પ્રશ્ન-2 નીચેની ખાલી જગ્યાઓ પૂરો.
1. આપણી પૃથ્વી ને ______ પરિવારની એક સભ્ય છે.
જવાબ. સૌર
2. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ _______ ગણું વધારે છે.
જવાબ. 28
૩. જો કોઈ પદાર્થનું વજન પૃથ્વી પર 2 કિગ્રા હોય તો તે પદાર્થનું સૂર્યની સપાટી પર વજન ________ થાય.
જવાબ. 56
4. પૃથ્વીને સૂર્યની ફરતે 1 પરિભ્રમણ કરતા _______ દિવસ લાગે છે.
જવાબ. 365
5. 23.5° ઉ.અ. અને 23.5° દ.અ. વચ્ચે _______ કટિબંધ આવેલો છે.
જવાબ. ઉષ્ણ
6. _______ થી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે.
જવાબ. વિષુવવૃત
7. કર્કવૃત્ત અને મકરવૃત વચ્ચેનાં વૃતોને _______ કહે છે.
જવાબ. અયનવૃતો
8. વિષુવવૃતથી ઉત્તરે 66.5° દક્ષિણ અક્ષાંશ રેખાને _______ કહે છે.
જવાબ. દક્ષિણ ધ્રુવવૃત
9. વિષુવવૃતથી દક્ષિણે ______ દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત કહે છે.
જવાબ. 66.5°
10. ______ પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે.
જવાબ. વિષવવૃત
11. રેખાંશ ________ પાસે એકબીજાને મળે છે.
જવાબ. ધ્રુવ
12. અક્ષાંશવૃતોની કુલ સંખ્યા _______ છે.
જવાબ. 181
1૩. પૃથ્વી પરની આડી-ઊભી રેખાઓ માત્ર ________માં જોઈ શકાય છે.
જવાબ. નકશા
14. પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી ________ રેખાઓ છે.
જવાબ. કાલ્પનિક
15. મંગળને _______ ઉપગ્રહો છે.
જવાબ. 2
16. પૃથ્વી પોતાની ધરી પર ________ કલાકમાં એક આંટો પૂરો કરે છે?
જવાબ. 24
17. સૌર પરિવારમાં કુલ _______ ગ્રહો છે.
જવાબ. 8
18. વૈજ્ઞાનિકો ________ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
જવાબ. મંગળ
19. પૃથ્વીના અભ્યાસ માટે વપરાતો પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની ________ છે.
જવાબ. પ્રતિકૃતિ
20. ________ તારો હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે.
જવાબ. ધ્રુવનો
21. ચંદ્રગ્રહણ _________ ની રાતે થાય છે.
જવાબ. પૂનમ
22. સૂર્યગ્રહણ ________ થાય છે.
જવાબ. અમાસે
23. 21મી જૂને _________ પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે.
જવાબ. કર્ક્રવૃત
24. પૃથ્વી સૂર્યની આસપાસ _______ આકારની કક્ષામાં ફરે છે.
જવાબ. લંબગોળ
પ્રશ્ન-૩ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો.
1. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળને કારણે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે.
જવાબ. ખરું
2. સૌર પરિવારનો મુખ્ય સભ્ય પૃથ્વી છે.
જવાબ. ખોટું
૩. સૂર્યથી નજીક હોવાના કારણે શનિની સપાટીનું તાપમાન ઓછું હોય છે.
જવાબ. ખોટું
4. સૌર પરિવારમાં કદમાં બીજા નંબરનો ગ્રહ એટલે શનિ.
જવાબ. ખરું
5. મંગળ લીલા રંગનો ચમકતો ગ્રહ છે.
જવાબ. ખોટું
6. ચંદ્ર સ્વયંપ્રકાશિત છે.
જવાબ. ખોટું
7. પૃથ્વી ચંદ્રનો ઉપગ્રહ છે.
જવાબ. ખોટું
8. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી.
જવાબ. ખરું
9. ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે.
જવાબ. ખરું
10. આખી દુનિયામાં ‘સૂર્યગ્રહણ’ એક સાથે જોઈ શકાય છે.
જવાબ. ખોટું
11. વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અનુભવાય છે.
જવાબ. ખરું
12. 21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે.
જવાબ. ખરું
13. શીત કટિબંધમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે.
જવાબ. ખોટું
14. 0° રેખાંશવૃતને ગ્રિનીચ રેખા કહે છે.
જવાબ. ખરું
15. વિષુવવૃત પર ખૂબ જ ઠંડી પડે છે.
જવાબ. ખોટું
16. 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે.
જવાબ. ખરું
17. સૂર્યનાં કિરણો સિસ્ટમ દ્વારા કોઈ પણ સ્થળનાં અક્ષાંશ-રેખાંશ સરળતાથી જાની શકાય છે?
જવાબ. ખરું
18. ધ્રુવ તરફ જતાં રેખાંશો એકબીજાથી દૂર જાય છે.
જવાબ. ખોટું
19. પૃથ્વી પરની દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે.
જવાબ. ખરું
20. ધ્રુવનો તારો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાંથી સરળતાથી જોઈ શકાય છે.
જવાબ. ખોટું
21. પૃથ્વી દડા જેવી ગોળ છે?
જવાબ. ખોટું
22. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ઉલ્કા ખરી હતી, જેનું વજન 40 કિગ્રા જેટલું હતું.
જવાબ. ખરું
23. નેપ્ચ્યુન નીલા રંગનો ગ્રહ છે.
જવાબ. ખોટું
0 Comments