1. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય
પ્રશ્ન-1 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો.
1. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
(A)કોલંબસ
(B)પ્રિન્સ હેનરી
(C)વાસ્કો-દ-ગામા
(D)બાર્થોલોમ્યુ ડાયઝ
જવાબ. (C)વાસ્કો-દ-ગામા
2. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઇ?
(A)વેલેસ્લી
(B)ડેલહાઉસી
(C)વોરન હેસ્ટિંગ્સ
(D)વિલિયમ બેન્ટિકે
જવાબ. (B)ડેલહાઉસી
૩. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(A)1757માં પ્લાસીનું યુદ્ધ થયું.
(B)પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.
(C)પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
(D)બંગાળાના નવાબ સિરાજ ઉદ્દ દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો.
જવાબ. (C)પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
4. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
(A)વોરન હેન્સ્ટિંગ્સ
(B)વેલેસ્લી
(C)ડેલહાઉસી
(D)કેનિંગ
જવાબ. (A)વોરન હેન્સ્ટિંગ્સ
5. અંગ્રેજોએ ત્રીજો મૈસુર વિગ્રહ કોની સાથે કર્યો?
(A)ટીપુ સુલતાન
(B)મરાઠા
(C)નિઝામ
(D)હૈદરઅલી
જવાબ. (A)ટીપુ સુલતાન
પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના એક્વાક્યમાં ઉત્તર લખો.
1. પ્રાચીનસમયથી ભારત શા માટે વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે?
જવાબ. પ્રાચીન સમયથી ભારત આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના લીધે વિશ્વમાંઅજોડ સ્થાન ધરાવે છે.
2. યુરોપના દેશોમાં શેની શેની ખૂબ માંગ વધી હતી?
જવાબ. યુરોપના દેશોમાં ભારતનાં મરી-મસાલા, તેજાના, મલમલ,રેશમી કાપડ, ગળી વગેરેની ખૂબ માંગ વધી હતી.
૩. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું હતું?
જવાબ. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ઈ.સ. 1453 માં જીતી લીધું હતું.
4. નવા જળમાર્ગની શોધના પ્રયત્નો કોણે કર્યા હતા?
જવાબ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા,પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રત્યનો કર્યા.
5. નવા જળમાર્ગની શોધ કોણે કરી હતી?
જવાબ. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવા જળમાર્ગની શોધ કરી હતી.
6. નવા જળમાર્ગની સાહસયાત્રા કયારે અટકી?
જવાબ. નવા જળમાર્ગની સાહસયાત્રા ઈ.સ. 1492માં અટકી.
7. નવો પ્રદેશ અમેરિકા તરીકે ક્યારે ઓળખાયો?
જવાબ. ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો જે અમેરિગો વેસ્પુચી હતો. કોલંબસના અવસાન બાદ એ અમેરિગો વેસ્પુચી થી અમેરિકા તરીકે ઓળખાયો.
0 Comments