પ્રશ્ન-4 નીચેના પ્રશ્નોના એક્વાક્યમાં ઉત્તર લખો. 

1. સૌર પરિવાર(સૌરમંડળ)માં કોનો કોનો સમાવેશ થાય છે?

જવાબ. સૌર પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે.

2. બધા ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ માર્ગે જ ફરે છે, કારણકે.....

જવાબ. ગુરૂત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે.

૩. સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?

જવાબ. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિમી દૂર છે.

4. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે?

જવાબ. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે.

5. મને ઓળખો: હું ના હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે.

જવાબ. સૂર્ય

6. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે?

જવાબ. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આ ગ્રહોને આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે.

7. બાહ્ય ગ્રહોનાં નામ જણાવો.

જવાબ. ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે.

8. સૌર પરિવારના કયા ગ્રહોને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે?

જવાબ. સૌર પરિવારના બુધ ગ્રહને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે.

9. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?

જવાબ. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે.

10. મને ઓળખો: હું કદ અને વજનમાં પૃથ્વી જેવો હોવાથી પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે ઓળખાઉ છું.

જવાબ. શુક્ર

11. કારણ આપો: શુક્રનો અભ્યાસ વધુ થઈ શક્યો નથી?

જવાબ. શુક્રનો અભ્યાસ વધુ થઈ શકતો નથી, કારણ કે... તેની આસપાસ વાયુઓ અને વાદળોનો ઘટ્ટ આવરણને કારણે તેને સ્પષ્ટ જોઈ શકતો નથી.

12. મને ઓળખો: હું ચળકાટમાં ચંદ્રને મળતો આવું છું.

જવાબ. શુક્ર

13. મને ઓળખો:  દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત મારા પર જોવા મળે છે.

જવાબ. પૃથ્વી

14. મને ઓળખો: હું પૃથ્વીની આસપાસ ફરું છું.

જવાબ. ચંદ્ર

15. કારણ આપો: ‘શનિ’ને પાઘડીયો ગ્રહ કહે છે.

જવાબ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પાઘડી જેવો લાગતા હોવાથી તેને ‘પાઘડીઓ’ ગ્રહ પણ કહે છે.

16. શનિને કેટલા ઉપગ્રહો છે?

જવાબ. શનિને 62 કરતા વધારે ઉપગ્રહો છે.

17. મને ઓળખો: મને ભીમકાય ગ્રહ પણ કહે છે.

જવાબ. ગુરુ

18. શનિ કયા બે ગ્રહની વચ્ચે આવેલો છે?

જવાબ. શનિ, ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે.

19. મને ઓળખો: મને પાઘડીઓ ગ્રહ પણ કહે છે.

જવાબ. શનિ

20. યુરેનસની શોધ કોણે અને ક્યારે કરી હતી?

જવાબ. યુરેનસની શોધ વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે.

21. ઉલ્કા એટલે શું?

જવાબ. કોઈ વાર તમે રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને ! હકીકતમાં તારા ખરતા જ નથી. આકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે.

22. નક્ષત્ર એટલે શું? નક્ષત્રોનાં નામ જણાવો.

જવાબ. વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ ‘નક્ષત્ર’ કહેવાય. 1.અશ્વિન, 2.રેવતી, ૩. વિશાખા, 4.પુનર્વસુ, 5.મૃગશીર્ષ, 6.રોહિણી, 7.પુષ્પ, 8.આર્યા, 9.સ્વાતિ જેવાં કુલ 27 નક્ષત્રો આવેલા છે.

23. પૃથ્વીના આકાર વિશે ટૂંકમાં જણાવો.

જવાબ. પૃથ્વીનો આકાર ગોળ સ્વરૂપે છે, પરંતુ તે બંને ધ્રુવોથી થોડીક ચપટી છે.

24. મને ઓળખો: હું સપ્તર્ષી તારકના ઝૂમખાની મદદથી સરળતાથી મળી શકું છું.

જવાબ. ધ્રુવ

25. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?

જવાબ. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે.