(કાર્બન ડાયોક્સાઇડ)
(21) બ્રેડ,પેસ્ટ્રીજ અને કેક બનાવવા માટે____ઉપયોગી છે.
જવાબ-યીસ્ટ
(22) યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે?
(A) સર્કરા (B) આલ્કોહોલ
(C) હાઇડ્રોક્લોરિક એસિડ (D) ઓક્સિજન
(C) હાઇડ્રોક્લોરિક એસિડ (D) ઓક્સિજન
જવાબ- (B) આલ્કોહોલ
(23) વ્યાખ્યા આપો: આથવણ.
જવાબ- સર્કરાનું આલ્કોહોલ માં રૂપાંતર થવાની ઘટનાને આથવણ કહેવામાં આવે છે.
(24) આથવણ ની શોધ____ વૈજ્ઞાનિક કરી હતી?
જવાબ- લૂઈ પાશ્ચર
(25) નીચેનામાંથી ક્યુ એન્ટિબાયોટિક છે ?
(A) સોડિયમ બાયકાર્બોનેટ
(B) સ્ટેપ્ટોમાઈસીન
(C) હાઇડ્રોક્લોરિક એસિડ
(D) ઓક્સિજન
(B) સ્ટેપ્ટોમાઈસીન
(C) હાઇડ્રોક્લોરિક એસિડ
(D) ઓક્સિજન
જવાબ(B) સ્ટેપ્ટોમાઈસીન
(26) ઍન્ટિબાયોટિક્સ એટલે શું? ઍન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? જવાબ-બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવો નષ્ટ કરતી અથવા તેમની વૃદ્ધિ અટકાવતી ઔષધિઓને એન્ટિબાયોટિક્સ કહે છે. જે અન્ય સૂક્ષ્મજીવના ઉપયોગથી બને છે. માન્ય ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટિબાયોટિક્સ દવાઓ લેવી જોઈએ. જો એન્ટિબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. વળી,બિનજરૂરી ઍન્ટિબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટરિયાનો નાશ થઈ શકે છે.
(27) પેનિસિલિનની શોધ ___ કરી હતી.
જવાબ- ઍલેકઝાન્ડર ફલેમિંગે
(28) કારણ આપો : ઍન્ટિબાયોટિક્સનો ઉપયોગ હંમેશાં ડૉક્ટરની સલાહ મુજબ જ કરવો જોઈએ.
જવાબ- જો એન્ટિબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. વળી , બિનજરૂરી એન્ટિબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટરિયાનો નાશ થઈ શકે છે. માટે ડોક્ટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઈએ.
(29) રસી કેવી રીતે કાર્ય કરે છે?
જવાબ- રસી દ્વારા જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટિબોડી ઉત્પન્ન કરે છે અને રોગકારકોનો નાશ કરે છે.આ એન્ટિબોડી શરીરમાં હંમેશાં માટે બનેલા રહે છે અને ભવિષ્યમાં જે-તે સક્રિય રોગકારક સૂક્ષ્મજીવથી શરીરનો બચાવ કરે છે. તેથી જેતે રોગથી બચી શકાય છે.
(30) કારણ આપો : નવજાત શિશુ અને બાળકોને વિવિધ રસી મુકાવવામાં આવે છે.
જવાબ- રસી મુકાવતાં રોગકારક મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મ જીવો બાળકોના શરીરમાં પ્રવેશે છે.તેની સામે લડત આપવા માટે શરીર એન્ટિબોડી ઉત્પન્ન કરે છે.બાળકનું શરીર એ પણ યાદ રાખે છે કે,એ જ સૂક્ષ્મજીવ જયારે તેના શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ ઍન્ટિબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય.જેથી ભવિષ્યમાં બાળક એ રોગથી બચી શકે છે.
0 Comments