પાઠ ૩ પરીક્ષા

પ્રશ્ન-3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં જવાબ લખો:

(1) શાળાએ જતાં છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા?
જવાબ- શાળાએ જતાં છોકરાઓ પરીક્ષા વિશે, શિષ્યવૃતિ વિશે તેમજ પહેલો નંબર લાવવા વિશે વાત કરતા જતા હતા.

(2) પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવ નો શો વિશ્વાસ હતો ?
જવાબ- પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે પોતે પહેલા નંબરે આવશે તેમજ તેને પંદર રૂપિયા માસિક શિષ્યવૃતિ મળશે.

(3) મહાદેવ ની નજર એકાએક શા માટે થંભી ગઈ? 
જવાબ- મહાદેવે ખેતરમાં એક ગાય કૂણો કૂણો ઘઉંનો મોલ ખાતી જોઈને તેની નજર એક થંભી ગઈ.

(4) મહાદેવે ગામ તરફ નજર દોડાવી ને શું કહ્યું?
જવાબ- મહાદેવે ગામ તરફ નજર દોડાવી ને એક માણસને કહ્યું :'એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય-' વળી થયું: 'ક્યારે આવશે ને ક્યારે હાંકશે?

(5) મહાદેવે નારજીકાકા ના ખેતર માંથી પણ ગાયને શાથી હાંકી કાઢી?
જવાબ- નારજીકાકા ગરીબ હતા અને નારજીકાકા પાસે એક જ ખેતર હતું. જો ગાય ખાઈ જશે તો નુકસાન થશે તેથી મહાદેવે નારજીકાકા ના ખેતર માંથી ગાયને હાંકી કાઢી.

(6) મહાદેવ શિષ્યવૃત્તિની પરીક્ષા માં મોડો શા માટે પડ્યો?
જવાબ- મહાદેવ હરાય ગાયને બધાના ખેતરોમાંથી હાકવામાં અને બધાને નુકસાન થતું અટકાવવામાં ગાયને હાકવા ગયો તેથી શિષ્યવૃત્તિની પરીક્ષા માં મોડો પડ્યો.

(7)શાળાએ પહોંચેલા અને ઇન્સ્પેકટર સામે ઉભેલા મહાદેવ નો દેખાવ કેવો હતો?
જવાબ- શાળાએ પહોંચેલા અને ઇન્સ્પેક્ટર સામે ઉભેલા મહાદેવ નો ચહેરો આંસુથી ખરડાયેલો હતો. અંગે પણ પસીના માં રેબઝેબ હતો.

(8) શાળાએ જતા છોકરાઓ ખેતરના શેઢેથી શું કરતા જતાં હતાં?
જવાબ- શાળાએ જતાં છોકરાઓ ખેતરમાં મોલ જોતા, હવા ખાતાં, પક્ષીઓના માળા પાડતાં, ખેતરના શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલાં પાડતા જતા હતા.

(9) મહાદેવ પોતાના મિત્રો થી છૂટો પડી ગયો કારણકે...
જવાબ- મહાદેવે મોલથી લચી પડેલાં માસીનાં ખેતરમાં ગાયને જોઈ અને થયું કે ગાય પાકને નુકસાન પહોંચાડશે તેથી ગાયને હાંકી કાઢવા માટે મહાદેવ તેના મિત્રો થી છૂટો પડ્યો.

(10)ગાય કોના કોના ખેતરોમાંથી પસાર થઈ?
જવાબ- ગાય સૌથી પહેલાં મહાદેવના માસી ના ખેતરમાં ગઈ. પછી કાકા ના ખેતરમાં ,નારજી કાકા ના ખેતરમાં, શંકાના ખેતરમાં, મહાદેવના પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલમાના ખેતરમાંથી પસાર થઈ.

પ્રશ્ન-4. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(1) 'ઘઉં ચણાનાં મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો' એટલે શું ?
જવાબ- ઘઉં ચણા નો મોલ તૈયાર થવાના સમયે તે સોનેરી બની જાય છે. ઊગતા સૂર્યના કિરણો સોનેરી હોય છે એટલે સૂર્ય ઉગતાં એનાં સોનેરી કિરણો ઘઉં ચણા નાં મોલ ઉપર પડે છે તેથી આખું ખેતર સોનેરી બની ચમકી ઊઠે છે. ખુદ સૂર્ય ખેતર ઉપર સોનુ છાંટી રહ્યો હોય .આમ ,મોલ ઉપર સૂર્ય સોનું છાંટતો હોય તેવું દ્રશ્ય દેખાય છે.

(2) શિષ્યવૃત્તિની પરીક્ષા માં પહેલા, બીજા અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીઓને કેટકેટલી શિષ્યવૃતિ મળવાની હતી?
જવાબ- શિષ્યવૃત્તિની પરીક્ષા માં પહેલા નંબરે આવનાર વિદ્યાર્થીને 15 રૂપિયા, બીજા નંબરે આવનાર વિદ્યાર્થીને 10 રૂપિયા અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીને પાંચ રૂપિયા શિષ્યવૃત્તિ મળવાની હતી.

(3) માસી ના ખેતરમાં ઘઉં નો મોલ ચરતી ગાયને જોઈને મહાદેવના મુખમાંથી કેવા શબ્દો સરી પડયા? 
જવાબ- મહાદેવે માસી ના ખેતરમાં ઘઉંનો મોલ ચરતી ગાયને જોઈને મુખમાંથી કહ્યું 'એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય- ' વળી થયું : 'ક્યારે આવશે ને ક્યારે હાકશે?' એટલામાં તો કાપલો કાઢી નાખશે !

(4) મહાદેવે એ માસીને ત્યાં સંદેશો મોકલવાની બદલે પોતે જ ગાયની પાછળ જવાનું શા માટે નક્કી કર્યું?
જવાબ - માસીને ત્યાં સંદેશો પહોંચે અને માસી આવે ત્યાં સુધીમાં તો ખેતરમાં પ્રવેશેલી ગાય કૂણાં કૂણાં ઘઉંના મોલને  સફાચટ કરી નાખે એમ હતું. તેથી માસીને ત્યાં સંદેશો પહોંચાડવા ને બદલે પોતે જ ગાયની પાછળ જવાનું નક્કી કર્યું.

(5) મહાદેવે ખુશાલમાના ખેતરમાંથી શું વિચારી ને ગાયને હાંકી કાઢી? 
જવાબ -ખુશાલમાને હળ હાંકનાર કોઈ ન હતું બીજાનું હળ માંગી લાવીને  તેમણે ખેતર વવરાવ્યું હતું. ગાય એમના ખેતરનો પાક ખાઈ જાય તો એમને ખૂબ નુકસાન થાય એમ હતું એવો વિચાર કરીને મહાદેવે એમના ખેતરમાંથી ગાયને હાંકી કાઢી.

(6) મહાદેવે ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકી અને છેક ગામ સુધી મૂકી આવ્યો ,એ તમને ગમ્યું ?શા માટે ?
જવાબ - મહાદેવ ગાયને છેક ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું કારણ કે મહાદેવે ગાયને વચ્ચે જ ક્યાંક છોડી દીધી હોત તો તે ફરીથી કોઈના ખેતરમાં ઘૂસી પાકને નુકસાન કરેત મહાદેવે માનવતા ભર્યું કામ કર્યું તેથી મને એનું કામ ગમ્યું.

(7) મહાદેવે શિષ્યવૃત્તિની પરીક્ષા માં મોડા પડવા નું શું કારણ જણાવ્યું?
જવાબ-  મહાદેવે ઇન્સ્પેક્ટર સાહેબ ને કહ્યું કે ખેતરમાં ઉગેલા ઘઉંના મોલમાંથી ગાયને હાંકવા ગયો હતો એ ગાયને કોના ખેતરમાં છોડવી એની મૂંઝવણમાં તે પડી ગયો હતો. ગાયને એક પછી એક ખેતરમાંથી કાઢવા રહ્યો એટલે શિષ્યવૃત્તિની પરીક્ષા માં પહોંચવામાં મોડું થયું.

(8) હરાય ગાયને હાંકી કાઢવામાં મહાદેવને કઈ કઈ મુશ્કેલીઓ પડી?
જવાબ- હરાય ગાયને હાંકવા મહાદેવે તેને માટીના ઢેફા માર્યા પણ ચરબી ભરેલી ગાય ને કોઈ અસર થઈ નહીં. ગાયને હાંકવા  માટે મહાદેવને કોઈ લાકડી પણ ન મળી. તેથી શેઢા પર આંકડા નો એક ડોરો ભાંગ્યો પણ ગાયને તો ચમરી જાણે શરીર પરની માખી ઉડાડતી હોય એવું લાગ્યું .એટલામાં એક લાકડું મહાદેવ ના હાથમાં આવ્યું તેના વડે તે ગાયને જેમ જેમ હાંકતો ગયો તેમ તેમ ગાય એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા લાગી અને મોલ ખાવા લાગી.અંતે મહાદેવે વાડમાં છીંડુ પાડીને ગાયને બહાર કાઢી.

(9) ઈન્સ્પેક્ટરે મોડા પડેલાં મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો?
જવાબ -મહાદેવ ખેતરમાં ઘઉં ના મોલ નો કાફલો કાઢી નાખતી ગાયને હાંકી કાઢવા ગયો તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો હતો.પણ ઈમાનદારી ની પરીક્ષા માં તે પાસ થયો હતો. મહાદેવ ની આંખોમાં વહી રહેલી માનવતાની સરવાણી જોઈને ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો.

(10) ઇન્સ્પેક્ટર સાહેબ નો કયો ગુણ તમને ગમ્યો ?શા માટે ?
જવાબ - ઇન્સ્પેક્ટર સાહેબે  પરીક્ષાના સમય કરતા મહાદેવે જે માનવતાનું કામ કર્યું એને વિશેષ મહત્વ આપ્યું. મને ઇન્સ્પેકટર સાહેબ નો માનવતાનો ગુણ ગમ્યો.કારણ કે જો અમલદારો જ ગુણવાન હશે તો તેમના હાથ નીચે કામ કરનાર કર્મચારી પણ સારા બનશે.

પ્રશ્ન-5.નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
(1) ગામમાંથી સ્કૂલે જતાં છોકરાઓનું ટોળું છૂટ્યું.  [ × ]

(2) છઠ્ઠા ધોરણમાં નટુડાનો પહેલો નંબર આવ્યો હતો.  [ × ]

(3) ખેતરમાં એક મારકણી ભેંસ ઘૂસી ગઈ હતી.  [×]

(4) મહાદેવે શેઢા પરથી આંકડાનો એક ડોરો ભાંગ્યો.  [ √ ]

(5) કાકાના ખેતરમાંથી નીકળીને ગાય નારજીકાકાના ખેતરમાં ઘૂસી.  [ √ ]

(6) મહાદેવે ગાયને પોતાના ખેતરમાં ઘૂસવા દીધી નહીં.  [ × ]

(7) ગાયને ખેતરમાંથી બહાર કાઢયાં બાદ મહાદેવ બંદૂકની ગોળીની જેમ શાળા તરફ દોડ્યો.  [ × ]

પ્રશ્ન-6. નીચેનાં વાક્યો કોણ બોલે છે તે જણાવો:

(1) 'ઉપાડો પગ મારે આજે પરીક્ષા આપવાની છે.' 

-> આ વાક્ય મહાદેવ બોલે છે.

(2) 'ઠીક ભાઈ , જોઈએ છીએ ને ! મામાનું ઘર કેટલે દીવો બળે એટલે.'

-> આ વાક્ય વડાએ કહ્યું છે..

(3) "તારી માસીના ખેતરમાં છે."

-> આ વાક્ય શંકાએ કહ્યું છે.

(4) 'અહીં છીંડામાં મરને'

-> આ વાક્ય મહાદેવ બોલે છે.

(5) 'કેમ ભાઈ મોડો પડ્યો.'

-> આ વાક્ય ઇન્સ્પેક્ટર બોલે છે.

પ્રશ્ન-7. નીચેનાં શબ્દોનાં બે-બે સમાનાર્થી શબ્દો લખો:

(1) સૂર્ય

 રવિ ભાનુ 

(2) વાયરો

 પવન સમિર

(3) ધરતી

 જમીન પૃથ્વી

(4) પક્ષી

 પંખી વિહગ

(5) ગરીબ

 નિર્ધન દીન

(6) દિવસ

 દિન દહાડો

(7) ઉંબી

 કણસલું ડુંડુ

(8) ગાય

 ધેનું સુરભી

(9) હાથ

 કરબાહુ

(10) શાળા

 વિદ્યાલય નિશાળ

(11) શરીર

 તન દેહ

પ્રશ્ન-8. નીચેનાં શબ્દોનાં વિરોધી શબ્દો લખો:

(1) ધરતી

 આસમાન  

(2) દિવસ

 રાત 

(3) ગરીબ

 શ્રીમંત           

(4) પહેલો

 છેલ્લો

(5) પોતીકા

 પારકા          

(6) મંજૂર

 નામંજૂર

(7) દૂર

 નજીક                

(8) જાણે

 અજાણે

(9) આનંદ

 શોક            

(10) ડાહયું

 ગાંડુ

(11) શક્તિ

 અશક્તિ     

(12) મોડો

 વહેલો

પ્રશ્ન-9. નીચેનાં શબ્દોની જોડણી સુધારી ફરીથી લખો:

(1) સુર્ય - સૂર્ય                     

(2) વિઝણો - વિંજણો

(3) ઈનસ્પેક્ટર - ઇન્સ્પેક્ટર.   

(4) મસ્કરી - મશ્કરી

(5) શિસ્યવૃતી - શિષ્યવૃત્તિ     

(6) પરિક્ષા - પરીક્ષા

(7) વિધાધીકારી - વિદ્યાધિકારી 

(8) દિવો - દીવો

(9) ઊજાણી - ઉજાણી.     

(10) વિધ્યાર્થી - વિદ્યાર્થી 

(11) મૂઝવણ - મુંઝવણ.     

(12) રુપેરી - રૂપેરી

પ્રશ્ન-10. નીચેના દરેક રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:

(1) પગ ઉપાડવા - ઝડપથી ચાલવું
વાક્ય - નિશાળે પહોંચવામાં મોડું થતું હોવાથી વિદ્યાર્થીઓ એ પગ ઉપાડ્યા.

(2) ટાપસી પૂરવી - ચાલતી વાતને ટેકો આપવો 
વાક્ય- મોનિટર ની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાપસી પૂરી.

(3) પાટી મેલાવવી - દોડાવવું 
વાક્ય- દોડની સ્પર્ધામાં દરેક હરીફ એ પાટી મેલાવી.

(4) ખાલી ઘોડાં દોડાવવા - નકામા વિચારો કરવા
વાક્ય- કામ વગરના માણસો ખાલી ઘોડાં દોડાવતા હોય છે.

(5) નાક રહેવું - પ્રતિષ્ઠા સાચવવી
વાક્ય- સચિન તેંડુલકરે સેંચુરી મારી એટલે ભારતીય ટીમનું નાક રહી ગયું.

(6) જીભના ઝપાટા મારવા - ગપ્પા મારવા 
વાક્ય- વિદ્યાર્થીઓ જીભના ઝપાટા મારવામાં હોશિયાર હોય છે.

(7) કાફલો કાઢી નાખવો - બધું ખાઈ જવું 
વાક્ય- ગાય ખેતરમાં આવી જાય તો ઊભા મોલ નો કાફલો કાઢી નાખે.

(8) ચરબીથી ભરેલું - મદ માં આવી ગયેલું 
વાક્ય- ગાયના શરીરમાં ચરબી ભરેલી હતી તેથી તેને વાગતું ન હતું.

(9) મૂઠીઓ વાળવી - દોટ મૂકવી
વાક્ય- કૂતરું પાછળ પડતાં છોકરાઓએ મુઠ્ઠીઓ વાળી.

(10) માઝા મૂકવી - મર્યાદા બહાર જવું 
વાક્ય- દરિયો ક્યારેય પણ પોતાની માઝા મુકતો નથી.

(11) તાન માં હોવું -  આનંદ માં હોવું,મસ્તીમાં હોવું 
વાક્ય- પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથઈ વિજય આજે તાનમાં હતો.

(12) હાથમાં હોવું -પોતાના આધીન હોવું 
વાક્ય - દીકરો હવે ધનપતરાય ના હાથમાં રહ્યો નથી.

પ્રશ્ન-11. નીચેની કહેવતનો અર્થ સમજાવો:

(1) મામાનું ઘર કેટલે દિવો બળે એટલે - થોડી વખતમાં જ ખબર પડી જવી

->  શિષ્યવૃત્તિની પરીક્ષા માં ખબર પડી જશે મામાનું ઘર કેટલે દિવો બળે એટલે.

(2) દશેરાએ ઘોડું ન દોડવું - ખરે સમયે ઉપયોગમાં ન આવવું

->  પરીક્ષાના સમયે જ દશેરાએ ઘોડું ન દોડે.

પ્રશ્ન-12. નીચેનાં દરેક શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખો:

(1) ગાયોનું ટોળું - ધણ 

(2)ખેતર ના છેડા પરની ખેડ કર્યા વિનાની જમીન -  શેઢો

(3) પગથી ચાલવાનો સાંકડો નાનો રસ્તો - કેડી , પગદંડી 

(4) સરળતાથી ભૂકો થઇ જાય તેવો માટીનો ગઠ્ઠો - ઢેફું

(5) તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય( રકમ ) - શિષ્યવૃત્તિ

પ્રશ્ન-13. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:

(1) બચુડા ના મામા મામલતદાર છે.  
-  બચુડા , મામલતદાર 

(2) આપણા ગામનું નાક રહેશે.  
- ગામ , નાક

(3)  મહાદેવ ના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા.  
- મહાદેવ , આંસુ 

(4) સારસ પક્ષી તરતું હોય એવી ગાય મોલ ચરતી હતી. 
- સારસ ,ગાય 

પ્રશ્ન-14. નીચેનાં વાક્યોનો કાળ જણાવો:

(1) પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. 
- ભૂતકાળ 

(2)પરીક્ષામાં હું પહેલો આવીશ. 
- ભવિષ્યકાળ 

(3) ચારેય છોકરા પગદંડી પર ચાલી રહ્યા છે. 
- વર્તમાન કાળ 

(4) ઈન્સ્પેક્ટરે મહાદેવ સામું જોયું 
- વર્તમાનકાળ

પ્રશ્ન-15. નીચેનાં શબ્દોનો અર્થ લખો:

(1) મોલ - પાક 

(2) હેડકલાર્ક -મુખ્ય કારકુન 

(3) લળવું - લટકવું, ઝૂંકવું 

(4) સગર્વ - અભિમાન સાથે

(5) મસ્તાન - મદ ભર્યું  

(6) ડોરો - કળખી

(7) કથની - વાત 

(8) સરવાણી - નાનું ઝરણું

પ્રશ્ન-16. નીચેનાં શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવીને લખો:

(1) સૂર્ય , સોનું , શાળા , શેઢો , સોટું

->  શાળા , શેઢો , સૂર્ય , સોટું , સોનું

 (2) પક્ષી ,પાંખો , પગદંડી , પરીક્ષા ,પંદર

-> પગદંડી , પરીક્ષા ,પક્ષી ,પંદર , પાંખો 

પ્રશ્ન-17. નીચેનાં ફકરામાં યોગ્ય સ્થાને વિરામચિહ્નો મુકો:

ગામ તરફ એણે એક નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું બૂમ પાડીને કહેવા લાગ્યો એ મારી માસી ને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાંકશે એટલા માંતો કાપલો કાઢી નાખશે

-> ગામ તરફ એણે એક નજર દોડાવી.દૂર કોઈ માણસને જોયું. બૂમ પાડીને કહેવા લાગ્યો: 'એ મારી માસી ને ત્યાં કહેજો કે ગાય -'  વળી થયું: 'ક્યારે આવશે ને ક્યારે હાંકશે ? એટલા માંતો કાપલો કાઢી નાખશે !'

પ્રશ્ન-18. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:

(1) રક્ષાબંધનની ભેટ માં ભાઈ બહેન માટે ............લાવ્યો.
(સાડી,શાડી)

(2) રમવાની સૌથી પહેલી.............એ છે કે કોઈએ પણ ઘોંઘાટ કરવો નહીં. 
(સરત,શરત)

(3) ............માં વિદ્યાર્થીઓ ભણે છે.
(શાળા,સાળા)

(4) રામની સાથે............. પણ વનમાં ગયા.
(સીતા,શીતા)

(5) .............. માણસોને મોટરકારને મોટા બંગલા પોસાય.
(સીમંત, શ્રીમંત)

પ્રશ્ન-19.નીચેનાં વાક્યોને બદલે પાઠમાં વપરાયેલા વાક્યો લખો:

(1) દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ન થાય.

-> આડે દિવસે દોડેને દશેરાએ ઘોડું નય દોડે !

(2) જોઈએ છીએ ,પરિણામ બહુ દૂર નથી.

-> મામાનું ઘર કેટલે દિવો બળે એટલે .

(3) ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે.

->  ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની!

(4) ગામ ની આબરૂ સચવાશે.

-> આપણા ગામનું નાક રહેશે.