9.પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો    

 

48. ભૂમિસપાટી કઈ પ્રક્રિયાથી સતત બદલાતી રહે છે?
જવાબ. ભૂમિસપાટી ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા સતત બદલાતી રહે છે.

49. ઘસારણની ક્રિયા કેવી રીતે થાય છે?
જવાબ. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે.

50. ઘસારણ એટલે શું?
જવાબ. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવાં વિભિન્ન ઘટકો દ્વારા થતાં ક્ષયને ઘસારણ કહે છે.

51. પરિવહન એટલે શું?
જવાબ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજે સ્થળે લઇ જાય છે, તેને પરિવહન કહે છે.

52. નદીના પાણીથી જમીનનું શું થાય છે?
જવાબ. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે?

53. જળપ્રપાત કે જળધોધ એટલે શું?
જવાબ. નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીંચાણવાળો ભૂમિમાં પડે, તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે.

54. સર્પાકાર વહનમાર્ગ એટલે શું?
જવાબ. નદી મેદાનીક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકને સર્પાકાર વહનમાર્ગ કહે છે.

55. સર્પાકાર વળાંકો સમય જતા કોની જેવાં આકાર ધરાવે છે?
જવાબ. સર્પાકાર વળાંકો સમય જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે.

56. નળાકાર સરોવર એટલે શું?
જવાબ. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે.

57. પૂરના મેદાનો એટલે શું?
જવાબ. નદી પોતાના કિનારાથી વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરનાં મેદાનો કહે છે.

58. કુદરતી તટબંધ એટલે શું?
જવાબ. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ-માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે.

59. શાખા/પ્રશાખા એટેલ શું?
જવાબ. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઇ જાય છે, તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઇ જાય છે જેને શાખા/પ્રશાખા કહે છે.

60. તિરાડો કેવી રીતે પડે છે?
જવાબ. સમુદ્રનાં મોજા સતત ખડકો સાથે ટકરાય છે, જેનાથી તિરાડો બને છે.

61. સમુદ્રીગુફા એટલે શું?
જવાબ. સમુદ્રનાં મોજા સતત ખડકો સાથે ટકરાય છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, તેને સમુદ્રીગુફા કહે છે.

62. સમુદ્રમાન એટલે શું?
જવાબ. સમુદ્રજળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્રમાન કહે છે.

63. હિમનદી શાની બનેલી હોય છે?
 જવાબ. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની બનેલી હોય છે.

64. ઢુવા(બારખન) એટલે શું?
જવાબ. પવનની ગતિ અટકે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બનાવે છે. તેને ઢુવા(બારખન) કહે છે.

65. લોએસ એટલે શું?
જવાબ. માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઇ જાય છે, તો તેને લોએસ કહે છે.

પ્રશ્ન-2 નીચેના પ્રશ્નોના સવિસ્તાર લખો. 

1. સમુદ્રમોજાંનું કાર્ય જણાવો.
જવાબ. સમુદ્રમોજાંના ઘસારણઅને નિક્ષેપણ કિનારાનાં ભૂમિસ્વરૂપો બનાવે છે. સમુદ્રનાં મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રીગુફા કહે છે. આ ગુફાઓમાં મોટા થતાં જવાથી માત્ર છત જ રહે છે. જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાંખે છે. અને ફક્ત દીવાલો જેવાં આ સ્વરૂપને સ્ટૈક કહે છે. સમુદ્રજળની ઉપર લગભગ ઊર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્રકમાન કહે છે. સમુદ્રીમોજાંઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે.

2. હિમનદીનું કાર્ય જણાવો. 
જવાબ. હિમનદી હિમાચ્છદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા ‘યુ’ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવાં કે નાના-મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ભૂમિ સ્વરૂપની રચના થાય છે.

પ્રશ્ન-૩ નીચેની ખાલી જગ્યાઓ પૂરો.

1. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ________ નામે ઓળખાય છે.
જવાબ. આંતરિક ભૂગર્ભ

2. અનાજ પીસવા માટે ___________ પથ્થરનો ઉપયોગ થાય છે.
જવાબ. ગ્રેનાઈટના 

૩. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ________ __ કેન્દ્ર કહે છે.
જવાબ. ઉદ્દગમ

4. સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવાં રચાતા ભૂસ્વરૂપને _________ __ નામે ઓળખાય છે.
જવાબ. સ્ટૈક  

5. પવનની ગતિ ઘટતાં માટીના કણ જમીન પર પથરાય તેને __________ કહે છે.
જવાબ. ઢુવા

પ્રશ્ન-4   જોડકા જોડો.

‘અ’                 ‘બ’

1. પૃથ્વીસપાટીનું સૌથી ઉપલું સ્તર (A) ગોળાશ્મિ 

2. રૂપાંતરિત ખડક (B) રેતીના ઢુવા

૩. નદીનું કાર્ય (C) આરસપહાણ

4. પવનનું કાર્ય         (D) પૂરનાં મેદાન

5. હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ  (E) સિયાલ

જવાબ.

1. E

2. C

૩. D

4. B

5. A