9. આપણું ઘર પૃથ્વી

11. ફેબ્રુઆરી માસમાં ક્યારે 29 દિવસ થાય છે-વિધાન સમજાવો.

જવાબ. પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ 6 કલાક પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ હોય છે.

12. ગ્રહણ કોને કહે છે?

જવાબ. આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. સૂર્ય સ્વયંપ્રકાશિત છે અને ધગધગતો ગોળો છે, ચંદ્ર પર-પ્રકાશિત છે. જે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ દેખાય કે ક્યારેક આખો આખો ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું એમ કહેવાય.

1૩. સમજાવો: સૂર્યગ્રહણ

જવાબ. ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાઓને આપણે ‘સૂર્યગ્રહણ’ કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતા નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં ‘સૂર્યગ્રહણ’ એક સાથે જોઈ શકતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી.

14. સમજાવો: ચંદ્રગ્રહણ 

જવાબ. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોનાં વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે, આ ભાગ આપણને દેખાય નહિ, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાત્રે જ દેખાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી.

પ્રશ્ન-6 મંગળ અને ગુરુ વચ્ચેનો તફાવત લખો:

મંગળ

ગુરુ

મંગળ લાલ રંગનો ગ્રહ છે.

ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે.

મંગળને આછું વાતાવરણ છે. 

ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે.

મંગળ પર ઋતુઓ પ્રમાણે ઠંડી ગરમી લાગે છે.

ગુરુ ખૂબ જ ઠંડો હશે, એવું મનાય છે.

તેને બે ઉપગ્રહો છે.

ગુરુને 79 ઉપગ્રહો છે.

પ્રશ્ન-7 નીચેના ગ્રહો વિશે ટૂંકમાં જણાવો:

1. બુધ

જવાબ. આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે.

2. શુક્ર

જવાબ. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ ! તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ્ટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી.

૩. મંગળ

જવાબ. લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને બે ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

4. ગુરુ

જવાબ. ગુરુ ઓછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. ગુરુને આસપાસ વાયુનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ જ ઠંડો હશે,

 એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહ છે. જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતમતાંતરો જોવા મળે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાંવાળી સપાટી મનોહર લાગે છે.

5. યુરેનસ

જવાબ. પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. સૂર્યનું તેજ પણ આછી ચાંદીની જેવું છે. વિલિય હર્ષલ  નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખુબ જ ઠંડો છે.

પ્રશ્ન-8 જોડકા જોડો. 

‘અ’   ‘બ’ 

1. સૂર્ય  (A)સુંદર ગ્રહ 

2. શનિ  (B)વિલિયમ હર્ષલ 

૩. મંગળ  (C)તારો 

4. યુરેનસ  (D)મિથેન 

5. નેપ્ચુન  (E)જીવસૃષ્ટિની સંભાવના 

જવાબ.

1. (C)

2. (A)

૩. (E)

4. (B)

5. (D) 

2. 

‘અ’          ‘બ’ 

1. નક્ષત્રો  (A) 23.5° ઉ.અ. 

2. રેખાંશવૃતો  (B)23.5° દ.અ. 

૩. કર્કવૃત્ત  (C)360          

4. મકરવૃત  (D) 0° રેખાંશવૃત 

5. ગ્રિનીચ રેખા  (E)27 

જવાબ. 

1. (E)

2. (C)

૩. (A)

4. (B)

5. (D)