★GRAMMAR : વ્યાકરણ★

DEGREE OF COMPARISON:સરખામણી કરવાની કક્ષા

આજે તુલનાની કક્ષાઓ એટલે કે  સરખામણી કરવાની કક્ષાઓ-degree of comparison-વિશે આપણે વ્યાકરણ સમજવાનું છે. ગુજરાતી ભાષામાં ઘણી વખત આપણે એવું બોલીએ છીએ કે 

2) કેતન મયંક જેટલો ઊંચો છે.
[ Ketan is as tall as  Mayank.]


2 ) કેતન મયંક કરતા વધુ ઊંચો છે.
    [ Ketan is taller than Mayank.]



3 ) કેતન અમારા વર્ગમાં સૌથી ઊંચો છોકરો છે.
     [Ketan is the tallest boy in our class.]

ઉપરના ત્રણ ઉદાહરણો માં કેતન અને મયંક વચ્ચે ઊંચાઈ નામના ગુણ ની સરખામણી કરવામાં આવેલી છે 
આમ બે કે બેથી વધુ વ્યક્તિ કે વસ્તુ વચ્ચે  આવા પ્રકારની સરખામણી કરવાની રચનાને તુલનાની કક્ષા અથવા સરખામણીની કક્ષા એટલે કે degree of comparison કહેવામાં આવે છે. આ રીતે degree of comparison ત્રણ પ્રકારની છે. 

1. Positive degree. સમાનતા દર્શક કક્ષા
2. Comparative degree. અધિકતા દર્શક કક્ષા
3. Superlative degree. શ્રેષ્ઠતા દર્શક કક્ષા 

◆1. Positive degree.(સમાનતા દર્શક કક્ષા) કે જેમાં બે વ્યક્તિ કે વસ્તુ સમાન ગુણ ની હોય છે.
example:
કેતન જીગર જેટલો હોશિયાર છે.
Ketan is as clever as Jigar. 

Positive degreeની રચનામાં વિશેષણ જેવાકે tall ,short, clever , long, beautiful ,handsome ,light, heavy  big, small ,costly , cheap ની આગળ as અને પાછળ as  મૂકીને બનાવવામાં આવે છે 
જેમકે:as clever as /as tall as.....

Positive degree ની રચના માટેનો ક્રમ નીચે મુજબ છે. 

હકાર કે નકાર રચના માટે: 
ક્રમ :- કર્તા+ક્રિયાપદ+as+ વિશેષણ+ as+બીજો કર્તા. 
ઉદાહરણ:
Shilpa+ is +as+ tall +as+ Neha.
શિલ્પા નેહા જેટલી ઊંચી છે. 

નકાર રચનામાં as.......as અથવા so........ as પણ વાપરી શકાય છે. 
જેમકે: 
I am not so beautiful as Neha. 
અથવા 
I am not as beautiful as Neha.
(હું નેહા જેટલી સુંદર નથી.)
આ બંને વાક્યો સાચા છે. 
so......as માત્ર નકારમાં જ વાપરી શકાય. 

અન્ય ઉદાહરણો નીચે મુજબ છે.
1) Sonal is as old as Sheetal. 
-સોનલ શીતલ જેટલી ઉંમરની છે.

2) Rohit is as heavy as Ruchir.
- રોહિત રૂચિર જેટલો વજનમાં ભારી છે.

3) I am not as/so brave as my friend. 
-હું મારા મિત્ર જેટલો બહાદુર નથી.

◆2. Comparative degree.(અધિકતા દર્શક કક્ષા)કે જેમાં બે વ્યક્તિ કે વસ્તુ  બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં કોઈ ગુણ ની બાબતમાં ચડીયાતી હોય છે ટૂંકમાં એક ને બીજા કરતા વધારે ચડિયાતું બતાવવામાં આવે છે  
example: 
કેતન જીગર કરતા વધારે હોશિયાર છે. 
Ketan is cleverer than Jigar.

અહીં વિશેષણ cleverer એ cleverનુ બીજું રૂપ છે. 

Comparative degreeની રચનામાં વિશેષણ જેવાકે tall નુ taller, short નુ shorter ,clever નુ cleverer બીજું રૂપ કરવું પડે. તથા તેની પાછળ than મૂકવામાં આવે છે. એટલે કે taller than (ના કરતાં વધુ ઊંચો),shorter than (ના કરતા વધુ નીચો)

વાક્યરચના નો ક્રમ
કર્તા +ક્રિયાપદ + વિશેષણ નું બીજું રૂપ+than +બીજો કર્તા.

Example:
1)Shilpa+ is + taller +than+ Neha. 
શિલ્પા નેહા કરતા વધુ ઊંચી છે.

2) A cat is not bigger than an elephant. 
બિલાડી હાથી કરતા વધારે મોટી હોતી નથી.

અન્ય ઉદાહરણો નીચે મુજબ છે.
1) Sonal is older than Sheetal. 
-સોનલ શીતલ કરતા વધારે ઉંમરમાં મોટી છે.

2) Rohit is heavier than Ruchir.
- રોહિત રૂચિર કરતા વજનમાં વધુ ભારે છે.

3) I am not braver than my friend. 
-હું મારા મિત્ર જેટલો વધુ બહાદુર નથી.

◆3. Superlative degree. (શ્રેષ્ઠતા દર્શક કક્ષા)
આ ત્રીજા પ્રકારની Superlative degreeમાં માત્ર બે વ્યક્તિ કે બે પદાર્થ માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. પરંતુ બેથી વધુ વ્યક્તિ કે પદાર્થમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થ શ્રેષ્ઠ છે એવું દર્શાવવા માટે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે. 

જેમકે  
Ketan is the cleverest boy in our class. 
કેતન અમારા વર્ગમાં સૌથી હોશિયાર છોકરો છે.

Superlative degreeની રચનામાં વિશેષણ જેવાકે tall નુ the tallest, short નુ the shortest ,clever નુ the cleverest, beautiful નુ the most beautiful ,ત્રીજું રૂપ કરવું પડે. તેની આગળ the મૂકવામાં આવે છે. 

વાક્યરચના નો ક્રમ
કર્તા+ ક્રિયાપદ + the+વિશેષણ નું ત્રીજું રૂપ+ જાતિવાચક નામ એક વચનમાં+ in our class
/in our country/in the world/of all.

Example:
1) Shilpa+ is +the+ tallest+girl +in our society. 
શિલ્પા અમારી સોસાયટીમાં સૌથી ઊંચી છોકરી છે. 

ખાસ નોંધ : 
1)અહીં Shilpa નું જાતિવાચક નામ girl છે એ જ રીતે Surat નું જાતિવાચક નામ city થાય Narmada નું જાતિવાચક નામ river થાય Ketan નું જાતિ વાચક નામ boy થાય. 

2) વિશેષણ ના ત્રીજા રૂપ આગળ the આર્ટીકલ મૂકવું પડે.

અન્ય ઉદાહરણો નીચે મુજબ છે.

1) Sonal is the oldest member in her family. 
સોનલ તેના પરિવારમાં સૌથી મોટી ઉંમરની સભ્ય છે.

2) Rohit is the heaviest boy in our class. 
અમારા વર્ગમાં રોહિત વજનમાં સૌથી ભારે છોકરો છે. 

3) I am not the bravest person in the world. 
હું વિશ્વનો સૌથી બહાદુર વ્યક્તિ નથી.