પાઠ-3 પરીક્ષા

લેખક-પન્નાલાલ પટેલ

સાહિત્ય પ્રકાર- બોધકથા


પ્રશ્ન-1. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો:

(1) પરીક્ષા વાર્તા ના લેખક નું નામ જણાવો.
(A)પ્રવીણ દરજી
(B)પન્નાલાલ પટેલ
(C)ધૂમકેતુ
(D)કાકા કાલેલકર

=> (B)પન્નાલાલ પટેલ

(2) મોલ પરનું સોનુ કોણ ભેગું કરવા લાગ્યું હતું?
(A) વસંતનો વાયરો
(B)ખેડૂતો
(C)સ્કૂલના બાળકો
(D)શરદનો વાયરો

=> (A) વસંતનો વાયરો

(3) શાળામાં શાની પરીક્ષા લેવાની હતી?
(A) વાર્ષિક પરીક્ષા
(B)સત્રાંત પરીક્ષા
(C)શિષ્યવૃત્તિની પરીક્ષા
(D)વ્યક્તિત્વ વિકાસની પરીક્ષા

=> (C) શિષ્યવૃત્તિની પરીક્ષા

(4) કોના બાપા શાળાના હેડમાસ્તર છે ?
(A)મહાદેવના
(B)નટુડાના
(C)બચુડાના
(D)ધનશંકરના

=> (B) નટુડાના

(5) શિષ્યવૃત્તિની પરીક્ષા માં કેટલા વિદ્યાર્થીઓ બેસવાના હતા?
(A) બે
(B) પંદર
(C) દસ
(D) પચ્ચીસ

=> (C) દસ

(6) અહીં પાઠમાં 'વિદ્યાધિકારી' એટલે.......
(A)શિક્ષણના અધિકારી
(B)વિદ્યાના અધિકારી
(C)પંડિત
(D)સરકારી અધિકારી

=> (A) શિક્ષણના અધિકારી

(7) મહાદેવ એ પોતાનું દફતર કોને આપ્યું?
(A) માસીને
(B)નારજી કાકાને
(C)વડાને
(D) શંકરને

=> (D) શંકરને

(8) મહાદેવ ના કાકા નો સ્વભાવ કેવો હતો?
(A) માયાળુ
(B)હસમુખો
(C) ખારીલો
(D)શંકાશીલ

=> (C)ખારીલો

(9) ગામમાંથી લોકોના હળ માંગીને કોણે ખેતર વવરાવ્યું હતું?
(A) મહાદેવે
(B)શંકરે
(C)ખુશાલમાએ
(D)નારજી કાકાએ

=> (C)ખુશાલ માએ

(10) 'પરીક્ષા' પાઠમાં 'તે સુરજ ની ગતિ શાળા તરફથી જતી હતી' એટલે......
(A)સૂરજ શાળા તરફ જતો હતો
(B)શાળાનો સમય થતો જતો હતો
(C)સુરજ શાળાએ જવા દોડતો હતો
(D) સુરજ ભણવામાં હોશિયાર થતો જતો હતો

=> (B) શાળાનો સમય થતો જતો હતો

(11) ઈન્સ્પેકટરને મહાદેવ ની આંખો માં શું દેખાયું?
(A)માનવતાની સરવાણી
(B)સચ્ચાઈ
(C)અસત્ય
(D)આંસુ

=> (A) માનવતાની સરવાણી

(12) ઈન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને કહ્યું?
(A)આચાર્યશ્રીને
(B)સુપરવાઇઝરને
(C)પટ્ટાવાળાને
(D)શિક્ષકને

=> (D)શિક્ષકને

(13) 'પેપર લઇને મંડી પડ્યો' મહાદેવ વિશે તમે શું વિચારો છો?
(A) ગપ્પા મારવા લાગ્યો
(B)કોઈકના માંથી જોઇને લખવા જ લાગ્યો
(C)તેને ઘણું આવડતું હશે
(D)ચોપડી માંથી જોઇને લખવા લાગ્યો

=> (C) તેને ઘણું આવતું હશે

પ્રશ્ન-2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો:

(1) પરીક્ષા પાઠ ની શરૂઆતમાં લેખકે કઈ ઋતુ નું વર્ણન કર્યું છે?
જવાબ- પરીક્ષા પાઠ ની શરૂઆતમાં લેખકે વસંતઋતુ વર્ણન કર્યું છે.

(2) વિદ્યાધિકારી ના હેડ ક્લાર્ક કોણ હતા?
જવાબ- ધનશંકર ના માસા વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક હતા.

(3) મહાદેવે ભાઈબંધો ની કઈ વાત મંજૂર રાખી?
જવાબ- મહાદેવે મિત્રોને ઉજાણી (ઉજવણી) આપવાની વાત મંજૂર રાખી.

(4) મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા ?
જવાબ- મહાદેવ અને તેના મિત્રો ખેતરમાં ઉભેલાં ઘઉં ના મોલમાં ગાયને ચરતી જોઈને અટકી ગયા.

(5) મહાદેવે શંકરને દફ્તર આપીને શું કહ્યું?
જવાબ- મહાદેવે શંકરને દફતર આપીને કહ્યું કે ગાયને હું હાંકતો આવું.

(6) ગાયને ભગાડવા સોટું ન મળતાં મહાદેવે શું કર્યું ?
જવાબ- ગાયને ભગાડવા સોટું ન મળતાં મહાદેવે શેઢા પરથી આકડાનો એક ડોરો ભાંગ્યો.

(7) માસી નું ખેતર વટાવી ગાય કોના ખેતરમાં ઘૂસી?
જવાબ- માસી નું ખેતર વટાવી ગાય કાકા ના ખેતર માં ઘૂસી.

(8) ગાયે મહાદેવને મારવાનો ઈરાદો શા માટે છોડી દીધો?
જવાબ- મહાદેવ સામે જોઈને ગાયે એને મારવાનો ઈરાદો છોડી દીધો કારણ કે છોકરો એને મારવા સરખો ન લાગ્યો.

(9) મહાદેવ 'કાપલો કાઢી નાખવાની !' એવું કોને જોઈને બોલે છે?
જવાબ- મહાદેવ કાપલો કાઢી નાખવાની એવું ખેતરમાં રખડતી ગાયને જોઈને બોલે છે.