પ્રકરણ-2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ PART 3

(51) મેલેરિયાથી બચવાના ઉપાયો જણાવો.
જવાબ- સૂવામાટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છર ભગાડવાનાં રસાયણો વાપરવાં જોઈએ. કિટનાશકનો છંટકાવ કરવો જોઈએ. આજુ-બાજુ ભરાયેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતાં અટકાવવા જોઈએ.

(52) ____નામના બેક્ટરિયાથી એથેંક્સ નામનો રોગ થાય છે.
જવાબ- બેસીલસ

(53)____નામના વૈજ્ઞાનિકે બેસીલસ એન્વેસિસ નામના બૅક્ટરિયાની શોધ કરી.
જવાબ- રોબર્ટ કોશ

(54) ઢોરમાં____અને_____રોગ વાઈરસ દ્વારા થાય છે.
જવાબ- ફૂટ અને માઉથ ડિસીઝ

(55) વનસ્પતિમાં સૂક્ષ્મજીવો ને લીધે થતા રોગો જણાવી તે ક્યા સૂક્ષ્મજીવો દ્વારા અને કેવી રીતે ફેલાય છે તે જણાવો.
જવાબ-વનસ્પતિમાં સાઇટ્રસ કેન્કર નામનો રોગ બેક્ટરિયાથી થાય છે,જે હવા દ્વારા ફેલાય છે.ઘઉંનો રસ્ટ ફૂગ દ્વારા થાય છે.તેમજ હવા અને બીજ દ્વારા ફેલાય છે. ભીંડાનો પિત્ત (ઓકરા) વાઇરસથી થાય છે અને કીટકો દ્વારા ફેલાય છે.

(56) ઓકરા એ કઈ વનસ્પતિમાં થતો રોગ છે?
જવાબ- ઓકરા એ ભીંડામાં થતો રોગ છે.

(57) ખોરાક વિષાકતન એટલે શું?
જવાબ- સૂક્ષ્મ જીવો દ્વારા ખોરાક દૂષિત કરવામાં આવે છે. જેમાં ખોરાકમાં સૂક્ષ્મ જીવો દ્વારા વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે.જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે.જેને ખોરાક વિષાકતન કહે છે.

(58) ટૂંક નોંધ લખો :સૂક્ષ્મજીવો દ્વારા થતાં નુકસાન
જવાબ- કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય,પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવો કહે છે. કેટલાંક સૂક્ષ્મજીવો પ્રાણીઓમાં પણ રોગો સર્જે છે.ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાઇરસ દ્વારા થાય છે . તે સિવાય મનુષ્યમાં ઓરી,અછબડા,ટી.બી,કૉલેરા,ટાઇફોઇડ,મેલેરિયા વગેરે જેવા રોગો સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે.ઘઉં,ડાંગર, બટાટા,શેરડી જેવી વનસ્પતિઓમાં સૂક્ષ્મજીવો રોગો સર્જે છે.જેથી પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.સાઇટ્રસ કેન્કર, ઘઉંનો રસ્ટ,ઓકરા જેવા રોગો વનસ્પતિમાં થાય છે. ખોરાકમાં સૂક્ષ્મ જીવો દ્વારા વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે.જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે.જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે. ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક,કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે.

(59) ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિઓનાં નામ લખો.
જવાબ- ખાદ્ય પદાર્થોની જાળવણી માટે રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા જાળવણી,શર્કરાની મદદથી જાળવણી,તેલ અને વિનેગર દ્વારા જાળવણી.

(60) જાણીતાં પ્રિઝર્વેટિવ્સનાં નામ જણાવો.
જવાબ- સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ જાણીતાં પ્રિઝર્વેટિવ્સ છે.

(61) મીઠા દ્વારા કયા કયા ખાદ્ય પદાર્થોની જાળવણી કરવામાં આવે છે?
જવાબ- બેક્ટરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી,આમળાં તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે.

(62) શર્કરા ખોરાકની જાળવણી કેવી રીતે કરે છે?
જવાબ- જામ,જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે.શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે.જે ખોરાકને દૂષિત કરતા બેક્ટરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે.

(63) તેલ અને વિનેગર દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે થાય છે?
જવાબ- તેલ હવાની અવરજવર તથા ભેજનું પ્રમાણ ઘટાડે છે.વિનેગરના એસિડિક માધ્યમ બેક્ટરિયા જીવી શકતા નથી.તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાંને બગડતાં અટકાવવા માટે કરવામાં આવે છે.આ ઉપરાંત શાકભાજી,ફળ,માછલી તથા માંસની જાળવણી આ પદ્ધતિથી કરવામાં આવે છે.

(64) પેપ્યુરાઇઝેશન એટલે શું?
જવાબ- દૂધને સૂક્ષ્મ જીવો રહિત બનાવવા માટે 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડું કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. જેથી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે. જેને પેપ્યુરાઇઝેશન કહે છે.

(65) પેપ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ____કરી હતી.
જવાબ- લૂઈ પાશ્ચરે

(66) રાઈઝોબીયમ બેક્ટેરિયા કયાં વસવાટ કરે છે?
જવાબ- રાઈઝોબીયમ બેક્ટેરિયા શ્મિબી કુળ ની વનસ્પતિ ની મૂળ ગંડિકાઓ માં વસવાટ કરે છે.

(67) નાઇટ્રોજન સ્થાપન કઈ કઈ રીતે થાય છે?
જવાબ- રાઈઝોબીયમ બેક્ટેરિયા શિમ્બી કુળ ની વનસ્પતિ ના મૂળ ગંડિકાઓ મા રહીને જમીનમાં નાઈટ્રોજન સ્થાપન કરે છે. વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઈટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે.

(68) વાતાવરણીય નાઈટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સુક્ષ્મ જીવો ના નામ જણાવો.
જવાબ- રાઈઝોબીયમ બેક્ટેરિયા,નોસ્ટોક અને એનાબીના લીલ.

(69) વાતાવરણમાં____℅ નાઇટ્રોજન વાયુ છે.
જવાબ-78

(70) નાઇટ્રોજન ચક્ર આકૃતિ દોરી સમજાવો.
જવાબ-
  • વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78 % છે.
  • નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે.તે સજીવોના બંધારણીય ઘટકો જેવા કે પ્રોટીન,ક્લોરોફિલ,ન્યુક્લિીક ઍસિડ તેમજ વિટામિન્સમાં હાજર હોય છે.
  • વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી.
  • ભૂમિમાં રહેલા કેટલાક બેકટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને તેનું પાણીમાં દ્રાવ્ય તેવા યોગ્ય ક્ષારમાં રૂપાંતર કરે છે.
  • જયારે નાઇટ્રોજન દ્રાવ્ય ક્ષારમાં રૂપાંતરિત થઈ જાય છે,ત્યારે વનસ્પતિ તેના મૂળતંત્ર દ્વારા ભૂમિમાંથી તેનું શોષણ કરે છે . વનસ્પતિ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે.
  • વનસ્પતિઓ પર આધાર રાખતાં પ્રાણીઓ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો સ્વરૂપે નાઇટ્રોજન વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે.
  • વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનાં મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેકટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યો સજીવોના અવશેષોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે.
  • કેટલાક વિશિષ્ટ બેક્ટરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. જે વાતાવરણમાં ચાલ્યો જાય છે.પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે.
  • જેનું ફરીથી જૈવિક સ્થાપન થાય છે.આમ, નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે