પાઠ ૨ પ્રાણીઓમાં પોષણ



36. યકૃત વિશે જણાવો.
જવાબ: યકૃત એ લાલાશ પડતા બદામી રંગની , ઉદરમાં જમણી બાજુ એ ઉપરના ભાગે આવેલી પાચકગ્રંથી છે. આપણા શરીરની સૌથી મોટી પાચકગ્રંથી છે. તે પિતરસનો સ્ત્રાવ કરે છે. આ પિતરસ પીતાશય જેવી કોથળી માં સંગ્રહ પામે છે. પિતરસએ ચરબી ના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે.

37. પીતરસ ક્યાં ઉત્પન થાય છે?
જવાબ : પિતરસ યકૃતમાં ઉત્પન થાય છે.

38. પિતરસ એ ............... ના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે.
જવાબ : ચરબી

39. સ્વાદુપિંડ વિશે જણાવો.
જવાબ : સ્વાદુપિંડ મોટી આછા બદામી રંગની પાચકગ્રંથી છે. સ્વાદુપિંડ માંથી સ્ત્રાવ પામતો સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરીને તેમને સરળ સ્વરૂપ માં ફેરવે છે. અશત: પછીત ખોરાક ને નાના આંતરડાના અંતિમ ભાગમાં પહોચે છે.

40. રસાંકુરો એટલે શું ? તેમનું સ્થાન અનર કર્યો જણાવો .
જવાબ : નાના આંતરડાની અંદની દીવાલમાં હજારો આંગળીઓ જેવા પ્રવર્ધો જોવા મળે છે જેને રસાંકુરો કહે છે. રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુરો પાસે તેની સપાટી નજીક પાતળી અને નાની રુધીરકેશિકાઓનું જાળું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે.

41.વ્યાખ્યા આપો : શોષણ
જવાબ : પાચીત ખોરાક નાના આંતરડાની દીવાલની રુધિરવાહીનીમાંથી પસાર થાય છે, જેને પોષણ કહે છે.

42. નાના આંતરડાની દીવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલાં છે, જેને .................... કહે છે.
જવાબ : રસંકુરો

43. વ્યાખ્યા આપો : અભીશોષણ
જવાબ : શોષાયેલ ખોરાક રુધિરવાહીનીઓ દ્વારા શરીરનાં વિવિધ અંગો સુધી પહોચે છે જ્યાં , તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંઘારણ માં વપરાય છે, જેને અભીશોષણ કહે છે.

44. કોષોમાં ગ્લુકોઝ................ દ્વારા તૂટે છે અને ................... અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છુટી પડે છે.
જવાબ : ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ

45. નાણા આંતરડામાં જે ખોરાક અપાચિત અને વણશોષાયેલ છે, તે .................. માં જાય છે.
જવાબ : મોટાં આંતરડામાં

46. મોટું આંતરડું આશરે ............. જેટલું લાંબુ હોઈ છે.
જવાબ : 1.5 મીટર

47. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ................... માં થાય છે.
જવાબ : મોટાં આંતરડા

48. વ્યાખ્યા આપો : મળત્યાગ
જવાબ : મોટાં આંતરડામાં બાકી રહેલો ખોરાક મળાશયમાં જાય છે અને મળમાં ફેરવાય છે. આ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહે છે.

49. ગ્લુકોઝ માંથી કઈ રીતે તાત્કાલિક ઊર્જા મળે છે?
જવાબ : ગ્લુકોઝનું ઓસીજનની હાજરીમાં ઓસીડેશન થાય છે. આ ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છુટી પડે છે.

50. પાચનમાર્ગનો સૌથી પહોળો ભાગ કયો છે?
જવાબ : જઠર

51. લીપીડનું સંપૂર્ણ પાચન.................. માં થાય છે.
જવાબ : નાના આંતરડા

52. નીચેની પક્રિયામાં પાચનમાર્ગ નો કયો ભાગ સંકળાયેલછે ?
જવાબ : 
(1) ખોરાકનું શોષણ - નાનું આંતરડું અને મોટું આંતરડું

(2) ખોરાક ચાવવાની ક્રિયા - દાંત

(3) બેકટેરિયાને મારવાની ક્રિયા - જઠર

(4) ખોરાકનું સંપૂર્ણ પાચન - નાનું આંતરડું

(5) મળ નિર્માણ - મળાશય