1. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.

1. યુરોપિયનપ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી– વિધાન સમજાવો.

જવાબ. પ્રાચીનકાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટાપાયા પર વેપાર-ધંધો ચાલતો હતો.એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી-મસાલા, તેજાના, મલમલ,રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી વસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત રાતો સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીનમાર્ગે ચાલતો. આ માર્ગોનો તુર્કસ્તાનમાંઆવેલું કોન્સ્ટેન્ટિનોપલ મુખ્ય મથક હતું.ઈ.સ. 1453માં તુર્કમુસ્લિમોએ જીતતા નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી.


2. ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા?

જવાબ. (1)ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી.(2)તેના સમયમાં ઈ.સ. 1853માં ભારતમાં મુંબઈ થી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો.(૩)તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી, તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર-વ્યવહાર શરૂ થયા.(4)તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી.(5)તેણે બાળલગ્ન પર પ્રતિબંધ મુકતા અને વિધવા-વિવાહને દૂર કરતાં કાયદા પસાર કર્યા.(6)તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી.(7)તેણે કંપની સરકારના વહીવટમાં સુધારા કર્યા.

૩. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી?

જવાબ. (1)આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે.(2)તેના બદલામાં રાજાને ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે તેણે ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. (૩)તે જે અંગ્રેજોને મંજૂરી વગર રાજ્યના રાજા સાથે યુદ્ધ કે સંધિ કરશે નહી. (4)તેણે સહાયકારી યોજના અમલ કરનારને દરબારમાં એક અંગ્રેજ રેસિડન્ટ રાખવો પડશે.(5)તે સિવાય બીજા કોઈ પરદેશીને નોકરીમાં રાખશે નહીં.

4. ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત ક્યાંક્યાં રાજ્યો ખાલસા કર્યા?

જવાબ. શીખોને હરાવીને પંજાબ ખાલસા કરવું. તેને મ્યાનમારના રાજાને હરાવી રંગૂન(પેગુ, નીચલું બર્મા)ને ખાલસા કર્યા. તેણે સતારા, જેતપુર, સબલપુર, ઝાંસી, નાગપુર, ઉદેપુર, બઘાત વગેરેના રાજા અપુત્ર અવસાન પામવાના દત્તક પુત્ર લેવાન હતા રાજયને ખાલસા કરાવ્યા. રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે, તે બહાને તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી રાજ્યને ખાલસા કરાવ્યો. નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરી ન શકવાથી તેનો સમગ્ર વરાડ પ્રાંતખાલસા કર્યો. નામ માત્રની સત્તાનો અંત લાવી કર્ણાટક અને તાંજોરને ખાલસા કર્યા.

પ્રશ્ન-4 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો.

1. પ્લાસીનુંયુદ્ધટૂંકમાંમાહિતીઆપો.

જવાબ. પ્લાસીનું યુદ્ધ ઈ.સ.1757માં લડાયું હતું. પ્લાસીનુ મેદાન પશ્ચિમ બંગાળથી 38 કિમી દૂર આવેલ છે.સિરાજ ઉદ્દ દૌલા બંગાળનો નવાબ હતો. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે તેનાં કેટલા દુશ્મનો હતાં. અંગ્રેજોએ કોલકતાના રક્ષણ બહાને કોઠી ફરતે કિલ્લેબંધી કરાવી. સિરાજ ઉદ્દદૌલાએકોઠીને તોડી પાડી. કોલકાતાની કોઠીના રક્ષણ માટે રોબર્ટ ક્લાઈવની આગેવાનીમાં નાનું સૈન્ય બંગાળ આવ્યું.

2. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો.

જવાબ. ભારત છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રો ગૌરવ ભર્યું સ્થાન ધરાવતોહતો. બ્રિટિશ શાસન 100 વર્ષના શાસનકાળમાં તે બ્રિટિશ-સામ્રાજ્ય માટે કાચો માલઉત્પન્ન કરનાર તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયાં.ઈ.સ. 1708 થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલવગેરે યુરોપન દેશોમાં નિકાસ કરતા હતા. પરંતુ કલાઈવ દ્વિમુખી શાસનપદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી. કંપનીની અન્યાયી મહેસુલ નીતિથી ભારતના ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યા, ખેતી પડી ભાંગી, તેનીમાઠી અસર દેશના વેપાર પર થઈ અંગ્રેજી સરકાર ઇંગ્લેન્ડના કપડા ઉદ્યોગને વિકસાવા ભારતનાં કાપડ ઉદ્યોગ અન્યાયીજકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગે તે માટે તેણે રીતરસમો અપનાવી. આમ, કંપની શાસનથી ભારતના ગૃહઉદ્યોગ અને ધંધાપર વિનાશક અસર થઈ.

૩. કંપની શાસનથી ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો.

જવાબ. અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચારસ્વતંત્રતાના ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન-પ્રદાન શક્ય બન્યું.18મી-19મી સદી દરમિયાન ભારતમાં સતીપ્રથા, જન્મતાવેત દીકરીને દૂધપીતી કરવી, બાળલગ્ન જેવાં કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહનરાય, બહેરામજી માલધારી, દુર્ગારામ મહેતા કુરિવાજોને નાબુદ કરતા કાયદા બનાવ્યા. ભારતમાં શિક્ષણક્ષેત્રે અંગ્રેજીકરણ થતા અંગ્રેજી ભાષા જાણનાર લોકોની જરૂરીયાત ઊભી થઈ. જેથી મેકોલેના પ્રયત્નોથી ઈ.સ. 1839માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ.ચાલ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ,કોલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષત યુવાનોમાંથી રાજા રામમોહનરાય, કરસનદાસ મૂળજી, બહેરામજી મલબાગીના સક્રિય પ્રયત્નથી ભારતમાં સુધારાનો વેગમળ્યો.