9. આપણું ઘર પૃથ્વી 

26. ધ્રુવના તારાનો ઉપયોગ કોણ અને કેમ કરે છે?

જવાબ. દરિયાઈ સફરે જનાર કે રણમાં મુસાફરી કરનાર લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તેને ઉત્તર દિશા તરીકે ઓળખાય છે. કારણ કે તેઓ દિશાની મદદથી દરિયાઈ સફર કે પછી રણપ્રદેશમાં આગળ વધી શકે છે.

27. પૃથ્વી પરની આડી-ઊભી કાલ્પનિક રેખાઓ પરથી શું જાણી શકાય છે?

જવાબ. પૃથ્વી પરની આડી-ઊભી કાલ્પનિક રેખાઓ પરથી કોઈ પણ સ્થાનનું ચોક્કસ સ્થળ અને સમય જાણી શકાય છે.

28. કોઈ સ્થળનો અક્ષાંશ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

જવાબ. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી જે ખૂણો બનાવે છે તેને અક્ષાંશ કહે છે.

29. અક્ષવૃત કોને કહે છે?

જવાબ. અક્ષવૃત એટલે પૃથ્વી ઉપર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ-પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત કહેવાય છે.

30. રેખાંશ કોને કહે છે?

જવાબ. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહે છે.

31. રેખાંશવૃત કેટલા છે?

જવાબ. રેખાંશવૃતની કુલ સંખ્યા 360 છે.

32. રેખાવૃત કોને કહે છે?

જવાબ. પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનાર ઉત્તર-દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત કહે છે.

૩૩. અક્ષાંશવૃત અને રેખાંશવૃત એટલે શું?

જવાબ. અક્ષાંશવૃત એટલે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કલ્પિત રેખાને અક્ષાંશવૃત કહે છે. જયારે રેખાંશવૃત એટલે

પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કલ્પિત રેખાને રેખાંશવૃત કહે છે.

34. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એટલે શું?

જવાબ. વિષુવવૃતથી પરનો એક વાર એટલે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણનો તરફ એક ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ.

35. વિષુવવૃતથી ઉત્તરે 23.5° અક્ષાંશવૃત એટલે ......

જવાબ. કર્કવૃત્ત

36. મને ઓળખો: હું વિષુવવૃતથી દક્ષિણે 23.5 અક્ષાંશવૃત છું. 

જવાબ. મકરવૃત 

37. અયન એટલે શું?

જવાબ. વિષુવવૃતની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે.

38. ગ્રિનીચ શહેર કયા દેશમાં આવેલું છે?

જવાબ. ગ્રિનીચ શહેર ઇંગ્લેન્ડમાં આવેલું છે.

39. પૃથ્વીની ગતિઓ કેટલી છે? કઈ કઈ?

જવાબ. પૃથ્વીની ગતિઓ બે પ્રકારની છે. 1. દૈનિક ગતિ, 2. વાર્ષિક ગતિ.

40. પૃથ્વીની પરિભ્રમણની ઝડપ વિવિષુવવૃત પર કેટલી છે?

જવાબ. પૃથ્વીની પરિભ્રમણની ઝડપ વિષુવવૃત પર 1670 કિમી/કલાક ની છે.

41. પરિભ્રમણ એટલે શું?

જવાબ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. સાથે સાથે સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યની આ કાલ્પનિક રેખાની આસપાસ પૃથ્વી ચક્કર લગાવે છે. આ ચક્કરને પરિક્રમણ કહે છે.

42. કક્ષા એટલે શું?

જવાબ. પૃથ્વી પોતાની ધરી પર અને સુર્યની આસપાસ ફરે છે. આ કાલ્પનિક રેખાને કે જેના આધારે પૃથ્વી ફરે છે, તેને ‘કક્ષા’ કહે છે.

43. પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય?

જવાબ. પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો દિવસ અને રાતનો ચક્ર ચાલે નહીં. તેમજ ઋતુઓ પણ બદલાય નહીં.

44. ઉતરાયણ એટલે શું?

જવાબ. 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત તરફ પડવાના શરૂ થાય છે. આમ, ઉતરાયણ 22મી ડિસેમ્બરે થાય છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે, માટે ‘મકરસંક્રાંતિ’ કહેવાય છે.

45. 22મી ડિસેમ્બરે ભારતમાં દિવસ અને રાત્રિની લંબાઈની શું સ્થિતિ હશે?

જવાબ. 22મી ડિસેમ્બરે ભારતમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે.

46. 21મી માર્ચ 23મી સપ્ટેમ્બરની વિશેષતા શું છે?

જવાબ. 21મી માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે દિવસ અને રાત સરખા હોય છે.