\પ્રશ્ન-4 નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો. 
1. ખલજીવંશનો ટૂંકમાં પરિચય આપો.
જવાબ. જલાલુદ્દીન ખલજીથી ખલજીવંશના શાસનની શરૂઆત થઇ. જલાલુદ્દીનનાં 6 વર્ષનાં શાસન બાદ દિલ્લીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ-નિયમન, બજાર-નિયંત્રણ, સંગ્રહખોરી-નિયમન જેવાં વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્લીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો.


2. સૈયદવંશનો ટૂંકમાં પરિચય આપો.
જવાબ. તુગલકવંશના શાસનના અંત બાદ ખીજ્રખાંએ સૈયદવંશની સ્થાપના કરી. સૈયદવંશ બાદ બહલોલ લોદીએ લોદીવંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદીવંશનો અંતિમ બાદશાહ ઈબ્રાહીમ લોડો હતો. 1526 માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનતયુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઇ.

૩. કેન્દ્રીય શાસન વ્યવસ્થા વિશે જણાવો. 
જવાબ. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેનાવિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ, થોડાઘણા અંશે મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે.

4. પ્રાંતીય શાસન વ્યવસ્થા વિશે જણાવો.
જવાબ. સલ્તનતકાળમાં પ્રાતને જાગરીમાં વહેંચવામાં આવતું. જેને ઈકતા કહેવામાં આવતું. ઈકતાનો વડો ઈક્તેદાર કે મુક્તિ કહેવતો. જે પ્રાંતને કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન-મહેસુલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતુ. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ.

5. સ્થાનિક શાસન વ્યવસ્થા વિશે જણાવો. 
જવાબ. પ્રાંત પછી એકમને જીલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે ‘શિક’ અને ‘પરગણા’ કહેવામાં આવતું. ગામનો વહીવટી મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા.