ગુજરાતી

પ્રથમ ભાષા

ધોરણ-11

કાવ્ય-1 નાવિક વળતો બોલિયો 

કવિ-ભાલણ

કવિ પરિચય-કવિ શ્રી ભાલણ નું અન્ય નામ પુરુષોત્તમ હતું.જ્ઞાતિ  એ મોઢ બ્રાહ્મણ હતા, અટક ત્રવાડી હતી.એમનું વતન પાટણ હતું.'ગુર્જર ભાષા 'તરીકે ગુજરાતી ભાષા ને ઓળ ખાવનાર ભાલણ ગુજરાતી  કવિતા માં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું.મુખ્યત્વે આખ્યાનકવિ ,પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે.

       'નળા ખ્યાન','જાલંધર આખ્યાન,''ધ્રુવ આખ્યાન','ચંડીઆખ્યાન','મૃગી આખ્યાન',રામવિવાહ'જેવાઆખ્યાનો તેમણે રચ્યા છે.તેમની કૃત્તિ 'કાદમ્બરી 'તેમજ 'દશમસ્કંધ'અને 'રામબાલચરિત' સવિશેષ ધ્યાનપાત્ર છે.

કાવ્ય પરિચય-

●●●●●●●●●●● પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મિકી રચિત રામાયણ નો કેવટ પ્રસંગ છે અયોધ્યા થી વનવાસ જવા નીકળેલા રામને હોડો ઓળંગવા નીજરૂર પડે છે લક્ષ્મણ -સીતા ને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની 'ના 'કહે છે .નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામ ની ચરણ રજથી સ્ત્રી બની ગઈ છે .હવે જો રામની ચરણરજ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે નાવિકને ઘેર એક સ્ત્રી પત્ની તો છે જ,ચરણ સ્પર્શ થી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણપોષણ તે કેવી રીતે કરે આજીવિકાનું એક માત્ર સાધન હોડી છીનવાઈ જાય !ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે તેઓ નાવિકને ગંગાજળથી રામ ના પગ ધોવા કહે છે જેથી રજ ધોવાઇ જાય,ચરમ સ્વચ્છ થાય અને ઘોડી સ્ત્રી બનતા બચી જાય અંતે પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામ ના પગ ધોવે છે અને સંતોષ પામે છે મૂંઝાતા નાવિક નૂ ભોળપણ પરોક્ષરીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી મધ્યસ્થી અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય જોવા.મળે છે.

શબ્દાર્થ--

સ્વામ-નાથ (અહીં:'રામ')


ચરણ રેણ-ચરણરજ ,પગ ની રજ

અહલ્યા-ગૌતમ ઋષિ ના એક સાપિત  પત્ની

સહી-ખરી

પાષાણ-શિલા

કાષ્ઠ-લાકડું

પર-પેરવી

ફીટવું-મટવું

લેઇ ને-લઈ ને

નીચેના શબ્દો ના વિરુધાર્થી શબ્દ લખો:●●●●●●●●●●●●●●●●●●●●

વિવેક×અવિવેક

 હસવું ×રોવું

ત્યાં× અહીં

સહી× ખોટી

શબ્દ માટે યોગ્યશબ્દ સમૂહ આપો

●●●●●●●●●●●●●●●●●●●●●●●

આજીવિકા -ગુજરાન કે તેનું સાધન

અહલ્યા-એક પૌરાણિક પાત્ર-ગૌતમ ઋષિ ના શાપિત પત્ની 

અશરણ સર્ન-અશરણ ના સરણરૂપ

વિશ્વામિત્ર-એકઋષિ-શ્રી રામ ના ગુરુ

  તળપદા શબ્દો ના શિષ્ટ રૂપ આપ

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

સહુકે-સૌ કહે

સહી-સાચી,ખરેખરી

ભાગે-તૂટે

લેઇ ને-લઈ ને

તાં-ત્યાં

અહે- એ જ

પર-પેરવી                

નીચેના શબ્દોની જોડણી સુધારી ફરી લખો.●●●●●●●●●●●●●●●●●●●●●●

આજિવીકા-આજીવિકા

કાષ્ટ- કાષ્ઠ

વિસ્વા મીત્ર-વિશ્વા મિત્ર

સહિ-સહી

નશીબ-નસીબ

નીચેના રૂઢિપ્રયોગો ના અર્થ આપી વાક્યમાં પ્રયોગ●●●●●●●●●●●●●

 કરો●●●●●●●●●●●●

(1) આજી વિકા ભાગવી-            ભરણપોષણ નું સાધન બંધ થવું

વાક્ય પ્રયોગ-

                            ઉદ્યોગ ધંધા બંધ થતા અનેક લોકોની આજીવિકા ભાગી પડી.

(2) પગ પખાળવા- માન આપવું

વાક્ય પ્રયોગ- માતૃપિતૃ વંદના અંતર્ગત અમે ગુરુના પગ પખાળી એ છીએ.

નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો●●●●●●●●●●●◆◆◆◆◆◆◆◆◆◆

પ્રશ્ન-1 નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે.?

જવાબ. 1  નાવિક  સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ ને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે.

 પ્રશ્ન-2 નાવિકે અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું હતું?

જવાબ-2 શ્રીરામ ની ચરણરજ ના સ્પર્શ થી પાષાણપણ સ્ત્રી બની જાય છે .શ્રી રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું.

પ્રશ્ન-3 અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે?

પ્રશ્ન-3 અંતે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે.

પ્રશ્ન-4 નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા?

જવાબ-4 નાવિકે ગંગાજળ વડે રામન


ના પગ પખરીયા.

નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો●●●●●●●◆◆◆◆

પ્રશ્ન -1 નાવિકે શો વાંધો ઉઠાવ્યો?

જવાબ- 1 નાવિકે વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડી માં શ્રીરામને નહીં બેસાડે કેમ કે એમની ચરણ રજ ના સ્પર્શથી એની હોડી  સ્ત્રી  બની જશે અને એની    આજીવિકાનું એક માત્ર સાધન છીનવાઈ જશે વળી એક સ્ત્રી તો ઘરમાં છે અને બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે શી રીતે ?એ બંનેના ભરણપોષણ ની  શી વ્યવસ્થા કરે આથી નાવિકે રામને હોડીમાં બેસવાની ના પાડી.

પ્રશ્ન-2 નાવિકે રેમ ના પગ કેમપખાળ્યા ?

જવાબ-2 નાવિકની મૂંઝવણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિક ને રામના પગ ગંગાજળથી પખરવાનુંનું સૂચવ્યું નાવિક ને વિશ્વામિત્ર ના શબ્દોમાં વિશ્વાસ હતો આથી નાવિકે રામ ના પગ ગંગાજળથી  પખારીયા.

નીચેના પ્રશ્ન 

નો  સવિસ્તર ઉત્તર લખો●●●●●●●●●◆◆

પ્રશ્ન -1 નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી 

જવાબ -1 પ્રસ્તુત કાવ્યમાં કવિએ શ્રીરામના ભક્ત વત્સલ હૃદય નું નિરૂપણ કરેલું છે નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામ ની ચરણ રજ નો મહિમા અપાર છે એમની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે ઋષિ ના શાપ થી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણ રજ ના સ્પર્શથી સ્ત્રી બની   ગઈ હતી

             નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠ ની હોય પણ કાષ્ઠ  હોય કે પાષાણ બંને એક જ કહેવાય એટલે જો એ શ્રીરામને પોતાની હોડીમાં બેસાડી દેતો શ્રીરામની ચરણ રજ ના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું  ? આ હોડી  એની આજીવિકા નું સાધન છે તે જ છીનવાઈ જાય આમ એક પત્ની તો ઘરમાં છે એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંને ખાઈ   શુ એ બંનેના ખાવાની વ્યવસ્થા કઈ રીતે કરે   આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ ને બેસાડવા તૈયાર થાય છે પણ  શ્રીરામને હોડીમાં બેસવાની ના પાડી દીધી.

          આમ,ભોળા નાવિકે રામને હોડીમાં બેસવાની ના પાડી.