પાઠ ૨ પ્રાણીઓમાં પોષણ

53. વિભાગ – અ માં આપેલી વિગતોને વિભાગ – બ સાથે જોડો : 

વિભાગ

વિભાગ

(1) કાર્બોદિત

(A) ફેટીએસીડ અને ગ્લીસરોલ 

(2) પ્રોટીન

(B) શર્કરા

(3) ચરબી

(C) એમીનો એસીડ

જવાબ

(1) – B

(2) - C

(3) – A

 







54. ઘાસ ખાતાં પ્રાણીઓ જયારે ખાતાં ના હોઈ ત્યારે પણ કેમ ચાવતા હોય છે ?
જવાબ : ઘાસ એ સેલ્યુલોઝથી ભરપુર કાર્બોદિત છે . ઘાસ ખાતાં પ્રાણીઓ ખુબજ જડપથી ઘાસ ગળી જાય છે અને અમાશયમાં સંગ્રહે છે. આ અર્ધપચિત ખોરાક ગોલકોના સ્વરૂપમાં મોમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે.

55. ઘાસ એ સેલ્યુલોઝ થી ભરપુર ...................... છે.
જવાબ : કાર્બોદિત

56. વાગોળનારા પ્રાણીઓ ક્યાં કાર્બોદિત ઘટકો નું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય એ કરી શકતા નથી ? શા માટે ?
જવાબ : વાગોળનારા પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરવા માટે સક્ષમ છે કારણકે આ પ્રાણીઓ નાનાં અને મોટાં આંટરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે જેને અદ્યાંત્રમાં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે . મનુષ્યમાં આ બેક્ટેરિયાનો અભાવ હોવાથી મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી.

57. અદ્યાંત્ર કોને કહે છે?
જવાબ : વગોળનારા પ્રાણીઓમાં નાણા અને મોટાં આંતરડા વચ્ચે કોથળીજેવી રસના આવેલી હોઈ છે જેને અદ્યાંત્ર કહે છે.

58. સેલ્યુલોઝ્નું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થઇ છે, જે .................... માં આવેલાં હોતાં નથી.
જવાબ : મનુષ્ય

59. અમીબા કેવો જીવ છે ? તે ક્યાં જોવા મળે છે ?
જવાબ : અમીબા તળાવના પાણીમાં જોવા મળતું શુક્ષ્મજીવ છે.

60. ખોટાં પગ એટલે શું ? તેનો ઉપયોગ જણાવો ?
જવાબ : અમીબા એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને ખોટાં પગ કહે છે. જે હલનચલન અને ખોરાક પકડવા માં તેને મદદ કરે છે.

61. અમીબા માં પાચનની ક્રિયા આકૃતિ દોરી સમજાવો.

જવાબ : 



અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને આરોગે છે. જયારે તેને ખોરાક નો અભાસ થાય છે, તે તેના ખોટાંપગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અન્ન્ધાનીમાં ફસાઈ છે. અન્ન્ધાની માં પાચકરસો ઠલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. શોષિક ખોરાક વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે.અપચિત વધેલ ખોરાક રસઘાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે.

62. અમીબામાં અન્ન્ઘાનીનું કાર્ય જણાવો.
જવાબ : અન્ન્ઘાની તેમાં રહેલા ખોરાક પેર પાચકરસો ઠાલવે છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે.

63. અમીબા અપાચિત વધેલ ખોરાક ................... દ્વારા શરીરમાંથી બહાર ફેંકે છે.
જવાબ : રસધાની

64. અમીબા અને મનુષ્યના પાચનમાં એક-એક સામ્યતા અને ભિન્નતા જણાવો.
જવાબ : 

સામ્યતા : અમીબામાં અને મનુષ્યમાં ખોરાકનાં પાચનની પક્રિયા અને શક્તિ મુકત કરવાની પક્રિયા એકસરખી જોવા મળે છે .
ભિન્નતા : અમીબા ખોરાકનાં અંત:ગ્રહણ માટે ખોટાં પગનો ઉપયોગ કરે છે. જયારે મનુષ્ય ખોરાકનું અંત:ગ્રહણ મુખ દ્વારા કરે છે.

65. સ્વાદુરસ કોના પર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે?
જવાબ : કાર્બોદિત

66. ખોરાક ગ્રહણ કરવાની કોઈ પણ ચાર પદ્ધતિ ઉદારણ સહીત જણાવો .
જવાબ : જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે. મધમાખી અને હમિંગ બર્ડ વનસ્પતિ માંથી રસ ચૂસે છે. નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે. અજગર જેવા સાપ નાના પ્રાણીઓ ને ગળી જાય છે . કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાક ના સૂક્ષ્મ કણોને તારવી ને ખાઈ છે.

67. જીભના ક્યાં ભાગમાં ક્યાં સ્વાદની પરખ થાય છે. તે નામનીર્દેશનવાળી આકૃતિ દોરી જણાવો:

જવાબ :

68. નાના આંતરડા માં થતી પાચનક્રિયા વિશે જણાવો.
જવાબ : પછીત ખોરાક નાના આંતરડાની દીવાલ ની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને શોષણ કહે છે. નાના આંતરડાની દીવાલમાં આંગળી જેવા હજારો પ્રવર્ધો આવેલાં છે જેને રસંકુરો કહે છે. તે પાચિત ખોરાકની શોષણસપાટી માં વધારો કરે છે. આથી રસાંકુરોની સપાટી પાચીત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધીવાહીનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. જ્યાં, તે શરીર માટે જરૂરી પ્રોટીનના બંધારણમાં વપરાય છે. જેને અભીશોષણ કહે છે. કોષોમાં ગ્લુકોઝનું ઓક્સીજનની હાજરીમાં ઓસીડેશન થઈ કર્બેન ડાયોક્સાઈડ અને પાણી ઉત્પન્ન થાય છે શક્તિ છુટી પડે છે.


69. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવે છે. (✔ કે ✖)
ઉત્તર :


70. કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે. (✔ કે ✖)
ઉત્તર :


71. આપણે દાંત વડે ખોરાક ચાવીએ છીએ. (✔ કે ✖)
ઉત્તર :


72. આપણા દાંત દેખાવમાં અને કાર્યોમાં એક જ જેવા હોય છે. (✔ કે ✖)
ઉત્તર :


73. આપણું મોં લાળગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ સ્રવે છે. (✔ કે ✖)
ઉત્તર :


74. જીભ કોઇપણ દિશામાં હલનચલન કરી શકે છે. (✔ કે ✖)
ઉત્તર :


75. જીભ ખોરાકને લાળરસમાં ભેળવે છે. (✔ કે ✖)
ઉત્તર :


76. અન્નનળી એ પાચનઅંગોનું એક અંગ છે. (✔ કે ✖)
ઉત્તર :


77. જઠરનો આકાર ‘‘V’’ જેવો છે. (✔ કે ✖)
ઉત્તર :


78. શ્લેષ્મ જઠરની અંદરની દીવાલને રક્ષણ આપે છે. (✔ કે ✖)
ઉત્તર :


79. સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે. (✔ કે ✖)
ઉત્તર :


80. પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. (✔ કે ✖)
ઉત્તર :


81. છેલ્લે ન પચેલો ખોરાક મળ સ્વરૂપે બહાર નીકળે છે. (✔ કે ✖)
ઉત્તર :


82. વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમા પાછું લાવે છે. (✔ કે ✖)
ઉત્તર :


83. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. (✔ કે ✖)
ઉત્તર :


84. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. (✔ કે ✖)
ઉત્તર :