9.પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના એક્વાક્યમાં ઉત્તર લખો.

1. આપણી પૃથ્વી કેવી છે?

જવાબ. આપણી પૃથ્વી એ એવો ગ્રહ છે, જેના પર વિકસિત જીવન જોવા મળે છે.

 

2. પૃથ્વીનો આકાર કેવો છે?

જવાબ. પૃથ્વીનો આકાર ગોળાકાર છે.

 

૩. પૃથ્વી પર સતત શું થતું રહે છે?

જવાબ. પૃથ્વીની અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે.

 

4. પૃથ્વી કેવી રીતે બનેલી છે?

જવાબ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે.

 

5. પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્તરને શું કહે છે?

જવાબ. પૃથ્વી સપાટીના સૌથી ઉપરના સ્તરને ‘ભૂક્વચ’ કહે છે.

 

6. ભૂક્વચની જાડાઈ કેવી હોય છે?

જવાબ. ભુક્વચની જાડાઈ પાતળી હોય છે.

 

7. ભૂક્વચ ભૂમિખંડ પર આશરે કેટલા કિમી સુધી વિસ્તરેલું હોય છે?

જવાબ. ભૂક્વચ ભૂમિખંડ પર આશરે 35 કિમી સુધી વિસ્તરેલું હોય છે.

 

8. ભૂમિખંડની સપાટી કેવા ખનીજોની બનેલી હોય છે?

જવાબ. ભૂમીખંડની સપાટી સિલિકા અને એલ્યુમિના જેવાં ખનીજોની બનેલી છે.

 

9. મહાસાગરનું કવચ કેવા ખનીજોથી બનેલી હોય છે?

જવાબ. મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમથી બનેલી હોય છે.

 

10. પૃથ્વીના સૌથી આંતરિક સ્તરને શું કહે છે?

જવાબ. પૃથ્વીના સૌથી આંતરિક સ્તરને ભૂગર્ભ કહે છે.

 

11. ભૂગર્ભની ત્રિજ્યા આશરે કેટલા કિમી જેટલી હોય છે?

જવાબ. ભૂર્ગભની ત્રિજ્યા આશરે 3500 કિમી જેટલી હોય છે.

 

12. ભૂગર્ભ ક્યાં ખનીજોથી બનેલ હોય છે?

જવાબ. ભૂગર્ભ નિકલ અને ફેરસ(લોખંડ) જેવાં ખનીજોથી બનેલ હોય છે.

 

13. કેન્દ્રિય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા કેવી હોય છે?

જવાબ. કેન્દ્રિય ભૂર્ગભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે.

 

14. ખડકના પ્રકાર ક્યાં કારણોથી અલગ-અલગ હોય છે?

જવાબ. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ-પ્રક્રિયાના આધારે અલગ-અલગ હોય છે.

 

15. નિર્માણ-પ્રક્રિયાના દ્રષ્ટિએ ખડકોના કેટલા ભાગ છે?

જવાબ. નિર્માણ-પ્રક્રિયાના દ્રષ્ટિએ ખડકોના ત્રણ ભાગ છે.

 

16. ખડકોના નામ જણાવો.

જવાબ. 1. અગ્નિકૃત ખડકો, 2. જળકૃત અને ૩. રૂપાંતરિત ખડકો.

 

17. અગ્નિકૃત ખડકો એટલે શું?

જવાબ. ગરમ મેગ્મા ઠંડો થઈ નક્કર થઇ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે.

 

18. અગ્નિકૃત ખડકો કેટલા પ્રકારના હોય છે?

જવાબ. અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે?

 

19. અગ્નિકૃત ખડકોના નામ જણાવો.

જવાબ. 1. આંતરિક ખડક અને 2. બાહ્ય ખડક

 

20. મેગ્મા એટલે શું?

જવાબ. જ્વાળામુખીમાંથી નીકળનાર લાલચોળ પ્રવાહી લાવાને મેગ્મા કહે છે?

 

21. બાહ્ય ખડક એટલે શું?

જવાબ. પૃથ્વી સપાટી પર જયારે મેગ્મા ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે, ત્યારે તેવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે.

 

22. આંતરિક ખડક એટલે શું?

જવાબ. પૃથ્વી સપાટીમાં જયારે મેગ્મા ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે, ત્યારે તેવા ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે.

 

23. ગ્રેનાઈટનો શો ઉપયોગ થાય છે?

જવાબ. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે.